Around the WEB

‘બાર્ડ ઓફ બ્લડ’ બાદ તમિલ ફિલ્મની રિમેકમાં જોવા મળશે ‘મુક્કાબાઝ’ ફેમ વિનીત કુમાર

‘મુક્કાબાઝ’ ફેમ વિનીત કુમાર તાજેતરમાં આવેલ વેબ સિરીઝ ‘બાર્ડ ઓફ બ્લડ’માં રોલ કર્યા પછી હવે એક તમિલ ફિલ્મની રિમેકમાં જોવા મળશે. તે 2017ની તમિલ ફિલ્મ ‘Thiruttu Payale’ની રિમેકમાં કામ કરશે. આ ફિલ્મ સુસી ગણેશન દ્વારા બનાવવામાં આવી છે. આ ક્રાઇમ ડ્રામા ફિલ્મ છે. આ રિમેકનું શૂટિંગ બનારસ અને લખનૌમાં થશે. આ પહેલા વિનીત ફિલ્મ ‘મુક્કાબાઝ’ માં લીડ એક્ટરની ભૂમિકામાં દેખાયો હતો. આ સાથે જ તેણે પોતાના સમયની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ માં પણ કામ કર્યું છે.

71195338_2356460471270345_5057224288839588325_n

‘Thiruttu Payale’નો પ્રથમ ભાગ 2006માં આવ્યો હતો. આની રિમેક હિન્દીમાં પણ બનીછે. પહેલા ભાગની આ રિમેકમાં નીલ નીતિન મુકેશ મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યો હતો. આ ફિલ્મ વર્ષ 2013માં ‘શોર્ટકટ રોમિયો’ તરીકે આવી હતી. આ ફિલ્મ સુસી ગણેશનની પહેલી બોલિવૂડ ફિલ્મ હતી. બોલિવૂડ હંગામામાં છપાયેલા સમાચારો મુજબ, હવે વિનીત કુમાર આ ફિલ્મના બીજા ભાગમાં કામ કરશે.

69999412_356718368540287_8041974908620062457_n.jpg

મનોજ બાજપાઈની ‘ફેમિલી મેન’ પર ભડક્યું RSS, કહ્યું- આ સિરીઝ દેશ વિરોધી છે

આ ફિલ્મમાં એક પોલીસવાળાની વાર્તા બતાવવામાં આવી છે, જે એક મહિલાને બ્લેકમેઇલ કરનાર પુરુષનો પીછો કરી રહ્યો છે. તમિલમાં બનેલી આ ફિલ્મમાં બોબી સિમ્હા અને અમલા પોલ મુખ્ય ભૂમિકામાં હતા. જોકે, આ ફિલ્મ ના દિગ્દર્શક સુસી ગણેશન પર મીટુ નો આક્ષેપ લગાવેલ છે. તમિલની કવિયત્રી અને ફિલ્મ નિર્માતા લીના મનિમેકલાઈ દ્વારા તેમના પર આરોપ મૂકવામાં આવ્યો હતો.

‘મુક્કાબાઝ’ની સફળતા પછીથી વિનીત કુમાર ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. તાજેતરના ‘બાર્ડ ઓફ બ્લડ’ પછી તે હવે તાપસી પન્નુ અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ ‘સાંડ કી આંખ’માં પણ જોવા મળશે. આ ફિલ્મ 25 ઓક્ટોબરે રિલીઝ થશે. આ સિવાય વિનીત ‘કારગિલ ગર્લ’ નામની ફિલ્મનું શૂટિંગ પણ કરી રહ્યો છે. જાન્હવી કપૂર આ ફિલ્મ પર કામ કરી રહી છે. આ ફિલ્મ વર્ષ 2020 સુધીમાં રિલીઝ થવાની સંભાવના છે.

વિલન બનીને કમબેક કરશે શાહરુખ? હોલિવુડની એક્શન ફિલ્મની રીમેકમાં દેખાઈ શકે

Image source: Instagram

0 comments on “‘બાર્ડ ઓફ બ્લડ’ બાદ તમિલ ફિલ્મની રિમેકમાં જોવા મળશે ‘મુક્કાબાઝ’ ફેમ વિનીત કુમાર

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: