Bollywood

રણબીર-આલિયાની સગાઈના કાર્ડ વાઇરલ થયાં! નકલી હોવાની ખાતરી આ રીતે થઈ

બોલિવુડમાં છેલ્લા કેટલાક સમયથી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ફિલ્મો કરતાં તેમના અફેર માટે ચર્ચામાં છે. હંમેશા બંનેને એકસાથે હરતાં-ફરતાં જોવામાં આવે છે. ત્યાં સુધી કે હવે તો બંનેએ ખુલ્લેઆમ પોતાના પ્રેમને કબૂલવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં જ ‘આઈફા એવોર્ડ’ ફંક્શનમાં પણ આલિયાએ રણબીર સામે પોતાના પ્રેમની કબૂલાત કરી હતી. હવે બંનેની સગાઈના કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયાં છે. કાર્ડમાં દર્શાવ્યા અનુસાર બંનેની સગાઈ રાજસ્થાનના જોધપુર ખાતે આવેલા ઉમ્મેદ ભવન પેલેસમાં 22 જાન્યુઆરી, 2020ના દિવસે થશે.

આ કાર્ડને ટ્વિટર અને સોશિયલ મીડિયા પર ફેરવવામાં આવી રહ્યું છે. જોકે, કાર્ડને ધ્યાનથી જોતાં જ ખબર પડી જાય છે કે તે ફોટોશોપ્ડ છે અને નકલી છે. કાર્ડમાં સ્પેલિંગ અને તથ્યોની ઘણી બધી ભૂલો છે. જેમ કે, કાર્ડમાં આલિયાના નામનો સ્પેલિંગ Aliya લખેલો છે, જ્યારે આલિયા તેનું નામ Alia લખે છે. આ ઉપરાંત કાર્ડમાં આલિયાને મુકેશ ભટ્ટની દીકરી બતાવી દેવાઈ છે, જ્યારે ખરેખર તો મુકેશ ભટ્ટ તેના કાકા છે. તે મહેશ ભટ્ટની દીકરી છે. એટલું જ નહીં, કાર્ડમાં તારીખ 22nd ની જગ્યાએ 22th લખેલી છે. આ પણ વાંચો: ઇવેન્ટમાં આલિયા ભટ્ટના મોંમાંથી અપશબ્દો નીકળી ગયા, કરીના કપૂરે કહ્યું- જુઓ આ છે આજની પેઢી!

આલિયા ભટ્ટના પરિવાર તરફથી આ કાર્ડ માટે કોઈ જ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આવ્યું. આથી તે નકલી હોવાનું પુરવાર થાય છે. આના પહેલાં પણ આલિયા-રણબીરના લગ્નની તસ્વીરો વાયરલ થઈ હતી. પરંતુ તે ખોટી હોવાનું બહાર આવ્યું હતું. બંનેના કામની વાત કરીએ તો બંને જલ્દી જ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં દેખાશે. ફિલ્મનું શૂટિંગ તેના આખરી દોરમાં છે. આ ફિલ્મ 2020માં રિલીઝ થશે.

Image Courtesy: Instagram/ ranbir_alia_official

0 comments on “રણબીર-આલિયાની સગાઈના કાર્ડ વાઇરલ થયાં! નકલી હોવાની ખાતરી આ રીતે થઈ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: