Bollywood

પાકિસ્તાની લગ્નમાં પરફોર્મન્સને લીધે મીકા સિંહ પર બૅન મુકાયો, કોઈ તેની સાથે કામ નહીં કરે (વાંચો)

બૉલીવુડ ગાયક મીકા સિંહ પોતાના એક પર્ફોર્મન્સને લઈને હાલમાં મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલા તણાવની સ્થિતિમાં તેમનો એક વિડીયો ઘણો વાયરલ થયો હતો. વિડીયો પાકિસ્તાનમાં થઇ રહેલા એક લગ્નનો છે. આ વિડીયો જાહેરમાં આવ્યા પછી મીકા સિંહનો પ્રબળ વિરોધ થઇ રહ્યો છે.

ઓલ ઇન્ડિયા સીને વર્કર્સ એસોસીએશન તરફથી મીકા સિંહ ઉપર બૅન લગાવવામાં આવ્યો છે. ઓલ ઇન્ડિયા સીને વર્કર્સ એએસોસીએશનના પ્રમુખ સુરેશ શ્યામલાલ ગુપ્તાએ ઑસિયલ સ્ટેટમેન્ટ જાહેર કરીને આની જાણકારી આપી છે.

66130300_209546273363552_457170779440740459_n.jpg

એસોશિયેશનના પ્રમુખ સુરેશ શ્યામલાલ ગુપ્તાએ કહ્યું, “મીકાના મુવી પ્રોડક્શન હાઉસ, મ્યુઝિક કમ્પની અને ઓનલાઇન કન્ટેન્ટ પ્રોવાઇડર સાથોસાથ તેમના દરેક કોન્ટ્રાકટને બોયકોટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત એસોશિયેશને મીકાની બધી ફિલ્મો, ગીતો અને મનોરંજન કંપનીની સાથે કામ કરવા પર પણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.”

66608159_140454577151610_7611541327820152739_n.jpg

સુરેશ શ્યામલાલ ગુપ્તાએ કહ્યું, “ઓલ ઇન્ડિયા સીને વર્કર્સ એસોશિયેશન એ વાતનું ધ્યાન રાખશે કે ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ મીકા સાથે કામ નહિ કરે. અને જો કોઈ એવું કરશે તો તેના વિરોધમાં યોગ્ય પગલાં લેવામાં આવશે તથા તેમણે અદાલતમાં હાજર થવું પડશે.” તેમને કહ્યું, “જયારે બંને દેશો વચ્ચેની તાણની સ્થિતિ અત્યારે ચરમસીમા પર છે ત્યારે મીકા સિંહે દેશના ગૌરવથી વધુ પૈસાને મહત્વ આપ્યું છે.”

આ પણ વાંચો:ખલિસ્તાન સમર્થકો સાથે જોવા મળી સિંગર હાર્ડ કૌર; મોદી અને અમિત શાહ વિશે અપશબ્દો બોલી!

થોડા દિવસો પહેલા જાહેર થયેલા વિડીયોમાં મીકા સિંહ પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ (સેવાનિવૃત્ત) પરવેઝ મુશર્રફના સંબંધીના લગ્નમાં પરફોર્મ કરતો જોવા મળ્યો હતો. તમામ લોકોએ મીકાના આ પરફોર્મન્સ પર નારાજગી વ્યક્ત કરી. ચાહકોએ તેમને સોશિયલ મીડિયા પર ઘણા ટ્રોલ પણ કર્યા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાસેથી મિકાને બૅન કરવા માટે પણ માંગણી કરી હતી.

આ પણ વાંચો:કેનેડામાં શો બાદ સિંગર ગુરુ રંધાવા પર થયો હુમલો, ચહેરા પરથી લોહી સાફ કરતો ફોટો થયો વાયરલ

Image source: Instagram

0 comments on “પાકિસ્તાની લગ્નમાં પરફોર્મન્સને લીધે મીકા સિંહ પર બૅન મુકાયો, કોઈ તેની સાથે કામ નહીં કરે (વાંચો)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: