Bollywood

વાયરલ બન્યો કબીર સિંહની ‘પ્રીતિ’ સાથે જોડાયેલો આ મીમ, કિઆરાએ આપી આવી પ્રતિક્રિયા

શાહિદ કપૂર અને કિઆરા અડવાનીની ફિલ્મ ‘કબીર સિંહ’નો કમાલ હજુ પણ કાયમ છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડ્યા અને ચાહકો હજુ પણ ફિલ્મ જોઈને તેના સીન્સ શેર કરે છે અને મીમ પણ બનાવે છે. શાહિદે આ ફિલ્મમાં કબીર સિંહ અને કિઆરા અડવાનીએ પ્રીતિનો રોલ કર્યો છે. પ્રીતિ સાથે જોડાયેલો એક મીમ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને કિઆરા પણ પોતાનું હસવું રોકી શકી નથી.

70912371_557015274858594_2348212135284033866_n

ફિલ્મમાં એક સીન હોય છે કે જ્યારે કબીરને ખબર પડે છે કે હોલી પર કેટલાક વિદ્યાર્થીઓએ તેની ગર્લફ્રેન્ડ પ્રીતિને રંગ લગાડ્યો છે ત્યારે કબીર સિંહ બોલે છે- ‘કિસને ટચ કિયા ઉસકો..’ આનાથી જોડાયેલો એક મીમ યુઝરે શેર કર્યો છે. ફોટોમાં એક વ્હાઈટ કલરનું ચાર્જર સ્વિચ બોર્ડમાં લગાવેલું જોવા મળે છે.

રસપ્રદ વાત એ છે કે ચાર્જર પર પ્રીતિ લખવામાં આવ્યું છે. પોસ્ટ મૂકીને યુઝરે  લખ્યું છે કે, “હવે કોઈ મારું ચાર્જર ટચ નહીં કરે.” કિઆરાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં આ શેર કરીને લખ્યું કે આ અત્યારસુધીનો બેસ્ટ મીમ.

…તો સુપરહીટ ‘કબીર સિંહ’માં અર્જુન કપૂર હોત! જાણો શા કારણે છોડવી પડી ફિલ્મ

preeti c.jpg

Image source: Instagram

0 comments on “વાયરલ બન્યો કબીર સિંહની ‘પ્રીતિ’ સાથે જોડાયેલો આ મીમ, કિઆરાએ આપી આવી પ્રતિક્રિયા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: