Bollywood

‘બાહુબલી’થી જોડાયેલો આ અભિનેતા એક સમયે ચોર બજારથી કપડા-બૂટની ખરીદી કરતો હતો

ફિલ્મ અભિનેતા શરદ કેલકરે સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ બાહુબલીના હિંદી વર્ઝનમાં પોતાનો અવાજ આપ્યો છે. આ ફિલ્મ સુપરહિટ બની હતી. શરદ જણાવે છે કે તે દિલ્હીનો નથી છતાં પણ લોકો તેને દિલ્હીનો છોકરો માને છે. શરદ કેલકર ‘હાઉસફુલ 4’માં પણ જોવા મળશે.

શરદ તેની દિલ્હી સાથે જોડાયેલી યાદો અંગે જણાવે છે કે તે દિલ્હીના ચોર બજારમાંથી ખરીદી કરતો હતો. દિલ્હીની આ જગ્યા સસ્તા ભાવે મળતા બ્રાન્ડેડ જુતા અને કપડાં માટે જાણીતી છે.

69306637_1126150780916783_5016101896202633046_n

શરદ જણાવે છે કે, તે ગ્વાલિયરની એક સ્પોર્ટ્સ કોલેજમાં ભણતો હતો અને તે સમયે તેની પાસે બ્રાન્ડેડ ચીજવસ્તુઓ ખરીદવા માટે પૂરતા પૈસા ન હતા. આથી તેઓ આવી વસ્તુઓ ખરીદવા માટે રાતભર મુસાફરી કરીને દિલ્હી આવતા હતા. “હું આ શહેરને જાણું છું પરંતુ તેના રસ્તા ભ્રમિત કરી દે તેવા છે. હું ખાવાનો શોખીન છું આથી હું એવી જગ્યાઓ ખાસ જાણું છું જ્યાં સારું ખાવાનું મળતું હોય. કમલા નગર અને બંગાળી માર્કેટ જેવા સ્થાનો સાથે મારી યાદો જોડાયેલી છે.”

ઇવેન્ટમાં આલિયા ભટ્ટના મોંમાંથી અપશબ્દો નીકળી ગયા, કરીના કપૂરે કહ્યું- જુઓ આ છે આજની પેઢી!

69477880_138898620811906_7023225733053691471_n

શરદે જણાવ્યું કે તે દિલ્હીનો નથી પરંતુ તેના દિલ્હીના મિત્રો આ કારણે લોકો તેને કદાચ દિલ્હીનો ગણે છે. મારી બોડી અને બોડી લેન્ગવેજના કારણે હું જાટ લાગુ છું આથી લોકો મને દિલ્હીનો માની લે છે. જ્યારે હું તેમને જણાવું છું કે હું મહારાષ્ટ્રનો છું તો તેઓ આ વાત જલ્દી માનતા નથી.

‘હેલો કૃષ્ણા જી’ જ્યારે રિપોર્ટરનો ફોન ઉપાડીને વાત કરવા લાગ્યો અક્ષય કુમાર (જુઓ વાયરલ વિડીયો)

Image source: Instagram

0 comments on “‘બાહુબલી’થી જોડાયેલો આ અભિનેતા એક સમયે ચોર બજારથી કપડા-બૂટની ખરીદી કરતો હતો

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: