Television

નશામાં રહેનારા શ્વેતા તિવારીના પતિએ દીકરીને થપ્પડ મારીને અપશબ્દો બોલ્યા હતા!

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી લાંબા સમયથી નાના પડદેથી ગાયબ છે. તે તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. જોકે, થોડા સમય પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે શ્વેતા અને તેના પતિ અભિનવ કોહલી વચ્ચે બધુ બરાબર નથી. આ અહેવાલોની વચ્ચે શ્વેતા તિવારીએ તેના પતિ અભિનવ કોહલી પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે.

એક વેબસાઇટ અનુસાર શ્વેતા અને અભિનવ વચ્ચે ગયા વર્ષથી કેટલીક સમસ્યાઓ ચાલી રહી છે. પરંતુ બંનેને આ વાતને સ્કાવીરી નહતી. જ્યારે શ્વેતા આ મુદ્દે ચૂપ રહી હતી, ત્યારે અભિનવે તેનો ઇનકાર કર્યો હતો. પરંતુ તાજેતરમાં કંઈક એવું બન્યું જે સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. અભિનવે ગુસ્સામાં શ્વેતાની પુત્રી પલકને થપ્પડ મારી હતી. આ પછી શ્વેતા સીધી પોલીસ સ્ટેશન પહોંચી હતી.

View this post on Instagram

💕💕💕💕

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on

સૂત્રો મુજબ,  શ્વેતા પોલીસ સ્ટેશનમાં પુત્રી સાથે રડતી હતી અને ચીસો પાડી રહી હતી. તે સમયે તેની માતા પણ તેમની સાથે હતી. એવું પણ કહેવામાં આવે છે કે શ્વેતાએ પોલીસને કહ્યું છે કે અભિનવ ઘણીવાર નશામાં હોય છે. આ ઘટના બાદ રવિવારે બપોરે ૧ વાગ્યાની આસપાસ અભિનવને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. આ પછી, ચારેય લગભગ ૪ કલાક ત્યાં રહ્યા. જો કે, અંતે, શ્વેતાએ નિર્ણય લીધો કે તે કાયદાકીય લડત નહીં લડે અને ઘરે જ મામલો થાળે પાડવાનો પ્રયત્ન કરશે.

બોલીવુડ લાઇફ અનુસાર અભિનવ તેની સાવકી પુત્રી પલકને અપશબ્દો કહ્યા હતા. શ્વેતાના કહેવા પ્રમાણે, ૨૦૧૭માં અભિનવે પલકને તેના મોબાઈલ પર એક મોડેલનો અશ્લીલ ફોટો બતાવતો હતો. હવે આ મામલે સમતા નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો, ત્યારબાદ પોલીસે અભિનવની ધરપકડ કરી હતી. પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો:આ પાત્રથી ડરતો હતો અક્ષય કુમારનો દીકરો? એવોર્ડ ન મળવાથી દુઃખી થઈ હતી વિદ્યા

View this post on Instagram

❤️ @abhinav.kohli024 #PC @sachin113photographer

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on

શ્વેતાએ તેના પહેલા પતિ રાજા ચૌધરી પર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા

જણાવી દઈએ કે શ્વેતાના લગ્ન અગાઉ રાજા ચૌધરી સાથે થયા હતા, પરંતુ આ લગ્નમાં પણ તે ઘરેલું હિંસાનો ભોગ બની હતી. દારૂના નશામાં રાજા મારઝૂડ પણ કરતો. ઘણી વાર તે શ્વેતાના શોના સેટ પર પહોંચી અને તેની સાથે ખરાબ વર્તન કરતો. ૯ વર્ષ લાંબી લગ્નજીવન બાદ શ્વેતાએ ૨૦૦૭ માં રાજા સાથે છૂટાછેડા લીધા હતા.

આ પણ વાંચો:શ્વેતા તિવારીનો પહેલો પતિ તેને મારતો, બીજો પતિ સાવકી દીકરીને અશ્લીલ ફોટો બતાવતો હતો!

પહેલા લગ્નથી જ તેમને એક પુત્રી પલક છે. અભિનવ કોહલી સાથે લગભગ 3 વર્ષ ડેટિંગ કર્યા પછી શ્વેતાએ ૧૩ જુલાઈ ૨૦૧૩ ના રોજ લગ્ન કર્યા. શ્વેતાએ ૨૦૧૬ માં એક પુત્રને જન્મ આપ્યો હતો. તેમની વચ્ચે બધુ બરાબર ચાલતું હતું, પરંતુ ગયા વર્ષથી શ્વેતા અને અભિનવના સંબંધોમાં અણબનાવના સમાચાર શરૂ થયા હતા. આ સાથે જ આ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

Image source: Instagram

0 comments on “નશામાં રહેનારા શ્વેતા તિવારીના પતિએ દીકરીને થપ્પડ મારીને અપશબ્દો બોલ્યા હતા!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: