Bollywood

ઈદ 2020 પર ‘રાધે’ ફાઈનલ, સલમાને હેશટેગ સાથે મોશન પોસ્ટર શેર કર્યું

પોતાના દુનિયાભરના ચાહકોને ખુશ કરી દેતા સલમાન ખાને પહેલાં ‘દબંગ 3’નું અને હવે ‘રાધે’નું મોશન પોસ્ટર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે. પ્રભુદેવાની સાથે આ વર્ષે ક્રિસ્ટમસ પર ‘દબંગ 3’ અને આવતા વર્ષે ઈદ પર ‘રાધે’ સાથે સલમાન બોક્સ ઓફિસ પર કડાકો બોલાવવા તૈયાર છે. ‘રાધે – યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ નામે આ ફિલ્મમાં સલમાન લીડ રોલમાં જોવા મળશે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સલમાને એક વિડીયો શેર કરતાં ‘રાધે’ના ઈદ પર આવવાની જાણકારી આપી હતી.

આવતા વર્ષે, 2020ની ઈદ પર રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘રાધે’નું સત્તાવાર એલાન કરતાં લખ્યું હતું, “આપ હી ને પૂછા થા ‘દબંગ 3’ કે બાદ ક્યા? શું અને ક્યારે? આ રહ્યો જવાબ – #EidRadheKi.” સલમાનના આ બંને પ્રતિષ્ઠિત પાત્રો (ચુલબુલ પાંડે અને રાધે) પ્રત્યેની દીવાનગીથી હર કોઈ વાકેફ છે અને આ જ કારણ છે કે વિડીયોએ ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. ચાહકોમાં ભાઈજાન પ્રત્યે ઝનૂન દેખાઈ રહ્યું છે. બોલિવુડની આ ડાયનેમિક જોડીએ બોક્સ ઓફિસ પર ઘણી હીટ ફિલ્મો આપી છે અને હવે પોતાના બંને પ્રિય પાત્રોને ફરીથી ફિલ્મી પરદે જોવા દર્શકો આતૂર છે. આ પણ વાંચો: ‘બિગ બોસ’નો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો, સલમાન ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

પ્રભુદેવા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘દબંગ 3’ સલમાન ખાન ફિલ્મ્સના બેનર તળે બની છે જેના પ્રોડ્યુસર્સ સલમા ખાન, અરબાઝ ખાન અને નિખિલ દ્વિવેદી છે. આ ફિલ્મ 20 ડિસેમ્બર, 2019ના દિવસે રિલીઝ થશે, જ્યારે ‘રાધે’ પણ પ્રભુદેવા દ્વારા નિર્દેશિત છે અને તેને પ્રોડ્યુસ કરી છે સોહેલ ખાન અને સલમા ખાને. આ ફિલ્મ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થશે.

Image Courtesy: Instagram/ radhe

0 comments on “ઈદ 2020 પર ‘રાધે’ ફાઈનલ, સલમાને હેશટેગ સાથે મોશન પોસ્ટર શેર કર્યું

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: