Bollywood

બ્યુટી સ્પર્ધામાં સેકન્ડ રનરઅપને PM મોદી સંબંધિત સવાલ પૂછાયો, જવાબ થયો વાયરલ (જુઓ)

મિસ કોહિમા બ્યુટી પેજન્ટ ૨૦૧૯ની સેકન્ડ રનરઅપ Vikuonuo Sachuનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મોડેલને સવાલ-જવાબ સેશન દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદી સંબંધિત એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. હવે Vikuonuoના જવાબની ચારેકોર ચર્ચા થઈ રહી છે.

Vikuonuo Sachuને જજ દ્વારા સવાલ પૂછવામાં આવ્યો કે, જો તેને પીએમ નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવાનો મોકો મળે તો તે શું કહેશે? ત્યારે Vikuonuo Sachuએ કહ્યું કે, “જો મને વડાપ્રધાને ઇન્વાઇટ કરી તો હું તેમને ગાયોને બદલે મહિલાઓ પર ફોકસ કરવાનું કહીશ.” તેનો આ જવાબ સાંભળીને ત્યાં હાજર દરેક વ્યક્તિ હસી પડી હતી.

૫ ઓક્ટોબરના મિસ કોહિમા બ્યુટી પેજન્ટ ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૩ વર્ષની Khrienuo Liezietsu વિજેતા બની હતી.

કલમ ૩૭૦ અંગે કેન્દ્ર સરકાર પર ભડકી ઉર્મિલા માતોંડકર, કહ્યું- કાશ્મીરમાં મારા સાસુ-સસરા…

Image source: Instagram

0 comments on “બ્યુટી સ્પર્ધામાં સેકન્ડ રનરઅપને PM મોદી સંબંધિત સવાલ પૂછાયો, જવાબ થયો વાયરલ (જુઓ)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: