Bollywood

ટૂંક સમયમાં ‘સુપર વી’ બનીને બાળકોનું મનોરંજન કરશે વિરાટ કોહલી, જાણો તમામ વિગત

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી જલ્દી જ એક નવા અવતારમાં દેખાશે. તે ટીવી પર પ્રસારિત થનારી એક બાળકોની એનિમેટેડ સિરીઝમાં સુપરહીરો ‘સુપર વી’ના રૂપમાં બાળકોનું મનોરંજન કરશે. સ્ટાર ઇન્ડિયા નેટવર્ક ‘સુપર વી’ નામે એનિમેટેડ સિરીઝ શરૂ કરવા જઈ રહ્યું છે. આ સિરીઝ વિરાટ કોહલીથી પ્રેરિત છે જે સુપરહીરો બનીને દુનિયાને બચાવતો નજરે પડશે. આ શોનું પ્રીમિયર એટલે કે તેનો પહેલો એપિસોડ 5 નવેમ્બરે રજૂ કરવામાં આવશે, જેને દર્શક સ્ટાર પ્લસ, સ્ટાર સ્પોર્ટ્સ, ડિઝની ચેનલ, માર્વેલ એચક્યૂ અને હોટસ્ટાર પર જોઈ શકશે.

View this post on Instagram

#SuperV

A post shared by The News Now #JammuKashmir (@the_news_now) on

આ સિરીઝ 15 ભાગની હશે જેમાં કોમેડી, એક્શન અને ડ્રામા જોવા મળશે. તેની વાર્તા એક કિશોરની આસપાસ આકાર લેશે જે પોતાના સગાં-સંબંધીઓના દબાણ વચ્ચે પોતાની એક ઓળખ ઊભી કરશે. 15 વર્ષના ‘સુપર વી’ને ક્રિકેટનું ઝનૂન હોય છે. નાની ઉંમરમાં જ તેને તેની પાસેના સુપર પાવર્સની ખબર પડી જાય છે અને તે દુનિયાને બચાવવા માટે કેટલાક મોટા વિલન્સ સાથે બાથ ભીડશે.

આ સિરીઝ વિશે જણાવતાં કોહલીએ કહ્યું હતું કે, “જ્યારે હું બાળક હતો ત્યારે મને સુપરહીરોઝ બહુ જ પસંદ હતા. એનિમેશન નાના દર્શકો સુધી પહોંચવાનું સૌથી સારું માધ્યમ છે. સુપર વી એક રોમાંચક સિરીઝ છે, જેની વાર્તા કહેવાની અનોખી શૈલી અને પ્રેમાળ પાત્રોથી દર્શકોની દિલચશ્પી વધશે.” આ એક સાપ્તાહિક શો હશે જેના દરેક એપિસોડના અંતે વિરાટ વાર્તાનો એક સારભાગ કહીને દર્શકોને સંદેશ આપશે.

જુઓ ‘સુપર વી’નું ટીઝર:

Image Courtesy: Instagram/ virat_gang_2

0 comments on “ટૂંક સમયમાં ‘સુપર વી’ બનીને બાળકોનું મનોરંજન કરશે વિરાટ કોહલી, જાણો તમામ વિગત

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: