ગુજરાતી સિનેમા Review

‘રઘુ CNG’ની રિક્ષા દોડશે કે નહીં? વાંચો કેવી છે આ ગુજરાતી ફિલ્મ, મળ્યા કેટલા સ્ટાર?

આજે ગુજરાતી ફિલ્મો માટે એક તદ્દન નવો વિષય કહી શકાય તેવી ફિલ્મ આવી છે- ‘રઘુ CNG’. અમદાવાદ, વડોદરા અને સુરત બાદ રાજકોટને ફિલ્મમાં જોઈને ગમ્યું.

~By Bhavin Rawal

એક્ટર્સઃ ચેતન દૈયા, ઈથન, જગજીતસિંહ વાઢેર, શર્વરી જોશી
ડિરેક્ટરઃ વિશાલ વડા વાલા
રાઈટર્સઃ સંજય મારવાણિયા, જય પરમાર

સ્ટાર: 2.5

69794095_2531079453620349_5504036878002683904_o.jpg

આજે ગુજરાતી ફિલ્મો માટે એક તદ્દન નવો વિષય કહી શકાય તેવી ફિલ્મ આવી છે- ‘રઘુ CNG’. અમદાવાદ, વડોદરા અને સુરત બાદ રાજકોટને ફિલ્મમાં જોઈને ગમ્યું. ચાલો એક વાત તો છે કે નવી જગ્યાના કલાકારો અને નવી જગ્યાઓ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્સપ્લોર થઈ રહી છે. પણ પ્રયોગ ત્યારે જ સારો ગણાય જ્યારે સક્સેસ થાય. તો કેવી છે ફિલ્મ? એક પ્રયાસ સફળ રહ્યો છે કે નહીં ? એ તો આગે આગે રિવ્યુ વાંચેંગે તો જ તો ખબર પડેંગાના!

શરૂ કરીએ ફિલ્મની સ્ટોરીથી
ફિલ્મનું ટ્રેલર તમે જોયું હશે, તો સ્ટોરી તમને ખ્યાલ આવી જ ગઈ હશે. રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી ફિલ્મ શરૂ થાય છે. શરૂ થાય છે એક રિક્ષા ડ્રાઈવરના મર્ડરથી, પછી થાય છે બે કિડનેપિંગ. આ કિડનેપિંગ મર્ડર કોણ કરે છે એ તો બતાવી જ દીધું છે. કિડનેપર છે ઓટો ડ્રાઈવર રઘુ, જે બે પેસેન્જરને કિડનેપ કરે છે. અને પછી તેમને દર્દ આપે છે. અને કાનૂન કે હાથ તો બહોત લંબે હોતે હૈ. તો રઘુ પકડાઈ તો જાય છે. પણ વાર્તામાં ટ્વિસ્ટ એ છે કે પાત્રો ભૂમિ અને ધવલ કિડનેપ કેમ થાય છે ? હવે બધું જ હું કહી દઈશ તો થિયેટરમાં કોણ જશે ? (હા, જવું કે નહીં એ આ વાંચ્યાં પછી તમે નક્કી કરજો!)

68646551_2501713666556928_687924886030516224_o

એક્ટિંગ બોલે તો…
આ ફિલ્મની સારી વાત છે એક્ટર ઈથન. રઘુના પાત્રમાં ઈથનનો પ્રયાસ બહુ સારો છે. આ ફિલ્મ બાદ ઈથન પાસે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની અપેક્ષા વધી જવાની છે! જ્યારે જ્યારે તે સ્ક્રીન પર આવે છે ત્યારે એક સ્પાર્ક અનુભવાય છે.  ઈથન (રઘુ)ના ભાગે ઘણા એવા સીન છે, જેમાં તેની શાનદાર પર્ફોમન્સ બોલે છે. જગજીતસિંહ વાઢેરની આ ડેબ્યુ ફિલ્મ છે, પણ એ ગુજરાતી ફિલ્મોના જ્હોન અબ્રાહમની જેમ એક્સપ્રેશનલેસ લાગે છે. શર્વરી જોશી વન્સ અગેઈન સ્ક્રીન પર ગોર્જિયસ લાગે છે. શર્વરી કન્વિન્સિંગ છે. અને ચેતન દૈયા પાસેથી પણ ઘણી અપેક્ષાઓ હતી, પણ સ્ક્રીપ્ટ કા ક્યા કરોગે ભાઈ!

અહીં ‘CNG’ની જરૂર હતી…
ફિલ્મ એક મર્ડરથી શરૂ થાય ત્યારે જે હાઈપ ક્રિએટ થાય છે એ જળવાતો નથી. ફિલ્મની પહેલી જ સિકવન્સ એક જબરજસ્ત અપેક્ષા ઉભી કરી દે છે. રામન રાઘવ 2.0 જેવી ફિલ્મ હોવાની અપેક્ષા સાથે તમે જોવાનું શરૂ કરો અને ઈન્ટરવલ આવતા સુધીમાં આ અપેક્ષા ધૂળધાણી થઈ જાય છે. ઈન્ટરવલ પછી તો એવું પણ લાગે કે આ તો ટેબલ નંબર 21 જેવું થઈ રહ્યું છે. સરવાળે વાત એ છે કે ફિલ્મની સ્ટોરીમાં ઘણા લૂપ હોલ્સ છે. પ્રયાસ સારો છે, પણ માત્ર પ્રયાસ જ રહી ગયો છે. એક સાઈકોલોજિકલ થ્રિલર બનાવવામાં ડિરેક્ટર અને રાઈટર્સ બંને થોડા નબળા પડ્યા છે. રાઈટિંગમાં લૂપ હોલ્સ છૂટે છે. કિડનેપ થયેલા બે વ્યક્તિઓ એકબીજા સાથે ફ્લર્ટ કરે એ વાત પચાવવી ઘણી અઘરી છે !! (યાર એક ઓરડીમાં પૂરાયેલા લોકો બચવા મરણિયો પ્રયાસ કરે કે બાજુવાળાને લાઈન મારે ?) અને ગીત પણ જાણે પ્રિ વેડિંગ શૂટ!! સરવાળે પ્લોટ સારો છે, પણ સ્ક્રીપ્ટ નબળી છે, એટલે એક્ઝિક્યુશન પણ નબળું જ થયું છે.

પોઝિટિવ પોઈન્ટ
આખી ફિલ્મનો પોઝિટિવ પોઈન્ટ એ છે કે નવા કલાકારો, નવા વિષયો, નવા લોકેશન્સ પર પ્રયત્ન થઈ રહ્યા છે. ગુજરાતી ફિલ્મોના ચાહક તરીકે આશા એટલી જ રાખવી કે આવા પ્રયાસો હજી મજબૂત રીતે થતા રહે.

@Bhavin Rawal

0 comments on “‘રઘુ CNG’ની રિક્ષા દોડશે કે નહીં? વાંચો કેવી છે આ ગુજરાતી ફિલ્મ, મળ્યા કેટલા સ્ટાર?

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: