Bollywood Time pass

મહિલાઓ પર હંમેશા ટિપ્પણી કરતા મુકેશ ભટ્ટે સની લિઓની વિશે કહ્યું કે…

પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા અને નિર્દેશક મહેશ ભટ્ટના ભાઈ મુકેશ ભટ્ટ પણ એક જાણીતા ફિલ્મમેકર છે. મુકેશ ભટ્ટના પિતા નાનાભાઈ ભટ્ટ પણ એ જમાનામાં નિર્દેશક-નિર્માતા હતા. બંને ભાઈઓએ પિતાના નક્શા-કદમ પર ચાલીને તેમની જેવું જ કરિયર પસંદ કર્યું અને એક અલગ મુકામ બનાવ્યો. 67 વર્ષના મુકેશ ફિલ્મો સિવાય પોતાના તીખા બયાનો માટે ચર્ચામાં રહે છે.

સની લિયોની વિશે મુકેશે એક ટીપ્પણી કરતાં કહ્યું હતું કે જ્યારે તેની ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થાય ત્યારે રાષ્ટ્રગાન ન વગાડવું. મહિલાઓ વિશે મુકેશે એક વાર આમ પણ કહ્યું હતું કે, “મહિલાઓ એટલી પણ માસૂમ નથી હોતી જેટલી તેઓ દેખાવાની કોશિશ કરે છે.” ઇન્ડસ્ટ્રીમાં ભાગ્યે જ કોઈ આવું હશે જે મહિલાઓ વિશે આટલી બેફિકરાઈપૂર્વક બોલે.

આ પણ વાંચો: મુંબઈ મેટ્રોના સમર્થન અને વિરોધમાં બોલીવુડમાં ભાગલા પડ્યા, વાંચો પૂરા સમાચાર

મુકેશ ભટ્ટની પ્રોડ્યૂસર તરીકેની પહેલી ફિલ્મ ‘જુર્મ’ હતી જે 1990માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં વિનોદ ખન્નાએ અભિનય કર્યો હતો. જોકે ફિલ્મ બોક્સઓફિસ પર વધુ કમાલ કરી નહોતી શકી. આ પછી તેમણે ગુલશન કુમાર સાથે મળીને ફિલ્મ ‘આશિકી’ બનાવી જે સુપરહીટ રહી. મુકેશ આમ તો સાધારણ જીવન જીવે છે, પણ ક્યારેક ક્યારેક તેઓ તેમના ભડકાઉ બયાનોથી વિવાદોમાં ઘેરાઈ જાય છે. કેટલાક સમય પહેલાં તેમણે પાકિસ્તાની કલાકારો બાબતે કહ્યું હતું કે તેઓ સાત જન્મો સુધી બોલિવુડ ફિલ્મોમાં કામ નહીં કરી શકે.

Image source: Instagram/socialnewsxyz, Sunny Leone

0 comments on “મહિલાઓ પર હંમેશા ટિપ્પણી કરતા મુકેશ ભટ્ટે સની લિઓની વિશે કહ્યું કે…

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: