Television

CIDના ચાહકો આનંદો! અભિજિત-દયાની જોડી ફરી આવી રહી છે આ નવા ક્રાઈમ થ્રિલર શો દ્વારા

ગયા વર્ષે 27 ઓક્ટોબરના દિવસે છેલ્લા 21 વર્ષથી દર્શકોને લગાતાર સસ્પેન્સ અને થ્રિલનું મનોરંજન પૂરું પાડતી, સૌથી લાંબી ચાલનારી સીરીયલ ‘CID’એ તેના ચાહકોને અલવિદા કહી હતી. 1547 એપિસોડ્સ પૂરા કરનારી તે સૌથી લાંબી ચાલનારી ભારતીય સિરિયલ સાબિત થઈ હતી. તેનાં એ.સી.પી. પ્રદ્યુમન, દયા અને અભિજિતનાં પાત્રોએ દર્શકોનાં દિલોદિમાગમાં જબરું સ્થાન બનાવી દીધું હતું. આંગળીઓ રમાડતા એ.સી.પી. પ્રદ્યુમનની ચકળવકળ થતી આંખો અને દયા દ્વારા તૂટતા દરવાજાઓ તો આબાલવૃદ્ધના માનસપટ પર છવાઈ ગયા હતા. જ્યારે CID ઓફ-એર થવાની જાહેરાત થઈ હતી ત્યારે તેનો વિશાળ ચાહકવર્ગ નારાજ થઈ ગયો હતો અને સોશિયલ મીડિયા પર #SaveCID નું કેમ્પેઇન શરૂ કર્યું હતું. પરંતુ હવે આખરે તેમના માનીતા CID કલાકારો ફરી એક વખત નવી સીરીયલ દ્વારા કમ-બેક કરી રહ્યા છે.

CIDની ટીમ હવે CIF/Crime Investigation Force નામના એક ક્રાઇમ થ્રિલર શો દ્વારા કમ-બેક કરી રહી છે. આ શોમાં દયાનંદ શેટ્ટી (દયા), આદિત્ય શ્રીવાસ્તવ (અભિજિત), અંશા સાયેદ (પૂર્વી) તથા દિનેશ ફડનીસ (ફ્રેડ્રીક્સ) પોલીસ ઓફિસર્સના રોલમાં જોવા મળશે. જોકે ચાહકો માટે એક વાત નિરાશાજનક રહેશે કે આ શોમાં હાલ શિવાજી સાટમ એટલે કે એ.સી.પી. પ્રદ્યુમન જોવા મળશે નહીં. આ શો CID કરતાં એક અલગ અંદાજે રજૂ થશે. આ પણ વાંચો: ‘બાલ વીર’ ફેમ બાળ કલાકારનું માર્ગ અકસ્માતમાં મોત, ઈન્ટરવ્યુ આપવા જઈ રહ્યો હતો..

મીડિયા અહેવાલો મુજબ કલાકારો હાલ આ સીરીયલનું લખનઉમાં શૂટિંગ કરી રહ્યા છે. શૂટિંગને લગતા કેટલાક ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેમાં CIDના તમારા માનીતા કૉપ્સ પોલીસ ડ્રેસમાં આકર્ષક દેખાઈ રહ્યા છે. CIDમાં છૂપી પોલીસ તરીકેનાં પાત્રો ભજવ્યા બાદ હવે પોલીસ કૉપ્સ તરીકે આ કલાકારો જોવા મળશે ત્યારે દર્શકોને માટે એ રસપ્રદ બની રહેશે. CIDના ચાહકો આ શોના એનાઉન્સમેન્ટ બાદ ખુશ થઈ ગયા છે અને શોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટૂંક સમયમાં જ આ શો જાણીતી ચેનલ ‘દંગલ’ પર પ્રસારિત થશે. આ પણ વાંચો: બાળપણમાં શરમાળ સ્વભાવના નસીરને અભિનયની પ્રેરણા અહીંથી મળી (વાંચો રસપ્રદ વાતો)

Image source: Instagram/ CID

0 comments on “CIDના ચાહકો આનંદો! અભિજિત-દયાની જોડી ફરી આવી રહી છે આ નવા ક્રાઈમ થ્રિલર શો દ્વારા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: