Bollywood

કાદર ખાન બાળપણમાં ઘરની નજીક આવેલા કબ્રસ્તાનમાં જતા રહેતા! કારણ છે રસપ્રદ

કાદર ખાને પોતાની જબરદસ્ત અભિનય શૈલીથી અનેક દાયકાઓ સુધી લોકોનું મનોરંજન કર્યું. પોતાની શરૂઆતની કારકિર્દીમાં તેમણે નેગેટીવ રોલ પણ ભજવ્યા હતા. એ પછી તેમણે કોમેડી પર હાથ અજમાવ્યો. બંને પ્રકારના રોલ દર્શકોએ પસંદ કર્યા હતા. છેલ્લા કેટલાક સમયથી એવી અફવા ચાલી રહી હતી કે તેઓ ફિલ્મોમાં વાપસી કરવા જઈ રહ્યા છે. પણ વર્ષ ૨૦૧૮નો છેલ્લો દિવસ તેમના જીવનનો છેલ્લો દિવસ બની ગયો. ૩૧ ડિસેમ્બર, ૨૦૧૮ના તેમનું નિધન થઈ ગયું.

kader khan ht

કાદર ખાનનો જન્મ ૨૨ ઓક્ટોબર, ૧૯૩૭ના અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો. તેમના જન્મદિવસે તેમના બાળપણનો એક રસપ્રદ કિસ્સો સાંભળીએ જે તેમણે ફિલ્મ મુકદ્દર કા સિકંદરમાં ફિલ્માવ્યો પણ હતો.

કાદર ખાન બાળપણમાં રાતના સમયે મુંબઈમાં પોતાના ઘરની નજીક આવેલા કબ્રસ્તાન જતા હતા. તેઓ ત્યાં જઈને રિયાઝ કરતા હતા. એકવાર તેઓ રિયાઝ કરી રહ્યા હતા ત્યારે કોઈ વ્યક્તિએ તેમના પર ટોર્ચનો પ્રકાશ નાખ્યો. તેમણે કાદર ખાનને પૂછ્યું કે તમે અહીં શું કરી રહ્યા છો?

કોમેડિયન જોની વોકર બસ કન્ડક્ટર હતા; આ અભિનેતાને કારણે મળી ફિલ્મોમાં એન્ટ્રી

66715913_346451146248849_6704956301129184698_n

કાદર ખાને તરત જવાબ આપ્યો કે, “રિયાઝ કરું છું. હું દિવસ દરમ્યાન જે પણ સારું વાંચું છું, રાતે અહીં આવીને તેનો રિયાઝ કરું છું.” કાદર ખાનને સવાલ પૂછવા વાળી આ વ્યક્તિ હતી અશરફ ખાન. અશરફ ખાન તેમનાથી પ્રભાવિત થઈ ગયા અને તેમને પૂછ્યું, “નાટકમાં કામ કેમ નથી કરતા? કામ કરશો?” અને આ રીતે કાદર ખાને નાટકમાં કામ કરવાનું શરુ કર્યું.

આ સુપરસ્ટારને છોડીને તમામ સાથે કામ કર્યું દેવ સા’બે: વાંચો તેમના વિશે રસપ્રદ વાતો

74693421_426967221293035_7890983696887580407_n

ફિલ્મમાં આ ઘટનાને ફિલ્માવી

કાદર ખાને ૧૯૭૭માં લખેલી ફિલ્મ મુકદ્દર કા સિકંદરમાં એક મહત્વનો સીન છે જ્યારે એક બાળક કબ્રસ્તાનમાં જઈને રડે છે. ત્યાં બાળકની એક ફકીર સાથે મુલાકાત થાય છે. આ સીનને કાદર ખાને પોતાની જિંદગીમાંથી લીધો છે. તેમણે પોતે એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.

Image source: Instagram/hindustantimes/firstpost

0 comments on “કાદર ખાન બાળપણમાં ઘરની નજીક આવેલા કબ્રસ્તાનમાં જતા રહેતા! કારણ છે રસપ્રદ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: