Bollywood Review

ધ સ્કાય ઈઝ પિંક રિવ્યુ: લાગણીથી તરબોળ છે પ્રિયંકા-ફરહાનની ફિલ્મ (૩ સ્ટાર)

જીવન છે તો મરણ નક્કી જ છે. બધાને ખ્યાલ છે કે એક દિવસ આપણે મરવાનું જ છે, પણ જો એવી ખબર પડી જાય કે આટલા દિવસ કે આટલા વર્ષ પછી મૃત્યુ નક્કી છે તો માણસની હાલત કેવી થાય? મોટેભાગે માણસ નિરાશ થઈ જાય અને તે હવે ફક્ત થોડા દિવસોનો મહેમાન છે એવું વિચાર્યા રાખે. પરિવાર ચિંતામાં ગરકાવ થઈ જાય, મરતી વ્યક્તિને બચાવવા અનેક પ્રયાસો થાય પણ એ પ્રયાસો નિષ્ફળ જવાના છે એ ખબર જ હોય તો??

અને આ વચ્ચે પણ જિંદગી જીવી જનારા લોકો ખરેખર તો અમર બની જાય છે. ભલે થોડાક વર્ષો જીવ્યા હોય પણ એ વ્યક્તિ પછી અન્ય માટે પ્રેરણા બની જાય છે. ‘જીવવું’ મહત્વનું છે! આવી જ વાત ૧૮ વર્ષ જીવી ગયેલી આયેશા ચૌધરી (ઝાયરા વસીમ) નામની છોકરી રજૂ કરે છે.

69299442_2338524369588385_1108295302333656488_n

‘ધ સ્કાય ઇઝ પિંક’ એ આયેશા ચૌધરીના જીવન પરથી બનેલી ફિલ્મ છે જે જન્મથી જ SCID એટલે કે સિવિયર કમ્બાઈન્ડ ઈમ્યુનોડેફિસિયંસી જેવી ગંભીર બીમારીનો સામનો કરે છે. જેનો મતલબ એ છે કે આયેશાની બોડીમાં ઈમ્યુન સિસ્ટમ છે જ નહી, એ જલ્દી એલર્જી પકડી લે છે અને ભીડમાં નથી જઈ શક્તી. જો તેને એલર્જી થઈ તો તે બીમાર પડી જશે. એટલું જ નહી, તેને આગળ જતાં પલ્મોનરી ફાઈબ્રોસિસ નામની ફેફસાની બીમારી થાય છે, જેનો કોઈ ઈલાજ નથી.

કબીર સિંહ રિવ્યુ: ઈન્ટેન્સ, ઈમ્પૅક્ટફૂલ વાર્તા; શાહિદ શાનદાર; દારુ પીવો સેહત માટે હાનિકારક છે! (2.8 Star)

આયેશાના મા-બાપ નિરેન ચૌધરી (ફરહાન અખ્તર) અને અદિતિ ચૌધરી (પ્રિયંકા ચોપરા) દિલ્લીમાં કોઈ ઈલાજ ન મળતા લંડન પહોંચી જાય છે. તેમની પાસે પૈસા નથી અને દીકરી આયેશાને બચાવવી પણ છે. આયેશાનો ભાઈ ઇશાન (રોહિત સરફ) બાળપણથી વિચારે છે કે તેને પોતાની બહેનને બચાવવાની છે. એ પછી શરુ થાય છે સંઘર્ષ અને પડકારોની હારમાળા.

67720978_548760635929847_4342125615101239237_n

Review of Bharat: ‘સુલતાન’ ઝિંદા હૈ એડિશન (2.9 Star)

આ ચારેય કલાકારોએ પોતાના પાત્રને સંપૂર્ણ ન્યાય અપાયો છે. તેમની ગજબ એક્ટિંગને લીધે જ ફિલ્મ ઉપડે છે. એક બહાદુર, પ્રેમાળ મા તરીકે પ્રિયંકા ચોપરાની એક્ટિંગ પાવરફુલ છે. તેને ફરી હિન્દી સિનેમાના પડદા પર જોવી ગમે છે. તો ફરહાન અખ્તર પણ એક મેચ્યોર પિતા તરીકે ઉભરી આવે છે. આયેશા બનતી ઝાયરા વસીમે પણ દંગલ અને સિક્રેટ સુપરસ્ટાર જેવી ફિલ્મોથી પોતાને સાબિત કરી દીધી છે. આ ફિલ્મ જોઇને તેણે ફિલ્મો શા માટે છોડી એનો અફસોસ જરૂર થાય!

70312291_163390028176673_4619924408520677847_n

તું ચીઝ બડી હૈ મસ્ત મસ્ત, રવિના ટંડન, 102 ડિગ્રી તાવ અને ‘મોહરા’!; આ એક્ટ્રેસના મૃત્યુના કારણે રવીનાને ‘મોહરા’ મળી હતી…

માર્ગરીટા વિથ અ સ્ટ્રો, અમુ, ચિત્તાગોંગ જેવી ફિલ્મો બાદ શોનાલી બોઝે આ ફિલ્મ બનાવી છે. ઉલ્લેખનીય છે કે ખુદ શોનાલીનો દીકરો પણ નાની વયમાં મોતને ભેટ્યો હતો અને તેમણે આ ફિલ્મ આયેશાને અને તેમના પેરેન્ટ્સને ડેડીકેટ કરી છે. દરેક સીનમાં તમને લાગણીનો અનુભવ થશે, એકાધિક વખત રડવું આવશે. જો કે, આ ઈમોશન્સ અને મેલોડ્રામા વચ્ચેની પાતળી ભેદરેખા અમુક દર્શકો કદાચ નહીં અનુભવે અને તેમને મેલોડ્રામા લાગી શકે છે. ફિલ્મના પ્રમોશન વખતે કલાકારોએ કહ્યું હતું કે આ ફિલ્મ જીવન તો ખરું પણ મરણને પણ ઉજવે છે, પણ એ સચોટ રીતે એ ફિલ્મમાં નથી દર્શાવાયું. બાકી આયેશાના પ્રેરણાત્મક સફર અને તેના સ્પિરિટ માટે આ ફિલ્મ ખાસ જોવી જોઈએ. જુઓ ટ્રેલર:

છિછોરેઃ જિંદગીમાં સૌથી વધારે જરૂરી જિંદગી જ છે!

Image source: Instagram

0 comments on “ધ સ્કાય ઈઝ પિંક રિવ્યુ: લાગણીથી તરબોળ છે પ્રિયંકા-ફરહાનની ફિલ્મ (૩ સ્ટાર)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: