Television

નચ બલિયેમાં જજીસ-કોરિયોગ્રાફર વચ્ચેની લડાઈના સમાચારો TRPનો ભાગ હતા?

‘નચ બલિયે 9’ ટીવીની દુનિયાનો એક વિવાદાસ્પદ શો માનવામાં આવે છે. સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે 9’ સ્પર્ધકોના ડાન્સ કરતા તેના વિવાદોને કારણે ચર્ચામાં વધુ છે. શોમાં શરૂઆતથી જ નાટક, કોન્ટ્રોવર્સી, લડાઇ અને ઝઘડા જોવા મળી રહ્યા છે.

નચ બલિયે ૯: ડાન્સ કરતી વખતે મધુરિમા તુલી સ્ટેપ્સ ભૂલી ગઈ, પછી..

તાજેતરમાં, ‘નચ બલિયે 9’ વિશે સમાચાર આવ્યા હતા કે, શોના કોરિયોગ્રાફરોએ જજીસની અસભ્ય ટિપ્પણીઓ બાદ શોનો બહિષ્કાર કર્યો છે. પરંતુ નવા અહેવાલો એવો દાવો કરી રહ્યા છે કે, શોમાં એકપણ બાબતે જજીસ અને કોરિયોગ્રાફરો વચ્ચે કોઈ લડાઈ થઈ નથી. પરંતુ શોની ટીઆરપીને વેગ આપવા માટે આવી બધી કોન્ટ્રોવર્સીઅલ વાર્તાઓ બનાવવામાં આવી રહી છે.

70706049_563063514433795_2870051234159996531_n-1.jpg

ડેક્કન ક્રોનિકલમાં પ્રકાશિત અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, “શો સંબંધિત લડાઈના સમાચાર સત્ય નથી, પરંતુ આ વાર્તાઓ જાતે જ બનાવાઈ રહી છે.” તાજેતરમાં, શોમાં કોરિયોગ્રાફર અને જજીસ વચ્ચેની લડત વિશેના સમાચાર આવ્યા હતા. જ્યારે આ તપાસવામાં આવ્યું ત્યારે, શોના જજે કહ્યું કે, સેટ પર આવું કંઈ થયું જ નથી.

નચ બલિયે ૯: શાંતનુ-ઉર્વશી બાદ હવે હોસ્ટ મનીષ પર ભડકી રવિના ટંડન, શુટિંગ અટકી પડ્યું!

71835727_143723416887294_427772666475219279_n

સૂત્રોએ વધુમાં કહ્યું કે, “આ લડાઇઓના સમાચારો જાતે જ બનાવવામાં આવ્યા છે, જેથી શોમાં લોકોની રુચિ વધારી શકાય.” આના પરથી સ્પષ્ટ થાય છે કે, આ બધી વાર્તાઓ શોની ટીઆરપીમાં જંપ આપવા માટે બનાવવામાં આવી છે.

Image source: Instagram

0 comments on “નચ બલિયેમાં જજીસ-કોરિયોગ્રાફર વચ્ચેની લડાઈના સમાચારો TRPનો ભાગ હતા?

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: