Bollywood

‘તાનાજી’ના દમદાર ફર્સ્ટ લૂક પોસ્ટર્સ રિલીઝ, અજય-સૈફના દમામદાર લૂક (Watch Here)

બોલિવુડમાં હાલના સમયમાં ઐતિહાસિક ફિલ્મો ખૂબ સારી બની રહી છે અને તેમનું પ્રમાણ પણ ખાસ્સું વધ્યું છે ત્યારે વધુ એક ઐતિહાસિક ડ્રામા ફિલ્મ ‘તાનાજી’ના ફર્સ્ટ લૂક પોસ્ટર્સ સામે આવી ગયા છે. ફિલ્મના મેકર્સે આજે, સોમવારે ફિલ્મના ફર્સ્ટ લૂક પોસ્ટર્સ શેર કર્યા છે. પોસ્ટર્સમાં અજય દેવગણ તાનાજીના મુખ્ય પાત્રમાં દેખાઈ રહ્યા છે. તેમની સાથે જ ફિલ્મમાં કાજોલ અને સૈફ અલી ખાન પણ દેખાશે.

WhatsApp Image 2019-10-21 at 3.48.43 PM (1)

‘તાનાજી: ધ અનસંગ વોરિયર’ નામ સાથે રજૂ થયેલા પોસ્ટર્સમાં અજય દેવગણ છત્રપતિ શિવાજી મહારાજના સેનાપતિ તાનાજી માલુસરેના દમદાર પાત્રમાં દેખાઈ રહ્યા છે. જ્યારે એક અન્ય પોસ્ટરમાં તેમની સામે સૈફ અલી ખાન ફરીથી એક વખત નેગેટિવ રોલમાં આકર્ષક લાગી રહ્યા છે. તેઓ ઉદય ભાણનું પાત્ર ભજવી રહ્યા છે. ફિલ્મમાં આ ઉપરાંત કાજોલ પણ છે. આ પણ વાંચો: ઈદ 2020 પર ‘રાધે’ ફાઈનલ, સલમાને હેશટેગ સાથે મોશન પોસ્ટર શેર કર્યું

WhatsApp Image 2019-10-21 at 3.48.43 PM

અજય દેવગણે ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર શેર કરતાં લખ્યું છે: “તલવારની જેમ તેજ દિમાગ હતું… તાનાજી – ધ અનસંગ વોરિયર, સિનેમાઘરોમાં 10 જાન્યુઆરી, 2020.” અજય દેવગણ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મને 3Dમાં પણ દેખાડવામાં આવશે. અજય દેવગણ, ભૂષણ કુમાર અને કૃષણ કુમાર દ્વારા નિર્મિત આ ફિલ્મને ઓમ રાવતે નિર્દેશિત કરી છે.

0 comments on “‘તાનાજી’ના દમદાર ફર્સ્ટ લૂક પોસ્ટર્સ રિલીઝ, અજય-સૈફના દમામદાર લૂક (Watch Here)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: