Bollywood

‘હેરા ફેરી’ સિરીઝની ત્રીજી ફિલ્મમાં અક્ષયનું ‘રાજુ’નું પાત્ર કાર્તિક આર્યનને અપાઈ શકે, વાંચો

આજ-કાલ એવા વધુમાં વધુ ફિલ્મ નિર્દેશકો છે જેમને અક્ષય કુમાર તેની ઊંચી ફીઝને કારણે પોષાતો નથી. આવા ફિલ્મ મેકર્સ હવે તેમની ફિલ્મોમાં અક્ષયને સ્થાને કાર્તિક આર્યનને લેવા માટે ઈચ્છા દર્શાવી રહ્યા છે. આખરે, કાર્તિક આર્યન પણ અક્ષય કુમાર જેવી છબિ ધરાવે છે. બંને એક્ટર્સ નોન-ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી છે. બંનેને સ્વાસ્થ્ય વ્હાલું છે, અને વધુમાં બંને નોર્થ ઇન્ડિયન પણ છે તેમજ મહિલાઓ અને છોકરાંઓમાં પોતાની સ્વચ્છ છબિને કારણે લોકપ્રિય બની ગયા છે.

તાજેતરમાં જ કાર્તિકને અક્ષયની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ભૂલભૂલૈયા’ની સિક્વલ માટે કાસ્ટ કરી લેવામાં આવ્યો છે. વર્ષ 2007માં આવેલી પ્રિયદર્શનની ફિલ્મ ‘ભૂલભૂલૈયા’માં અક્ષય કુમારે મુખ્ય રોલ ભજવ્યો હતો. પરંતુ હવે તેની સિક્વલમાં અક્ષયની જગ્યાએ કાર્તિક નજરે પડશે. હવે એવું સંભળાઈ રહ્યું છે કે હવે સફળ ફિલ્મ ફ્રેન્ચાઇઝી ‘હેરા ફેરી’ની ત્રીજી કડીમાં પણ કાર્તિક આર્યનને અક્ષય કુમારના સ્થાને મેકર્સ પસંદ કરી શકે છે. જો આવું થશે તો પછી ‘રાજુ’ના પાત્રમાં અક્ષય કુમારને ચાહતા દર્શકો કાર્તિકના લેવાથી નારાજ થઈ શકે છે. આ પણ વાંચો: ટૂંક સમયમાં ‘સુપર વી’ બનીને બાળકોનું મનોરંજન કરશે વિરાટ કોહલી, જાણો તમામ વિગત

સૂત્રોના કહેવા પ્રમાણે હજી આ વાતની પુષ્ટિ નથી મળી, પરંતુ કહેવાઈ રહ્યું છે કે કાર્તિક આર્યન ‘હેરા ફેરી 3’માં અક્ષય કુમારવાળું પાત્ર ભજવશે. જોકે, પરેશ રાવલ અને સુનિલ શેટ્ટી તેમના જૂના પાત્રોમાં જ હશે. તેમને રીપ્લેસ કરવામાં નહીં આવે.

Image Courtesy: Instagram/ Akshay Kumar, Kartik Aaryan

0 comments on “‘હેરા ફેરી’ સિરીઝની ત્રીજી ફિલ્મમાં અક્ષયનું ‘રાજુ’નું પાત્ર કાર્તિક આર્યનને અપાઈ શકે, વાંચો

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: