જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલ 2019માં કરિના કપૂર ખાન અને આલિયા ભટ્ટે એક વિશેષ સેગમેન્ટમાં કરણ જોહર સાથે અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. આલિયા અને કરીના બંનેએ એકબીજાની પ્રશંસા પણ કરી હતી. ઇવેન્ટની વચ્ચે એક વાર આલિયા ભટ્ટના મોંમાંથી અપશબ્દો નીકળી ગયા હતા.
કરીનાના ફેશનેબલ લુકની પ્રશંસા કરતી વખતે આલિયાના મોંમાંથી અપશબ્દો નીકળી જાય છે. જે પછી આલિયા ચૂપ થઈ જાય છે અને મોં પર હાથ રાખીને હસવા લાગે છે. કરીના કપૂર-કરણ જોહર પણ હસવા લાગે છે અને કરીના કહે છે- આ શું થઈ રહ્યું છે? અને સાથે જ રમૂજ કરતાં કરણ કહે છે કે, મેં તમને આ રીતે મોટા કર્યા છે? આલિયા કહે છે, જ્યારે તમે ઈમોશનલ થઇ જાઓ છો ત્યારે આવું થાય છે.
આલિયા કહે છે કે, મહેરબાની કરીને આ ફૂટેજ ક્યાંય પણ ના મૂકો. મને ટ્રોલિંગથી ડર લાગે છે. હું હંમેશાં ટ્રોલ થાઉ છું. હું એકદમ સામાન્ય વ્યક્તિ છું પરંતુ કેટલીકવાર કેટલીક ખરાબ ટેવો પડી જાય છે.
‘પતિ, પત્ની ઔર વો’નો ફર્સ્ટ લુક રિલીઝ, જુઓ કાર્તિક આર્યન, ભૂમિ અને અનન્યાનો લુક
જ્યારે વરુણ ધવને આલિયા ભટ્ટને અપશબ્દ કહ્યા
ઇવેન્ટની વચ્ચે કરણ જોહરને વરૂણ ધવનનો ફોન આવે છે. આલિયાએ વરુણનો ફોન ઉપાડ્યો અને કહ્યું- “વી.ડી. અમે મામી ફિલ્મ ફેસ્ટિવલમાં છીએ, તું સ્પીકર પર છો તો કંઇક સમજદારી વાળી વાત કહો.” પરંતુ વરુણને વિશ્વાસ નથી આવતો અને તે મજાકમાં અપશબ્દો કહી દે છે. આ પછી, આલિયા વરુણને કહે છે કે- અમે ખરેખર મામી ફેસ્ટિવલમાં છીએ. પછી, આ આખી વાત પર કરીના કહે છે- તમે જોઈ શકો છો કે આજની જનરેશન કેવી છે.
કરીના રેડિયો શો ‘વ્હોટ વિમેન વોન્ટ’માં સૈફનો ઇન્ટરવ્યૂ લેશે, પત્નીના સવાલોના જવાબ આપશે સૈફ
Image source: Instagram
0 comments on “ઇવેન્ટમાં આલિયા ભટ્ટના મોંમાંથી અપશબ્દો નીકળી ગયા, કરીના કપૂરે કહ્યું- જુઓ આ છે આજની પેઢી!”