Bollywood

ઉધમ સિંહ બાયોપિક માટે વિકી કૌશલે ઘટાડ્યું ૧૩ કિલો વજન, ફોટોઝ થયા વાયરલ

બોલીવુડ એક્ટર વિકી કૌશલે અભિનય દ્વારા પોતાને સાબિત કર્યો છે. તે આજે સફળતાના શિખર પર છે એ પોતાના ટેલેન્ટના દમ પર છે. વિકી પોતાના પાત્ર માટે લુક ટ્રાન્સફોર્મેશન કરવામાં માહેર છે. તે પાત્ર મુજબ ઢળવા માટે જાણીતો છે. આવનારા સમયમાં તેની બે ફિલ્મો રિલીઝ થશે. એક ‘ભૂત’ અને બીજી ‘સરદાર ઉધમ સિંહ’.

સોશિયલ મીડિયા પર વિકીના કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે જેમાં તે બહુ પાતળો લાગી રહ્યો છે. ‘ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક’માં પોતાના ભારી ભરખમ અને દમદાર અંદાજમાં જોવા મળેલો વિકી ઉધમ સિંહની બાયોપિક માટે મહેનત કરી રહ્યો છે. તેણે આ ફિલ્મ માટે ૧૩ કિલો વજન ઘટાડ્યું છે.

આયુષમાન ખુરાના એક સમયે ટ્રેનમાં ગીતો ગાઈને પૈસા કમાતો! (વાંચો રસપ્રદ વાતો)

ઉલ્લેખનીય છે કે વિકી સામ માણેકશાના જીવન પરથી બની રહેલી ફિલ્મને લઇને પણ ચર્ચામાં છે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. એ લુકમાં પણ તે એકદમ અલગ અને પરફેક્ટ લાગી રહ્યો છે.

26 વર્ષીય નેશનલ એવોર્ડ વિનર કિર્તી સુરેશ નાનપણથી જ અભિનયમાં સક્રિય છે (જાણો ખાસ વાતો)

Image source: Instagram

0 comments on “ઉધમ સિંહ બાયોપિક માટે વિકી કૌશલે ઘટાડ્યું ૧૩ કિલો વજન, ફોટોઝ થયા વાયરલ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: