Bollywood

સલમાન ખાનની ‘નોટબુક’ ખુલશે, બે નવા ચહેરાઓનું આગમન

સલમાન ખાનના પ્રોડક્શન બેનરની ફિલ્મ ‘નોટબુક’ માટે 200થી વધારે બાળકોના ઓડિશન થયા હતા જેમાંથી છ બાળકોની પસંદગી થઇ હતી. તેઓ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ બાળકોને પસંદ કરવા ડિરેક્ટર નીતિન કક્કર તથા ફિલ્મની લીડ કાસ્ટ ઝહીર ઈકબાલ અને પ્રનુતન બહલે એક અઠવાડિયા જેટલો સમય શ્રીનગરમાં ગાળ્યો હતો. 
52312510_2363987150491762_2921442346786619392_n
‘નોટબુક’નું શૂટિંગ કાશ્મીરની સુંદર ખીણોમાં થયું છે જેમાં ફિરદૌસ અને કબીરની લવ સ્ટોરી જોવા મળશે. આ ઉપરાંત તેમાં છ બાળકો પણ મહત્વની ભૂમિકા ભજવશે. ફિલ્મ માટે 200થી વધારે બાળકોના ઓડિશન થયા હતા જેમાંથી છ બાળકોની પસંદગી થઇ હતી. આ બાળકોને પસંદ કરવા ડિરેક્ટર નીતિન કક્કર તથા ફિલ્મની લીડ કાસ્ટ ઝહીર ઈકબાલ અને પ્રનુતન બહલે એક અઠવાડિયા જેટલો સમય શ્રીનગરમાં ગાળ્યો હતો.
આ ફિલ્મમાં એક પૂર્વ આર્મી ઓફિસર કબીર કાશ્મીરમાં આવેલી શાળા કે જે અતિશય કંગાળ હાલતમાં છે તેમાં શિક્ષક બને છે. જયારે તેને પૂર્વ શિક્ષિકા (ફિરદૌસ)ની એક નોટબુક મળે છે ત્યારે વાંચતા વાંચતા એ સ્ત્રીના પ્રેમમાં પડી જાય છે જેને એ ક્યારેય મળ્યો જ નથી.
કોણ છે નોટબુકના લીડ એક્ટર્સ કબીર અને ફિરદૌસ?
52402611_2359465310943946_2254719652712153088_n‘નોટબુક’થી ઝહીર ઈકબાલ અને પ્રનુતન બહલ બોલિવુડમાં ડેબ્યુ કરી રહ્યા છે જે સલમાન સાથે નજીકના સંબંધ ધરાવે છે. ઝહીરના પિતા અને સલમાન ખાન બંને સારા મિત્રો છે અને એ જ કારણ છે કે ઝહીર ફિલ્મ ઉદ્યોગના સંપર્ક આવ્યો અને એક્ટિંગમાં તેનો રસ વધ્યો. ઝહીરે પોતાની બહેનના લગ્ન પ્રસંગમાં આપેલ પરફોર્મન્સ જોઈને સલમાન ખાન તેનાથી ઈમ્પ્રેસ થયો હતો અને તેને ટ્રેનિંગ પણ આપી હતી.
તો મુખ્ય અભિનેત્રી પ્રનુતન એ જાણીતા અભિનેતા મોહનિશ બહલની દીકરી છે તેમજ નૂતન અને તનુજાની પૌત્રી છે એટલે કે કાજોલની ભાણી છે. હાલમાં જ તનુજા અને કાજોલે પ્રનુતનને બેસ્ટ વિશિઝનો મેસેજ કર્યો હતો. કાજોલે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, “Best of Luck to My sweet@pranutan. Genes are genes but the sweetness is all you!
સલમાને આ પહેલા ‘હીરો’ ફિલ્મમાં આથિયા શેટ્ટી અને સૂરજ પંચોલીને લોન્ચ કર્યા હતા. આ ફિલ્મમાં તેણે ટાઇટલ સોન્ગ પણ ગાયું હતું અને ‘નોટબુક’માં પણ તે સ્પેશ્યલ સોન્ગ ગાતો જોવા મળશે. સલમાન ખાન ફિલ્મ્સ અને સીને1 સ્ટુડિયોઝ પ્રોડક્શનની આ ફિલ્મ 29 માર્ચ, 2019ના રિલીઝ થશે.

 

‘નોટબુક’ ફિલ્મનું ટ્રેલર અહીં જૂવોઃ

0 comments on “સલમાન ખાનની ‘નોટબુક’ ખુલશે, બે નવા ચહેરાઓનું આગમન

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: