કસૌટી ઝિંદગી કીમાંથી મિસ્ટર બજાજ એટલે કે કરણ સિંહ ગ્રોવરની એક્ઝીટ ચર્ચાનો વિષય બની ગઈ છે. કરણે સોશિયલ મીડિયા પર પોતે શો છોડી રહ્યો છે તેવી જાહેરાત કરી હતી. હવે સમાચાર છે કે તેની એક્ઝીટ પાછળ કોમોલિકાની એન્ટ્રી છે.
સોર્સ મુજબ, શોમાં હવે કોમોલિકા એટલે કે આમના શરીફ જોવા મળશે. શોનો ટ્રેક કોમોલિકા આસપાસ ફરશે. તો બીજી બાજુ મિસ્ટર બજાજ અને તેની ફેમિલીને થોડા સમય માટે ગાયબ કરી દેવામાં આવશે. આ કારણે જ કરણે આ શો છોડી દીધો છે.
‘કસૌટી..’ની ‘પ્રેરણા’ એરિકા ફર્નાન્ડિઝ બની વોર્ડરોબ માલફંક્શનનો ભોગ (Watch Video)
જો કે, મેકર્સ મિસ્ટર બજાજ માટે બહુ જલ્દીમાં છે. તો કરણે ALT બાલાજીની વેબ સિરીઝ બોસની બીજી સિઝનનું શુટિંગ શરુ કરી નાખ્યું છે. ‘કસૌટી..’માં જો મિસ્ટર બજાજનો ટ્રેક પાછો લાવવામાં આવશે તો કરણ પાછો શોમાં આવી શકે છે.
Image source: Instagram
0 comments on “આમના શરીફને લીધે કરણ સિંહ ગ્રોવરે છોડ્યો ‘કસૌટી ઝિંદગી કી’ શો?”