Bollywood

રિતેષ દેશમુખે કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલને પિતા પર કરેલા આક્ષેપોનો આપ્યો જવાબ

કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલે બોલીવૂડ અભિનેતા રિતેષ દેશમુખના પિતા પર આક્ષેપ કર્યા હતા. જેને લઈને રિતેષ દેશમુખે સોશિયલ મીડિયા પર તેનો જવાબ આપતી પોસ્ટ મૂકી છે. સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિલાસરાવ દેશમુખ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે વિલાસરાવ પર આરોપ લગાવતા કહ્યું કે, ‘મુંબઈમાં થયેલા 26/11ના હુમલા વખતે વિલાસરાવ પોતાના દિકરાને ફિલ્મમાં રોલ અપાવવા માટે વધારે પરેશાન હતા.’ આ ઉપરાંત પિયુષ ગોયલે આરોપ લગાવતા એમ પણ કહ્યું કે, ‘જ્યારે હુમલો થયો હતો તે સમયની કોંગ્રેસ સરકાર ઘણી કમજોર હતી અને તે કંઈ કરી શકી નહોતી. ત્યારે મુખ્યમંત્રી એક ફિલ્મમેકરને લઈને ઘટનાસ્થળે પહોંચ્યા હતા જેથી તેમના દિકરાને ફિલ્મમાં રોલ મળી જાય.’

View this post on Instagram

Promotion Time: Total Dhamaal Feb 22nd

A post shared by Riteish Deshmukh (@riteishd) on

પિયુષ ગોયલે લગાવેલા તમામ આક્ષેપો પર અભિનેતા રિતેષ દેશમુખે જવાબ આપ્યો છે. અભિનેતાએ આ મામલે ટ્વીટર પર ટ્વિટ કરી લખ્યું છે, ‘આદરણીય મંત્રીજી, એ વાત સાચી છે કે હું તાજ/ઓબરોય હોટેલ ગયો હતો, પણ ત્યાં જ્યારે બોબ્મનો વરસાદ અને ગોળીબાર થતો હતો ત્યારે હું ત્યાં હાજર હતો એ વાત ખોટી છે. હું મારા પપ્પા સાથે હતો એ વાત સાચી છે, પણ તેઓ મને કોઈ ફિલ્મમાં રોલ અપાવવા માગતા હતા એ વાત ખોટી છે. તેમણે ક્યારેય ડાયરેક્ટર કે પ્રોડ્યુસર સાથે મને ફિલ્મમાં લેવા અંગે કોઈ જ વાત કરી નથી. મને આ વાતનો ગર્વ છે. આ પણ વાંચો: ‘અલાદીન’ને હિન્દીમાં અવાજ આપશે આ જાણીતો ગાયક; બાદશાહ મ્યુઝિક વિડીયો બનાવશે

View this post on Instagram

Just…… styled by @karishmagulati

A post shared by Riteish Deshmukh (@riteishd) on

રિતેષ દેશમુખે આગળ લખ્યું હતું કે, ‘તમારી પાસે એક CMને સવાલ પૂછવાનો પૂરેપૂરો અધિકાર છે જ, પણ એક એવા માણસ પર આરોપ લગાવવો કે જે જવાબ આપવા આપણી વચ્ચે નથી, તે ખોટું છે. તમારા આ કેમ્પેઇન માટે તમને ઘણી બધી શુભકામનાઓ.’ આ પણ વાંચો: SOTY2ને મળેલા ખરાબ રિએક્શન સામે તારા સુતરિયાએ શું કહ્યું?(વાંચો)

આગામી સમયમાં આવનારી ફિલ્મ હાઉસફુલ 4માં રિતેષ દેશમુખ અક્ષય કુમાર સાથે દેખાશે. આ સિવાય સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતારિયા સાથે ફિલ્મ મરજાંવામાં પણ રિતેષ દેશમુખ જોવા મળશે.

Image source: Instagram/ritesh deshmukh/facebook/piyush goyal


Singer Shaan sings MERI MAA on mothers day!

0 comments on “રિતેષ દેશમુખે કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલને પિતા પર કરેલા આક્ષેપોનો આપ્યો જવાબ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: