Television

હોસ્પિટલથી પરત આવીને બિગ બી ફરીથી શૂટિંગમાં જોડાઈ ગયા, હકારાત્મક પંક્તિઓ લખી

બોલિવુડના શહેનશાહ અને બિગ બી અમિતાભ બચ્ચન વીતેલા દિવસોમાં તેમના સામાન્ય ચેક-અપ માટે નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયા હતા. આ સમાચારને કારણે બિગ બીના ચાહકો અને બોલિવુડના લોકોમાં ખળભળાટ મચી ગયો હતો. આ દરમિયાન અમિતાભે KBCના શૂટિંગમાંથી પણ વિરામ લીધો હતો. પરંતુ હવે તેઓ ચેક-અપ પતાવીને ફરી વખત શૂટિંગમાં લાગી ગયા છે. તેમના જોશ અને હકારાત્મક અભિગમના ઉદાહરણો પણ આપવા આવતા હોય છે.

હોસ્પિટલથી પરત ફરીને બિગ બીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર KBCના સેટ પરની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેઓ શોને હોસ્ટ કરવાની તૈયારી કરતા દેખાઈ રહ્યા છે. આ તસવીરો સાથે તેમણે હકારાત્મક અભિગમ દર્શાવતી પંક્તિઓ લખી છે: “સંવર સંવર કે સંવાર દિયા હૈ, ચેહરે કે હર અંગ કો; અબ છોડ ભી દો યારોં, ખેલ KBC કો શુરુ કરને દો.” અમિતાભે કર્મવીર એપિસોડને શૂટ કર્યો હતો જેમાં એથલીટ હિમા દાસ અને દૂતી ચંદ આવી હતી. સાથે જ આ એપિસોડમાં વીરેન્દ્ર સેહવાગ પણ દેખાશે. આ પણ વાંચો: કાદર ખાન બાળપણમાં ઘરની નજીક આવેલા કબ્રસ્તાનમાં જતા રહેતા! કારણ છે રસપ્રદ

પોતાના બ્લોગ પર પણ કેટલીક સુંદર તસવીરો શેર કરતાં બિગ બીએ લખ્યું હતું: “હા, પરિશ્રમની સાથે અધ્યયન કરવા માટે પાછો આવી ગયો છું. આગળ ડગ ભરતો હું આખો દિવસ લગાવી રહ્યો છું કામ માટે, સારી રીતે વસ્ત્રપરિધાન સજાવી લીધું છે કેબીસી કર્મવીર બતાવવા માટે, સાથે જ અઠવાડિયા માટે એક નવો સમૂહ.”

Image Courtesy: Facebook/ Amitabh Bachchan

0 comments on “હોસ્પિટલથી પરત આવીને બિગ બી ફરીથી શૂટિંગમાં જોડાઈ ગયા, હકારાત્મક પંક્તિઓ લખી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: