Bollywood

આ હોલિવુડ પ્રોજેક્ટ માટે પહેલી વાર બહેન પ્રિયંકા સાથે કામ કરશે પરિણીતી

ચોપરા સિસ્ટર્સ એટલે કે પ્રિયંકા ચોપરા અને પરિણીતી ચોપરા બંને અભિનેત્રીઓ પોતાની અલગ ઓળખ ધરાવે છે. આ બંને પહેલી વાર સાથે કામ કરવા જઈ રહી છે.

પ્રિયંકા અને પરિણીતી ટૂંક સમયમાં હોલીવુડ ફિલ્મ ફ્રોઝન 2માં પોતાનો અવાજ આપશે. તેમણે સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી હતી. તેમણે કેપ્શનમાં લખ્યું કે, મિમી (પ્રિયંકા) અને તિષા (પરિણીતી) હવે બનશે એલ્સા અને એના. અમે ચોપરા સિસ્ટર્સ ફાઈનલી ડિઝનીની ફ્રોઝન ૨માં સાથે દેખાશું.

ફ્રોઝન ૨નું નિર્દેશન જેનિફર લી અને ક્રિસ બક દ્વારા થયું છે. આ ફિલ્મ આવતા મહિને એટલે કે ૨૨ નવેમ્બરના રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે એનિમેટેડ ફિલ્મ ફ્રોઝનને દર્શકોએ ખૂબ પસંદ કરી છે. ફિલ્મમાં બે બહેનોની વાર્તા છે જેમાં એક બહેન પાસે દરેક વસ્તુને બરફમાં રૂપાંતર કરવાની શક્તિ રહેલી છે. તો બીજી બહેન સામાન્ય લોકોની જેમ મજબૂત છે અને તે પોતાની બહેનને તેની શક્તિને લીધે થઈ રહેલી મુશ્કેલીઓમાંથી બહાર કાઢે છે.

અમદાવાદની મહેમાન બની પ્રિયંકા ચોપરા, ગરબામાં મચાવી ધૂમ (જુઓ વાયરલ વિડીયો)

Image source: Instagram

0 comments on “આ હોલિવુડ પ્રોજેક્ટ માટે પહેલી વાર બહેન પ્રિયંકા સાથે કામ કરશે પરિણીતી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: