Television

શ્વેતા તિવારીનો પહેલો પતિ તેને મારતો, બીજો પતિ સાવકી દીકરીને અશ્લીલ ફોટો બતાવતો હતો!

યુપીના નાના જિલ્લા પ્રતાપગગઢની વતની ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીને એકતા કપૂરના શો ‘કસૌટી જિંદગી કી’માં ૨૧ વર્ષની ઉંમરે પ્રેરણા શર્માની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી અને શ્વેતા રાતોરાત દરેક ઘરની માનીતી બની ગઈ હતી પરંતુ ટીવી સીરીયલના નામની જેમ શ્વેતાના અંગત જીવનની કસોટી પણ ખૂબ પીડાદાયક શરીર સાબિત થઈ. 38 વર્ષની ઉંમરે શ્વેતાએ 2 લગ્નો કર્યા છે અને તે પહેલા પતિની પુત્રીની માતા છે અને બીજા પતિથી એક પુત્ર છે. શ્વેતા રિયાલિટી શો બિગ બોસ સીઝન – ૪માં વિજેતા રહી ચૂકી છે અને એકવાર ફરીથી અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં છે.

View this post on Instagram

😃

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on

તાજેતરમાં જ શ્વેતા તિવારીએ હિંસા અને હુમલાનો આરોપ લગાવી તેના બીજા પતિની પણ ધરપકડ કરાવી છે. જો કે અહેવાલો મુજબ હાલમાં પરસ્પર સંમતિથી મામલાને હલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

View this post on Instagram

❤️❤️❤️❤️ #nanhayatri @palaktiwarii

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on

શ્વેતાએ ૧૯૯૮માં ટીવી એક્ટર રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. રાજા પણ નિર્માતા રહી ચૂક્યા છે અને બિગ બોસના ઘરે દેખાયા હતા. રાજા અને શ્વેતાના લગ્ન ૯ વર્ષ ચાલ્યા અને ૨૦૦૭માં તેમના છૂટાછેડા થઈ ગયા. શ્વેતાએ ઘરેલું હિંસાની સાથે રાજા પર પણ ઘણા ગંભીર આક્ષેપો કર્યા હતા. શ્વેતાએ કહ્યું હતું કે, “શૂટિંગ સ્થળ પર આવીને બધાની સામે તેનું અપમાન કરીને રાજા તેને ધમકાવતો હતો. તેને એક પુત્રી પલક પણ છે, જે હવે શ્વેતા સાથે રહે છે.”

View this post on Instagram

I wanted to make a camo joke but never mind

A post shared by Palak Tiwari (@palaktiwarii) on

છૂટાછેડા પછી શ્વેતા બે વર્ષ સિંગલ રહી હતી, પરંતુ ત્યારબાદ તેણે ટીવી એક્ટર અભિનવ કોહલીને ડેટ કરવાની શરૂઆત કરી હતી. શ્વેતાએ ત્રણ વર્ષ અભિનવ સાથે ડેટિંગ કર્યા બાદ ૨૦૧૩માં લગ્ન કર્યા હતા. આ પછી, શ્વેતા ફરી એકવાર ૨૦૧૬ માં એક પુત્રની માતા બની હતી. દરમિયાન સમાચાર આવવા લાગ્યા કે અભિનવ અને શ્વેતા વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. આ પણ વાંચો:‘કસૌટી..’ની ‘પ્રેરણા’ એરિકા ફર્નાન્ડિઝ બની વોર્ડરોબ માલફંક્શનનો ભોગ (Watch Video)

પરંતુ તાજેતરમાં જ શ્વેતાના પતિએ અભિનવ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો અને ધરપકડ કરવામાં આવતા ફરી એકવાર શ્વેતા ચર્ચામાં છે.

અહેવાલો અનુસાર અભિનવે તેની સાવકી પુત્રી પલકને અપશબ્દો કહ્યા અને માર માર્યો હતો. શ્વેતાના કહેવા પ્રમાણે, વર્ષ ૨૦૧૭માં, અભિનવે તેની ૧૭ વર્ષની પુત્રી પલકને તેના મોબાઇલ પર એક મોડેલનો અશ્લીલ ફોટો પણ બતાવ્યો. આ મામલે હવે સમતા નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને હવે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ પણ વાંચો:‘કસૌટી ઝિંદગી કી 2’ની વાર્તાને કારણે ટ્રોલ થઈ એકતા, લોકોએ કહ્યું મેન્ટલ પેશન્ટ છે!

પલક ચૌધરીનો જન્મ ૮ ઓક્ટોબર ૨૦૦૦માં થયો હતો, આ સમાચારને લઈને યુઝર્સે શ્વેતા તિવારી વિશે સોશ્યલ મીડિયા પર આવી કેટલીક ટિપ્પણીઓ કરી છે. આ પણ વાંચો:કરણ સિંહ ગ્રોવરની 6 વર્ષ પછી ટીવી પર ધમાકેદાર એન્ટ્રી; મિસ્ટર બજાજ તરીકે ‘કસૌટી..’માં દેખાશે

Image source: Instagram

0 comments on “શ્વેતા તિવારીનો પહેલો પતિ તેને મારતો, બીજો પતિ સાવકી દીકરીને અશ્લીલ ફોટો બતાવતો હતો!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: