Bollywood

બાળ યૌનશોષણ વિરુદ્ધ અવાજ ઊઠાવવા આયુષ્માન સરકાર-યૂનિસેફ સાથે જોડાયો, પોક્સો અંગે કહ્યું કે…

આયુષ્માન ખુર્રાના આજે ભારતના સૌથી લોકપ્રિય અભિનેતાઓમાંનો એક છે. જીવનના દરેક ક્ષેત્રમાં અને રોજની દિનચર્યામાં લોકો નાયક તરીકે તેને જુએ છે. તેની ફિલ્મ ‘આર્ટીકલ 15’ની તેની નાયકની ભૂમિકા જેવી જ સર્વશ્રેષ્ઠ ભારતીય વ્યક્તિની ભૂમિકા તે ભજવી જાણે છે. ત્યારે યૂનિસેફ દ્વારા તેને ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની મહત્વપૂર્ણ પહેલ ‘પોક્સો’ એક્ટ માટે સામેલ કરવા પર કોઈ જાતનો સંદેહ ન હોવો જોઈએ. મંત્રાલયનો ઉદ્દેશ બાળ યૌન અપરાધ નિરોધક અધિનિયમ (પોક્સો) હેઠળ બાળ યૌન ઉત્પીડન અને અપરાધો વિરુદ્ધ સંરક્ષણ અને કાનૂની મદદ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.

હાલમાં જ શૂટ કરવામાં આવેલા એક વિડીયો દ્વારા આયુષ્માને લોકોને આપણી આસપાસ થઈ રહેલા આવા ક્રૂર અપરાધો પ્રત્યે વધુમાં વધુ સતર્ક રહેવા અને યોગ્ય ઓથોરીટી સમક્ષ તેની ફરિયાદ નોંધાવીને આવા ધૃણાસ્પદ અપરાધો વિરુદ્ધ અવાજ ઊઠાવવાની અપીલ કરી છે. તેણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, “એક જાગૃત નાગરિકના રૂપમાં હું આપણા દેશ માટે મહત્વપૂર્ણ અને તત્કાળ ધ્યાન આપવાની જરૂરતવાળા મુદ્દાઓ પર હંમેશા ચર્ચા કરવા અને જાણકારી ફેલાવવા માગીશ. પોક્સો કેન્દ્રીય મંત્રાલય દ્વારા બાળ યૌનશોષણ પ્રત્યે અવાજ ઊઠાવવાની જાગૃતિના ઉદ્દેશ્ય સાથે ઉઠાવાયેલું બેહદ મહત્વપૂર્ણ પગલું છે.” આ પણ વાંચો: ઉધમ સિંહ બાયોપિક માટે વિકી કૌશલે ઘટાડ્યું ૧૩ કિલો વજન, ફોટોઝ થયા વાયરલ

“બાળકો સામે થતા અપરાધ અત્યંત જઘન્ય છે અને હું સરકાર તથા યૂનિસેફ દ્વારા આપણા દેશની ભાવિ પેઢીઓની રક્ષા કરવા માટે ઉઠાવવામાં આવેલા આ પગલાની હું સરાહના કરું છું.” તેણે ઉમેર્યું હતું. પોક્સો એક્ટ અભિયાનનો હેતુ સોશિયલ મીડિયા, ટીવી અને સિનેમા હોલ જેવા માધ્યમો દ્વારા બધા ભારતીયો સુધી પહોંચવાનો છે અને આયુષ્માન બધા ચરણમાં આને સપોર્ટ કરશે. હંમેશા સમાજમાં બદલાવ લાવતી ફિલ્મો કરતા આયુષ્માન માટે આ પ્રોજેક્ટ તેના હૃદયની નજીક છે. તે સરકાર અને યૂનિસેફને બનતી મદદ કરવા માગે છે.

Image Courtesy: Instagram/ Ayushmann Khurrana

0 comments on “બાળ યૌનશોષણ વિરુદ્ધ અવાજ ઊઠાવવા આયુષ્માન સરકાર-યૂનિસેફ સાથે જોડાયો, પોક્સો અંગે કહ્યું કે…

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: