Bollywood

સ્મિતા પાટિલને હતો અમિતાભ સાથે થયેલી દુર્ઘટનાનો અંદેશો, અડધી રાતે ફોન કર્યો હતો

વીતેલા જમાનાની બહેતરીન અભિનેત્રી સ્મિતા પાટીલનો આજે જન્મદિવસ છે. તેઓ બોલીવુડનો એક આશાસ્પદ ચહેરો હતા. તે 70થી 80ના દાયકા સુધી પોતાના અભિનયના જોર પર સફળ તો થઈ જ આ ઉપરાંત તેમણે કેટલાક નારીવાદી સમૂહોને સમર્થન પણ આપ્યું. તેમણે અભિતાભ બચ્ચન સાથે બે ફિલ્મોમાં કામ કર્યું. ‘આજ રપટ જાયે’ ગીતમાં બંનેની કેમેસ્ટ્રી વખાણવામાં આવી હતી.

46707255_560203564392922_2910192092845124692_n

અભિતાભ બચ્ચને એક ખુલાસો કરતા જણાવ્યું હતું કે, તેમને ફિલ્મ કુલીના સેટ પર થયેલી જીવલેણ ઈજા અંગે સ્મિતા પાટીલને પહેલાથી જ અંદેશો આવી ગયો હતો. સ્મિતા પાટીલના 60મા જન્મદિવસની એક ઈવેન્ટ પર અમિતાભે સ્મિતા પાટીલને યાદ કરતા આ વાત કરી હતી.

સદાબહાર રેખાનો જન્મદિવસ: જેમની આંખોની મસ્તીના આજે પણ હજારો મસ્તાના છે

અમિતાભ અને સ્મિતાએ શક્તિ અને નમકહલાલ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. અમિતાભે જણાવ્યું કે પોતાને કુલીના સેટ પર ઈજા થઈ તેના એકદિવસ અગાઉ સ્મિતા પાટીલને એક ખરાબ સ્વપ્ન આવ્યુ હતું. અમિતાભ આ સમયે ફિલ્મના શુટિંગ માટે બેંગ્લોરમાં હતા. સ્મિતાએ આ વાત જણાવવા તેમને રાત્રે 2 વાગે ફોન કર્યો હતો.

12599164_876481392462874_782011639_n

અમિતાભ જણાવે છે કે તે ચોંકી ગયા હતા કારણકે આટલી મોડી રાત્રે તેમણે ક્યારેય સ્મિતા સાથે વાત ન કરી હતી. મને લાગ્યું કે કોઈ જરૂરી કામ હશે માટે જ તેમને આટલો મોડો ફોન કર્યો હશે. સ્મિતાને સપનું આવ્યું હતું કે અમિતાભ ઘાયલ થઈ ગયા છે તેમણે આ જણાવવા માટે તેમને ફોન કર્યો હતો. અમિતાભે હસતા હસતા જણાવ્યું કે સ્મિતાજી હું ઠીક છું તમે પરેશાન ન થતા.

બીમારી વખતે ઈલાજ કરી રહેલા ડોક્ટરથી વૈજયંતી માલાને પ્રેમ થઈ ગયો હતો, પછી..

73180903_161705155020676_3207743820596853765_n

બિગ બીના જણાવ્યા મુજબ બીજા દિવસે જ કુલી ફિલ્મના સેટ પર આ ઘટના બની જે સ્મિતાજીએ જણાવી હતી. 1982માં કુલી ફિલ્મના શુટિંગ દરમિયાન અમિતાભ જીવલેણ રીતે ઘાયલ થયા અને આખો દેશ તેમની તંદુરસ્તી માટે પ્રાર્થના કરવા લાગ્યો. અમિતાભના સાથે ફાઈટ સીનમાં રહેલા પુનિત ઇસ્સાર આ સમયે ઘણા પરેશાન અને ડરેલા હતા કારણકે ઘણા લોકો અમિતાભની આવી હાલત માટે પુનિતને જવાબદાર માનતા હતા.

મીના કુમારીને ‘ત્રણ તલાક’નો સામનો કર્યા બાદ ઝીનત અમાનના પિતાથી લગ્ન કરવા પડ્યા હતા!

69538275_480750709436983_7370379977839991179_n

1986માં પુત્ર પ્રતીક બબ્બરને જન્મ આપ્યા બાદ 6 જ કલાકમાં સ્મિતા પાટીલનું દુઃખદ નિધન થયું. સ્મિતાએ પોતાની કારકિર્દીમાં 2 નેશનલ એવોર્ડ જીત્યા અને 80થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. આજે પણ સ્મિતા પાટીલને એક પ્રભાવશાળી અભિનેત્રી તરીકે યાદ કરવામાં આવે છે.

Image source: Instagram

0 comments on “સ્મિતા પાટિલને હતો અમિતાભ સાથે થયેલી દુર્ઘટનાનો અંદેશો, અડધી રાતે ફોન કર્યો હતો

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: