Bollywood

ચીનના રાષ્ટ્રપતિએ જોઈ છે આમિર ખાનની ‘દંગલ’, PM મોદીને તેમણે કહ્યું કે..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના ચરખી-દાદરીમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. આ સમય દરમિયાન તેમણે હરિયાણાની દીકરીઓની પ્રશંસા કરી. આ જ કાર્યક્રમમાં તેમણે બોલિવૂડ ફિલ્મ ‘દંગલ’નો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, તાજેતરમાં ભારતની મુલાકાતે આવેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેમને કહ્યું હતું કે, તેમણે ‘દંગલ’ ફિલ્મ જોઈ છે અને કહ્યું કે તમારી દીકરીઓ ખૂબ હિંમતવાન છે.

આમિર ખાન, સાન્યા મલ્હોત્રા, ફાતિમા સના શેખ, ઝાયરા વસીમ અને સાક્ષી તંવર અભિનીત ફિલ્મ ‘દંગલ’ એ રેસલર ગીતા ફોગાટ અને તેની ઉપલબ્ધિઓ પર આધારિત હતી. ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે, કુસ્તીબાજ મહાવીરસિંહ ફોગાટે કેવી રીતે તેની બંને પુત્રીઓને તાલીમ આપી અને તેણે કેવી રીતે એક દિવસ ઘણા મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું. આ ફિલ્મે ભારત અને વિદેશમાં જબરદસ્ત કમાણી કરી હતી.

13628431_1159717544091458_862588630_n

બ્યુટી સ્પર્ધામાં સેકન્ડ રનરઅપને PM મોદી સંબંધિત સવાલ પૂછાયો, જવાબ થયો વાયરલ (જુઓ)

પીએમ મોદીએ કહ્યું, “આપણા ગામો દેશમાં થઈ રહેલા સામાજિક પરિવર્તનને પ્રોત્સાહન આપી રહ્યા છે. આપણા ગામો તેમની સંસ્કૃતિ અને પરંપરાઓ જાળવી રહ્યા છે અને સમાજને નવી વિચારસરણી અને નવા માર્ગ પર લઈ જઇ રહ્યા છે. દેશના ગામડાઓ પણ શૌચક્રિયાથી મુક્ત થયા છે.” ખુલ્લામાં શૌચ વિરુદ્ધ સંદેશ આપવા માટે, બોલિવૂડમાં ‘ટોઇલેટ એક પ્રેમ કથા’ નામની એક ફિલ્મ પણ બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ભૂમિ પેંડણેકર મુખ્ય ભૂમિકામાં હતા.

બોલીવુડ અને બાપુ: બોલીવુડની શરૂઆતમાં ગાંધી(જી)નું યોગદાન!!

ભારત અને ચીનમાં પણ ‘દંગલ’ની જબરદસ્ત કમાણી
‘દંગલ’ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર જ નહિં પરંતુ આ ફિલ્મ ચીનમાં પણ જબરદસ્ત હિટ રહી હતી. લગભગ 70 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 538 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને તેણે ચીની બોક્સ ઓફિસ પર પણ જોરદાર કમાણી કરી હતી. ફિલ્મ માટે આમિર ખાને પોતાનું વજન ઘણી હદ સુધી વધાર્યું હતું અને તે પછી તેને ઘટાડ્યું હતું.

આમિર ખાને પીએમ મોદીને કર્યો સપોર્ટ, સોશિયલ મીડિયા પર લખ્યું કે..

Image source: Instagram

0 comments on “ચીનના રાષ્ટ્રપતિએ જોઈ છે આમિર ખાનની ‘દંગલ’, PM મોદીને તેમણે કહ્યું કે..

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: