Bollywood

જેણે રણવીર સિંહને ખિલજી લુક આપ્યો, તેણે જ સૈફ અલી ખાનને બનાવ્યો નાગા સાધુ

બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન તેની નવી ફિલ્મ ‘લાલ કપ્તાન’ને લઇને ચર્ચામાં છે. ફિલ્મમાં તે નાગા સાધુની ભૂમિકામાં જોવા મળશે. સૈફે પહેલીવાર આવી ભૂમિકા નિભાવી છે અને આ તેના માટે ખૂબ જ પડકારજનક હતી. દર્શન યાવલેકરે અભિનેતાનો આ લુક તૈયાર કર્યો છે. દર્શન એ જ વ્યક્તિ છે જેમણે પદ્માવત માટે રણવીર સિંહને અલાઉદ્દીન ખિલજીનો લુક આપ્યો હતો. ખિલજી પરના રણવીરના લુકથી લોકો ખૂબ પ્રભાવિત થયા હતા. દર્શન કહે છે કે સૈફને નાગા સાધુનો લુક આપવો સહેલો નહોતો.

ઇન્ટરવ્યુ દરમિયાન દર્શને કહ્યું કે, નાગા સાધુ એટલે એક એવો માણસ કે જે પોતાના સામાજિક જીવન સહિતની દરેક બાબતોનો ત્યાગ કરે. આ સાધુ હંમેશાં રાખથી ઢંકાયેલા હોય છે, જે સફેદ પાવડર જેવું હોય છે. કારણ કે તેઓ ભગવાનના માર્ગને અનુસરે છે, તેથી તેઓ પોતાના વિશે વિચારતા નથી. તેઓ ક્યારેય તેમના વાળ અથવા દાઢી કાપતા નથી આથી જટા હોવી સ્વાભાવિક છે. અહિંથી જ આ લુક માટે પ્રેરણા મળી હતી.

રૂંવાડા ઉભા કરી દેશે ‘લાલ કપ્તાન’નું આ ટ્રેલર, જુઓ સૈફ અલી ખાનનો ખૂની ખેલ

71119313_956992757999301_9043140365740730975_n

લાંબા વાળ અને જટાઓ પર કામ
સૈફે કહ્યું, “નાગા લુક ખૂબ જ વાસ્તવિક, જુદો અને સાહસિક હોય છે. તેને સૈફ પર જીવંત કરવાનો વિચાર હતો. હવે આ માટે અમારે લાંબા વાળ, જટા અને દાઢી પર કામ કરવાનું હતું, તેથી મેં સૈફને વાળ અને દાઢી વધારવા કહ્યું કારણ કે તે પછી જ આપણે વાસ્તવિક વાળ અને એક્સ્ટેંશન વચ્ચે એક સહજ મિશ્રણ બનાવી શકીએ.

ફિલ્મોની સાથે લુક પર જબરદસ્ત મહેનત કરી રહ્યો છે સૈફ, આ ફિલ્મ માટે ૧૧ કિલો વજન ઘટાડ્યું

દર્શને કહ્યું કે, પ્રથમ લુક બે કલાક સુધી ચાલ્યો. નિર્દેશક અને પ્રોડક્શન જ નહીં, સૈફે પણ ખૂબ ધીરજ રાખેલી કારણ કે તેઓ જાણતા હતા કે આપણે એવું કંઈક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે આપણા કમ્ફર્ટ ઝોનની બહારની વસ્તુ છે. એવું નથી કે, હું દરરોજ આવા મુશ્કેલ લુક બનાવું છું, તેથી મારે પણ સુધારો કરવો અને પ્રયોગ કરવો પડ્યો. આ ફિલ્મનું દિગ્દર્શન નવદીપ સિંહે કર્યું છે. આ ફિલ્મ 18 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.

0 comments on “જેણે રણવીર સિંહને ખિલજી લુક આપ્યો, તેણે જ સૈફ અલી ખાનને બનાવ્યો નાગા સાધુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: