Hollywood

બાપ્પા મોરયા! હોલિવુડની ફિલ્મના સેટ પર ગણેશજીને યાદ કરાયા તો શૂટિંગ વહેલું પત્યું

આપણે ત્યાં મુંબઈમાં તો શ્રીફળ વધેરીને જોરથી ગણપતિ બાપ્પા મોરયાનો નારો લગાવીને શૂટિંગનું મુહૂર્ત કરવાની પરંપરા છે. પરંતુ આ વખતે એક મજાના સમાચાર સામે આવ્યા છે. હોલિવુડના મશહૂર ફિલ્મમેકર ક્રિસ્ટોફર નોલાન મુંબઈમાં તેમની આગામી ફિલ્મ ‘ટેનેંટ’નું શૂટિંગ કરવા આવ્યા હતા. ખરાબ વાતાવરણ હોવા છતાં તેઓ 10 દિવસનું કામ 5 દિવસમાં પૂરું કરીને ફરીથી તેમના દેશ ચાલ્યા ગયા. મુંબઈના ફિલ્મમેકર્સની વર્ષોથી પરંપરા રહી છે કે ચાહે કોઈ પણ ધર્મના લોકો હોય, તેઓ ગણેશજીને યાદ કરીને જ કેમેરો ચાલુ કરે છે. મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ જ પરંપરાના સાક્ષી ‘મેમેન્ટો’, ‘ડાર્ક નાઇટ’, ‘ઇન્ટરસ્ટેલર’, ‘ઇન્સેપ્શન’, ‘ડંકર્ક’ જેવી ઉત્કૃષ્ઠ ફિલ્મો બનાવી ચૂકેલા ક્રિસ્ટોફર નોલાન પણ બન્યા હતા.

નોલાને મુંબઈમાં એક્ટર રોબર્ટ પેટરસન, જ્હોન ડેવિડ વોશિંગ્ટન, ભારતીય અભિનેત્રી ડીમ્પલ કાપડિયા વગેરેની સાથે શૂટિંગ કર્યું. નોલાને આ મહિનાની 16મી તારીખથી ગેટ વે ઓફ ઇન્ડિયા ખાતે શૂટિંગ શરૂ કર્યું હતું જેમાં ડીમ્પલ જોડાઈ હતી. શૂટિંગ દરમિયાન નોલાન દક્ષિણ મુંબઈની ઘણી જગ્યાઓ પર દેખાયા. ફિલ્મના શૂટિંગ સાથે જોડાયેલા સ્થાનિક ટેક્નિશિયનોએ જણાવ્યું હતું કે આ ફિલ્મના શૂટિંગ વખતે પણ દરેક દિવસની શરૂઆતે પારંપરિક ઢબે ગણેશજીની પૂજા કરવામાં આવી હતી અને પછી જ શૂટિંગ શરૂ કરવામાં આવતું. આ પણ વાંચો: નાનકડી પણ મજબૂત મિનિ-વેબસિરીઝ ‘ચર્નોબિલ’માં શું છે?; (Review of chernobyl)

ક્રિસ્ટોફર નોલાનની આ ફિલ્મ ભારત ઉપરાંત ઇટલી, અમેરિકા, એસ્ટોનિયા જેવા સાત અલગ અલગ દેશોમાં શૂટ થવાની છે. અહીં ક્રિસ્ટોફરે તેમનો અધિકતમ સમય શૂટિંગમાં જ વિતાવ્યો હતો અને સમયનો જરા પણ વેડફાટ નહોતો થવા દીધો. ખરાબ વાતાવરણ હોવા છતાં પણ તેમના 10 દિવસના શૂટિંગનો ટાર્ગેટ 5 દિવસમાં જ પૂરો થઈ જતાં લોકોએ ગણેશજીની જય બોલાવી હતી.

Image Courtesy: Twitter/ Govind K Nair

0 comments on “બાપ્પા મોરયા! હોલિવુડની ફિલ્મના સેટ પર ગણેશજીને યાદ કરાયા તો શૂટિંગ વહેલું પત્યું

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: