Television

મોદીને મળી તારક મહેતાની ટીમ, વડાપ્રધાને કરી સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાની અપીલ

છેલ્લા કેટલાક સમયથી તારક મહેતા કા ઉલટા ચશ્મા શો દયાબેનની વાપસીને લઈને ચર્ચામાં છે. શોમાં દિશા વાકાણીની એન્ટ્રી થવાની છે કે નહીં તે અંગે અટકળો થઈ રહી છે. તો બીજી તરફ તારક મહેતાની ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી તે ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે.

View this post on Instagram

This is indeed a proud moment👍🙏👌

A post shared by Ambika (@hasmukhi) on

શનિવારે મહાત્મા ગાંધીની ૧૫૦મી વર્ષગાંઠ પર પીએમ નરેન્દ્ર મોદીએ ફિલ્મ-જગતની જાણીતી હસ્તીઓની મુલાકાત લીધી હતી. આ ખાસ પ્રસંગે પીએમ મોદીએ અનેક સેલેબ્સને આમંત્રિત કર્યા જેમાં તારક મહેતા કા ઉલટા ચશ્માની ટીમ પર હાજર રહી હતી. કાર્યક્રમમાં પીએમ મોદીએ #ChangeWithin કેમ્પેઈન મારફતે સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાની અપીલ કરી હતી.

શોની વાત કરીએ તો ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’એ ૨૮૦૦ એપિસોડ પૂરા કર્યા છે અને ટોપ-૧૦માં તેની ટીઆરપી રહી છે. અગાઉ એવા સમાચાર હતા કે દિશા વાકાણી દયાબેન તરીકે પાછી ફરશે પણ તેના પતિ મયૂર પાડિયાએ એ સમાચાર નકાર્યા હતા. એ પછી એપિસોડનું પ્રસારણ થતા દર્શકોને ખ્યાલ આવી ગયો હતો કે દિશા ફક્ત એક એપિસોડ પૂરતી દેખાવાની હતી.

ગોકુલધામના દિલની ધડકન ‘બબિતાજી’ને હેપ્પી બર્થ ડે!

0 comments on “મોદીને મળી તારક મહેતાની ટીમ, વડાપ્રધાને કરી સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાની અપીલ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: