ગુજરાતી સિનેમા Interviews

‘લવની ભવાઈ’ના ડિરેક્ટર સંદિપ પટેલ તેમની આગામી વેબ-સિરીઝ ‘ડુ નોટ ડિસ્ટર્બ’ વિશે શું કહે છે?; વાંચો અહીં…

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા દિગ્દર્શક અને ખાસ તેમની ફિલ્મ ‘લવની ભવાઈ’ દ્વારા દર્શકોમાં પ્રિય એવા સંદીપ પટેલ મલ્હાર ઠાકર અને માનસી પારેખ સાથે એક ગુજરાતી વેબ સિરીઝ ‘Do નોટ Disturb’ લઈને આવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે Cinema-साहित्यએ સંદીપભાઈ સાથે વાતચીત કરી આ વેબસિરિઝ અંગે તથા તેમની આગામી ફિલ્મો વિશે વધુ જાણવાનો પ્રયત્ન કર્યો હતો.

FB_IMG_1563764725779

કોઈ પણ દિગ્દર્શક તેની ફિલ્મ 25 અઠવાડિયા પછી ચાલે ત્યારે વેકેશન માણવાનું જરૂર વિચારે જ્યારે સંદીપ પટેલ અલગ માટીના માનવી છે, તેઓએ વેકેશનના બદલે માનસી પારેખના પ્રોજેકટ પર પર કામ કરવાનું નક્કી કર્યું. અઢિ કલાકની ફિલ્મો બનાવ્યા બાદ માત્ર 10 મિનિટનો એપિસોડ બનાવવું અઘરું અને પડકારજનક  હતું પરંતુ સંદીપ પટેલ માટે આ એક ચેલેન્જ હતી જે તેમણે ખૂબ મજા સાથે પૂર્ણ કરી. આ પણ વાંચોઃ ડુ નોટ ડિસ્ટર્બ: એક્ટ્રેસની સાથે પ્રોડ્યુસર પણ છે માનસી પારેખ ગોહિલ; વાંચો એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ

FB_IMG_1563764755516

સંબંધોને પડદા પર કંડારવામાં મહારથી એવા સંદીપ પટેલની આ વેબસિરિઝમાં તેમણે પત્ની અને પતિના આખા દિવસની દોડધામ અને સંઘર્ષ બાદ બેડરુમમાં શરૂ થતી જિંદગીને 10 મિનિટમાં આવરવાનો પ્રયત્ન કર્યો છે. પતિ પત્ની વચ્ચેની રિલેશનશીપ કોઈ ભારરૂપ સાથે નહી પરંતુ દોસ્તીથી આગળ વધે તે આ વેબસિરિઝનું મુખ્ય પાસું છે. આ પણ વાંચોઃ આ વેબ-સિરીઝમાં બેડરૂમની અંદરની વાતો બેડરૂમની બહાર બેસીને જોવા-સાંભળવા મળશેઃ મલ્હાર

FB_IMG_1563764786355

લવની ભવાઈ બાદ ફરી એક વાર લેખક-બેલડી નેહલ બક્ષી અને મિતાઈ શુક્લા સાથે કામ કરવાના અનુભવને વર્ણવતા સંદીપ પટેલ તેમના આ જોડાણને સફળતાનું રહસ્ય બતાવતા જણાવે છે કે, તેમને હું સિરીઝના શુટિંગ પર પણ હાજર રાખતો જેથી તેમના લેખનનો ચાર્મ જળવાઈ રહે તે માટે તેઓ સૂચન કરી શકે અને કલાકારો સાથે સંવાદ કરી તેને સુધારી પણ શકે. આ બંને સાથે કામ કરવું એ મારા માટે એક મજાની વાત છે.

FB_IMG_1563765300002
પોતાની આગામી ફિલ્મ અંગે ખૂબ ઉત્સાહિત એવા સંદીપ પટેલ જણાવે છે કે, તેમની આ ફિલ્મ પણ સંબધો પર જ આધારિત હશે. જ્યારે તેમની આ વેબસિરિઝ પત્ની અને પતિ તેમના તણાવગ્રસ્ત સંબધો વચ્ચે કેવી રીતે સમય કાઢીને પ્રેમના સહારે જીવી શકે છે તેનો આનંદ માણી શકે છે તેનું ઉદાહરણ રજૂ કરશે. જુઓ મલ્હાર ઠાકરનો વિડીયો ઈન્ટરવ્યું અહીં

FB_IMG_1563765334643

Cinema-साहित्य તરફથી સંદીપ પટેલને તેમના આ નવા સાહસ અને આગામી પ્રોજેકટ માટેની અનેક શુભકામનાઓ.

સાંભળો સંદીપ પટેલનો સમગ્ર ઈન્ટરવ્યુ જુઓ અહીં:

Image Sources:Facebook/sandeeppatel

0 comments on “‘લવની ભવાઈ’ના ડિરેક્ટર સંદિપ પટેલ તેમની આગામી વેબ-સિરીઝ ‘ડુ નોટ ડિસ્ટર્બ’ વિશે શું કહે છે?; વાંચો અહીં…

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: