Movies World Cinema

વાંચોઃ 3 ઑસ્કાર એવૉર્ડ જીતેલી મેક્સિકન ફિલ્મ ‘રોમા’ કેવી છે?

ડિરેક્ટર આલ્ફાન્સો ક્યુરોનની આત્મકથાના ટુકડાઓથી મઢેલી મેક્સિકન ફિલ્મ ‘રોમા’ ઘરે ઘરે જઈને કામ કરતા મેઇડ(નોકરો)ની જિંદગી આપણી સમક્ષ ખૂલી મૂકે છે. ૧૯૭૫ના સમયગાળાનું મેક્સિકો, બદલાતી રાજકીય પરિસ્થિતિ, ત્યારનું વાતાવરણ પણ સાથોસાથ રજૂ થયું છે. ૧૩૫ મિનિટની ત્રણ કેટેગરીમાં ઑસ્કાર જીતેલી ફિલ્મ ધીમી અને ક્યાંક કંટાળાજનક છતાંય અસરકારક એટલે છે કેમ કે, તેમાં વાસ્તવિકતા બયાન થઈ છે. કોઈએ જીવેલી જિંદગી અહીં રજૂ થઈ છે. નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે, ધીરજ સાથે રાખીને જોવાય. 

 

1234

હિન્દી ફિલ્મોમાં તમે એક પાત્ર જોયું હશે. જે સ્ક્રિન પર ઓછો સમય દેખાય; અમુક વખત જરાય મહત્વનું ન હોય, માત્ર ઘરના ડાઈનિંગ ટેબલ પર ચા-પાણી-નાસ્તો પીરસતું હોય કે કપડા-વાસણ કરતું હોય. ‘તલવાર’ જેવી ફિલ્મોમાં એ પાત્ર મહત્વનું બની જાય છે, કે પછી થોડા દિવસો પહેલા આવેલી રીતેશ બત્રાની સુંદર ફિલ્મ ‘ફોટોગ્રાફ’નું એક પાત્ર. જેના સાથે ફિલ્મની નાયિકા વાતો કરે છે. તેને કહે છે કે, મને તમારું ગામ જોવું છે. કારણ કે, તે નાયિકાને તેના જેવા જ નિમ્ન કક્ષાના-ગરિબ નાયક સાથે પરિચય થયો છે. આ લોકો દેશમાં થતા રોજ-બ-રોજના કકળાટથી જોજનો દૂર છે. તેમને સમાચારોની ખબર નથી, રાધર, પડી નથી. તેઓ સવારે ઉઠે છે, શેઠિયાઓના ઘેર કામ કરવા જાય છે. ઘણાને તો ત્યાં જ સુવાની ડ્યુટી હોય છે. તેમના બાળકોને ખવડાવી-પીવડાવે-સુવાડે અને રાતે પોતે થોડી નિંદર ચોરી લે. મહિને પૈસા મળે તે પોતાને ગામ મોકલી દે. આ નોકર-ચાકર-મઇડની વાત છે. હિન્દી અને અંગ્રેજી અને અન્ય ભાષાની ફિલ્મોમાં પણ ક્યાંક ને ક્યાંક આ કૅરૅક્ટર્સ આપણે જોયા છે, પણ તેના ઉપર જ ફૂલલેન્થ-ફિચર ફિલ્મ બનાવવી અને એવી બનાવવી કે ઑસ્કાર નોમિનેશનમાં ૧૦ વખત તે ફિલ્મનું નામ ઝળકે! અને આત્મવિશ્વાસ એટલો કે પહેલાથી ઓનલાઈન પ્લેટફૉર્મ ‘નેટફ્લિક્સ’ પર રિલીઝ જાહેર કરી દેવી! પાછી પોતાના ખાતામાં અગાઉ હેરિ પોટરનો ત્રીજો ભાગ-‘પ્રિઝનર ઑફ આઝકાબાન’ અને ‘ગ્રેવિટી’ જેવી ઓસ્કાર વિનર ફિલ્મો પડી હોય! એ ડિરેક્ટરનું નામ એટલે આલફાન્સો ક્યુરોન.

આ પણ વાંચોઃ પડદાથી વધુ મગજમાં ચાલતી ફિલ્મઃ ધ ગિલ્ટી

59325980_929104210824545_6533765822289536270_n

‘ગ્રેવિટી’ પછી આ નામ સિને-રસિકો માટે અજાણ્યું નથી. પણ ‘રોમા’ ફિલ્મ ટિપીકલ ફિલ્મ નથી. તે વચ્ચે ક્યાંક કંટાળો આવી જાય તેવી છે, પણ આ ડિરેક્ટર આલફાન્સો ક્યુરોનની કલ્પના નથી, હકીકત છે. ૧૨ વર્ષથી તેમના મગજમાં ચાલતી વાતની રજૂઆત છે. તેમનું બાળપણ તેમણે બયાં કર્યું છે ‘રોમા’માં.

૧૩૫ મિનિટની ‘રોમા’ ફિલ્મમા ૧૯૭૫ના સમયગાળાનું મેક્સિકો દર્શાવાયું છે. મેક્સિકોનો એક એરિયા છે, જેનું નામ છેઃ રોમા. જી હાં, ફિલ્મમાં કોઈ નાયિકાનું નામ રોમા નથી. આ વિસ્તારમાં આલફાન્સો ક્યુરોનનું બાળપણ વિત્યું છે. તેઓ તેમના ભાઈભાંડુરાઓ સાથે મોટા થયા છે. મોટા થઈને પાયલોટ થવાના સપનાઓ જોયા છે. પોતાને ફિલ્મોનો ખૂબ શોખ હતો. માતા ખૂબ વ્હાલ કરતી પણ પિતા નહોતા કરતા. તેઓ મા-સંતાનોને છોડીને જતા રહેલા. તેમના ઘરમાં એક નોકરાણી-આયા-હાઉસકિપર હતી, નામઃ લિબોરિયા રોડ્રીમ્સ. આ લિબોરિયાને સમર્પિત છેઃ રોમા. ફિલ્મના એન્ડ ક્રેડિટ્સ પહેલા લખેલું આવે છેઃ ફોર લિબો! આ પણ વાંચોઃ વેબ સીરિઝની ABCD: વિદેશી અને ભારતીય

49308641_2149809311742843_5766036671249127045_n
મેક્સિકન એક્ટ્રેસ જાલિઝાની

તે હાઉસકિપર ‘ક્લિઓ’(લિબો)નો રોલ કર્યો છે મેક્સિકન એક્ટ્રેસ જાલિઝાનીએ. રસપ્રદ વાત એ છે કે, આ તેની પહેલી ફિલ્મ હતી! સંતાનોના માતાનો રોલ કર્યો છે મેરિના તાવિરાએ. આ બેઉ નાયિકાઓએ રડતી સ્ત્રીઓ અને લડતી સ્ત્રીઓ, બેઉ ભાવ બખૂબી રજૂ કર્યા છે.(બેઉ અભિનેત્રી ઑસ્કાર એવૉર્ડ માટે પસંદગી પામી હતી!) સોફિયા(ઘરની શેઠાણી, જે રોલ મેરિનાએ ભજવ્યો છે) ભણેલીગણેલી છે. પતિ પૈસાદાર છે. તેના એક દીકરી-ત્રણ દિકરા એમ ચાર સંતાનો છે. પતિ એક દિવસ આ પાંચેયને છોડીને ચાલ્યો જાય છે. બીજી બાજુ તેમના ઘરે કામ કરતી ક્લિઓ એક મિત્ર સાથે પ્રેમમાં પડે છે. પ્રેગનન્ટ થાય છે. પેલો છોકરો છોડીને જતો રહે છે, રાજકીય ક્રાંતિના દળમાં જોડાઈ જાય છે. ‘રોમા’ને ક્રિટિક્સે એટલે પણ વખાણી કે તેમાં એક પરિવારની સાથે ત્યારનું-૭૦ના દાયકાનું મેક્સિકો પણ બખૂબી ઝિલાયું છે. ત્યાંની રાજકીય પરિસ્થિતિમાં કઈ રીતે બદલાવ આવ્યો તે ડિરેક્ટર-સિનેમેટોગ્રાફર આલ્ફાન્સો ક્યુરોને સીધું જ સામે ધરી દીધું છે. ૭૦ના ફૂટબોલ વર્લ્ડ કપના પોસ્ટર્સ પણ દિવાલ પર દેખાય છે. કહેવાની જરૂર નથી કે આ લેવલની ફિલ્મમાં મેટાફોર્સની તો ભરમાર હોવાની! ઑથેન્ટિક ફિલ માટે આખી ફિલ્મ બ્લૅક એન્ડ વ્હાઈટમાં શૂટ થઈ છે. સિંગલ લાંબા વાઈડ શૉટ્સ એકાધિક છે. આ પણ વાંચોઃ રંગમચના જાણીતા કલાકાર દીન્યાર કોન્ટ્રાકટરનું નિધન; વાંચો તેમની જીવન-ઝરમર

હવે બેઉ નાયિકા એકલી છે. જેના નજરિયાથી ફિલ્મ કહેવાઈ છે તે ક્લિઓ પ્રેગનન્ટ છે, તેની દીકરી મૃત જન્મે છે. પેલીના ચાર સંતાનો છે, પિતા નથી. એક જગ્યાએ સોફિઆ દુઃખ વ્યક્ત કરતા ક્લિઓને કહે છે, વી વૂમન આર ઓલ્વેઝ અલોન!

43185923_1030485613780287_5629468438649896960_n
ફિલ્મના ડિરેક્ટર સાથે કલાકારો

વચ્ચે વચ્ચે કંટાળો આવે છતાંય જોવી ગમે એવી ‘રોમા’માં ડિરેક્ટરના શરૂઆતી જીવનના ટુકડાઓ વેરાયલા પડ્યા છે. આ સ્પેનિસ ભાષાની ફિલ્મમાં ડાયલૉગ જૂજ છે. એક દ્રશ્ય છે જેમાં આખો પરિવાર ટીવી જોઈ રહ્યો છે. ક્લિઓ ઘરની વસ્તુઓ સરખી કરી રહી છે. પછી હળવેકથી તે પાંચ જણની બાજુમાં ઊભડક બેસી જાય છે. ઘરનું સંતાન તેના ખભે પ્રેમપૂર્વક હાથ મૂકે છે. આટલો બૉન્ડિગ અને વિશ્વાસ હતો ઘરના છોકરાઓને મેઇડ પર. તે છોકરાનું પાત્ર આલ્ફાન્સોનું છે! તેમણે એક ઈન્ટવ્યુમાં કહેલું કે, હું નાનો હતો ત્યારે લિબો તેની પોતાની, પોતાના ગામની, પિતાની વાતો કરતી. અમને વાર્તાઓ કહેતી. અમને તૈયાર કરતી, તોફાન જેલતી. તેણે તેનું આખું જીવન અમને આપી દીધું. એ વખતે અમે વિચાર્યું નહીં કે તેનું પણ જીવન હશે. તેનું પણ ઘર હશે. તેને પણ પ્રેમ થયો હશે. કલાકાર થયા પછી એ બધા વિચાર આવ્યા.

60849578_666075607153983_6196566377152737036_n

આલ્ફાન્સો નાનપણમાં દરિયામાં ડુબતા બચ્યા હતા. તેને લિબોરિયા રોડ્રીમ્સે બચાવ્યો હતો! એ સિન ‘રોમા’માં રજૂ થયો છે, અને અફલાતૂન રીતે રજૂ થયો છે. આ ફિલ્મ ટેકનિકલી શા માટે અવ્વલ દરજ્જાની છે એ જોવું હોય તો આ દ્રશ્ય ખાસ જુઓ. અન્યની જેમ આ પણ સિંગલ શોટ છે, જેમાં કઈ રીતે ક્લિઓ બે બાળકોને દરિયાના ઉછળતા વિશાળ મોજાથી, ખુદને તરતા ન આવડતું હોવા છતા, બચાવે છે એ કૅમેરા કેપ્ચરિંગ કાબિલે-તારિફ છે! અને એટલે જે બેસ્ટ સિનેમૅટોગ્રાફર અને ડિરેક્ટક તરીકેનો ઑસ્કાર આલ્ફાન્સોભાઈ વટ કે સાથ લઈ ગયા છે!

એવું જ એક બીજું દ્રશ્ય છેઃ હોસ્પિટલની મેટરનિટી ઓપરેશન રૂમનો. જ્યાં ક્લિઓને મૃત દીકરી જન્મે છે. એ આખી પ્રોસેસ સખત વાસ્તવિક રજૂ થઈ છે. તમે એક માનું દર્દ અનુભવી શકો છો એ દ્રશ્યમાં.

***

60846527_131782231344320_8221689785518377496_n

ફિલ્મમાં જે ઘર તથા તેના બહારનું લોકેશન બતાવ્યું છે, શૂટ થયું છે તેની એકદમ સામે ડિરેક્ટર આલ્ફાન્સો ક્યુરોનનું બાળપણનું ઑરિજનલ ઘર આવેલું છે!

રોમા ફિલ્મ બાદ લોકો યાદગીરી માટે એ ઘરની બહાર ફોટોઝ પણ પડાવે છે! એક માણસે પોતાની યાદગીરી ફિલ્મ દ્વારા રજૂ કરી અને હવે લોકો તે યાદગીરીને આગળ ધપાવી રહ્યા છે! <3

This slideshow requires JavaScript.

@Parth Dave (Gujarat Guardian Newspaper, Surat)

Date: 31-05-2019

 Image Source: Instagram/Facebook

 

0 comments on “વાંચોઃ 3 ઑસ્કાર એવૉર્ડ જીતેલી મેક્સિકન ફિલ્મ ‘રોમા’ કેવી છે?

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: