Television

રશ્મિ દેસાઈને ‘દિલ સે દિલ તક’ શોમાંથી કાઢવા માગતો હતો સિદ્ધાર્થ શુક્લા!

‘બિગ બોસ 13’ ના સ્પર્ધકો રશ્મિ દેસાઇ અને સિદ્ધાર્થ શુક્લાના દુશ્મનાવટ ભર્યા સંબંધો આજે હેડલાઇન્સ બની ગયા છે. પહેલા દિવસથી જ રશ્મિ-સિદ્ધાર્થ શોમાં એક બીજા સાથે લડતા જોવા મળ્યા હતા. બંને એ ટીવી શો ‘દિલ સે દિલ તક’ માં સાથે કામ કર્યું છે. ત્યારે પણ તેમની વચ્ચે ઝઘડો થયાના સમાચારો મળતા. બુધવારના એપિસોડમાં રશ્મિ દેસાઇએ સિદ્ધાર્થ શુક્લા વિશે મોટો ખુલાસો કર્યો છે.

73521773_140018337352325_6190066759539837913_n.jpg

દેવોલિના ભટ્ટાચારજી, સિદ્ધાર્થ ડે અને રશ્મિ દેસાઈ એકબીજાની સાથે વાતચીત કરી રહ્યા હતા. ત્યારે રશ્મિએ કહ્યું કે, સિદ્ધાર્થ શુક્લા ઇચ્છતા હતા કે મને ટીવી શો ‘દિલ સે દિલ તક’ માંથી રિપ્લેસ કરવામાં આવે. રશ્મિએ કહ્યું- પરંતુ નિર્માતાઓ શુક્લાથી નાખુશ હતા, તેથી તેઓએ સિદ્ધાર્થને રિપ્લેસ કર્યો. બાદમાં મેં શો છોડી દેવાનો નિર્ણય કર્યો હતો અને તે પછી તો શો જ બંધ થયો હતો.

71969845_161877774885661_4688822172269978261_n

બીજી તરફ, આરતી સિંહ અને સિદ્ધાર્થ શુક્લા વોશરૂમમાં વાતચીત કરે છે, જ્યાં આરતી એક્ટરને રશ્મિની વાતો દેવોલિનાને કહેવા માટે કહે છે. પરંતુ સિદ્ધાર્થ શુક્લા આ માટે ના પાડે છે અને ત્યારે જ બંનેને ખ્યાલ આવી જાય છે કે રશ્મિ વોશરૂમ એરિયામાં જ છે.હાલ સિદ્ધાર્થ શુક્લા શોમાં બધાનો ટાર્ગેટ છે.

‘બિગ બોસ’નો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો, સલમાન ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

પહેલા સિદ્ધાર્થ શુક્લા અને દેવોલિના ભટ્ટાચારજી વચ્ચે સારી મિત્રતા હતી. પરંતુ હવે સિદ્ધાર્થ અને દેવોલિના વચ્ચેના સંબંધો બદલાયા છે. બંને એકબીજાની સાથે લડતા જોવા મળે છે. બુધવારના એપિસોડમાં દેવોલિનાએ સિદ્ધાર્થ શુક્લા પર ઘર વહેંચવાનો આરોપ પણ લગાવ્યો હતો.

18299531_832227993590855_7324940288080740352_n

‘બિગ બોસ’માં સિદ્ધાર્થ શુક્લાને તેના અપશબ્દોના લીધે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. પહેલા તેણે મહિરાના ચહેરાની તુલના તેના બૂટ સાથે કરી. પછી ગુસ્સામાં તેણે રશ્મિ દેસાઈને કમીની કીધી. સોશિયલ મીડિયા પર યુઝર્સ સિદ્ધાર્થની ટીકા કરી રહ્યા છે. હવે જોવાનું એ છે કે સપ્તાહના અંતમાં સલમાન ખાન આના પર કેવી પ્રતિક્રિયા આપે છે.

Image source: Instagram

0 comments on “રશ્મિ દેસાઈને ‘દિલ સે દિલ તક’ શોમાંથી કાઢવા માગતો હતો સિદ્ધાર્થ શુક્લા!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: