Television

ઇન્ડિયન આઈડલમાં યુવકે નેહાને કિસ કરી લીધી, વિશાલે કહ્યું- પોલીસને બોલાવવાના હતા પણ..

‘ઇન્ડિયન આઈડલ 11’ માટેના ઓડિશન માટે આવેલો એક સિંગર નેહા કક્કર માટે ભેટ લઈને પહોંચ્યો હતો. સ્પર્ધકનો આભાર માનવા જેવી નેહા સ્ટેજ પર પહોંચી કે યુવક નેહાના ગાલ પર ચુંબન કરી બેઠો. અચાનક થયેલી આ હરકતથી ઓડિશનમાં અને સ્ટુડિયોમાં હાજર તમામ લોકો દંગ રહી ગયા હતા. શોને હોસ્ટ કરી રહેલા આદિત્ય નારાયણે તેને રોકવાની કોશિશ પણ કરી, પરંતુ પેલા યુવકે નેહાને કિસ કરી દીધી હતી. આ મામલે વિશાલ દદલાનીએ પ્રતિક્રિયા આપી હતી.

neha kakkar

ટ્વિટર પર એક યૂઝરે વિશાલને ટ્વિટ કરીને લખ્યું કે, “સર, એ છોકરાને તમારે લાફો ઝીંકી દેવો જોઈતો હતો. તે આવું કરવાની હિંમત કેવી રીતે કરી શકે… એ છોકરાને આટલી સહેલાઈથી નહોતો જવા દેવો જોઈતો.” ત્યારે વિશાલે સામે પ્રતિક્રિયા આપતાં લખ્યું કે, “હું ઈચ્છતો હતો કે પોલીસને બોલાવવામાં આવે, પણ નેહાએ એને એમ જ જવા દીધો. તે છોકરાને માનસિક ઈલાજની જરૂર છે. અમે તેને મદદ કરીશું.” આ પણ વાંચો: કરણ સિંહ ગ્રોવર ‘કસોટી ઝિંદગી કી 2’માં પાછો ફરશે, પોતાના પાત્ર માટે લેખકોનો આભાર માન્યો

હાલ ‘ઇન્ડિયન આઈડલ’ની 11મી સિઝનના ઓડિશન્સ ચાલી રહ્યા છે. સોની ટીવી પર આવતા આ શોમાં નેહા કક્કડ, વિશાલ દદલાનીની સાથે અનુ મલિક પણ જજ તરીકે છે. કેટલાક લોકો નેહાને કરવામાં આવેલી કિસ બાબતે ગુસ્સે ભરાયેલા છે, તો કેટલાક લોકો તેને ટીઆરપી વધારવા માટેનો નુસખો ગણાવી રહ્યા છે.

Image source: Instagram/Neha Kakkar/desimartini

0 comments on “ઇન્ડિયન આઈડલમાં યુવકે નેહાને કિસ કરી લીધી, વિશાલે કહ્યું- પોલીસને બોલાવવાના હતા પણ..

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: