Around the WEB ગુજરાતી સિનેમા

ડુ નોટ ડિસ્ટર્બ: એક્ટ્રેસની સાથે પ્રોડ્યુસર પણ છે માનસી પારેખ ગોહિલ; વાંચો એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ

અનેક હિંદી સિરિયલ અને ફિલ્મોમાં જોવા મળેલા જાણીતા ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ ગોહિલ આજેગઈ કાલે તેમની અપકમિંગ વેબ સિરીઝના ભાગ રૂપે અમદાવાદના મહેમાન બન્યા હતા. Cinema-साहित्यએ માનસી સાથે વાતચીત કરી તેમના આ પ્રોજેકટ અંગે વધુ જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો.

_DSC8163
ડિરેક્ટર સંદીપ પટેલ સાથે મલ્હાર ઠાકર અને માનસી પારેખ

માનસી પોતાની આ વેબસિરિઝ ‘Do નોટ Disturb’ અંગે જણાવતા કહે છે કે, “આ મોર્ડન પતિ પત્નીની વાર્તા છે. બહારના વાતાવરણમાં બાહ્ય આડંબર સાથે જીવતા બે લોકોની બેડરૂમ લાઈફ કેવી છે તે આ વેબસિરિઝમાં દર્શાવાયું છે. નિર્માતા તરીકે પોતાની આ પહેલી વેબસિરિઝ અંગે ઉત્સાહિત એવા માનસી ગુજરાતમાં અને સમગ્ર ટીમના કલાકારો સાથે કામ કરીને ખૂબ ખુશ છે. મલ્હાર ઠાકર અને સંદીપ પટેલ સાથે કામ કરવાના અનુભવને અવર્ણનીય ગણાવે છે.”

જુઓ માનસી પારેખ સાથેની વાતચીત:

ગુજરાતી સાહિત્ય અને સુગમ સંગીત સાથે દિલથી જોડાયેલા માનસી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કંઈક પ્રયોગાત્મક કરવા માગતા હતા કે જે ગુજરાતની યુવા પેઢીને પસંદ આવે જેના પરિણામે તેઓને આ વેબસીરીઝનો વિચાર આવ્યો હતો. તેઓ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મો પણ કરવા માગે છે.

Cinema-साहित्य તરફથી માનસી પારેખ ગોહિલને તેમની 26 જુલાઈના રોજ MX પ્લેયર પર સ્ટ્રીમ થનારી વેબ સિરીઝ ‘Do નોટ Disturb’ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.


Do Not Disturbની પ્રેસ કૉન્ફરન્સનું સમગ્ર કવરેજ જુઓ અહીંઃ

Image source: facebook/mansiparekh

0 comments on “ડુ નોટ ડિસ્ટર્બ: એક્ટ્રેસની સાથે પ્રોડ્યુસર પણ છે માનસી પારેખ ગોહિલ; વાંચો એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: