Bollywood

શ્રદ્ધા કપૂરને સ્થાને હવે સાયના નહેવાલનું પાત્ર ભજવશે પરિણીતી ચોપરા

shraddha-kapoor-films-759અમોલ ગુપ્તે દ્વારા નિર્દેશિત થનારી, બેડમિન્ટન સ્ટાર સાયના નહેવાલની બાયોપિકમાં શ્રદ્ધા કપૂર સાયનાનો રોલ કરશે એવી ચર્ચાઓ જોરમાં હતી. બાદમાં શ્રદ્ધાનો એક ફોટો પણ શેર કરવામાં આવ્યો હતો, જેથી ફાઈનલ થઈ ગયું હતું કે શ્રદ્ધા કપૂર જ સાયનાનું પાત્ર ભજવશે. બેશક ફોટોમાં તે સાયના નહેવાલના પાત્રમાં એકદમ પરફેક્ટ લાગી રહી હતી.

પરંતુ આજે તાજા સમાચાર એ આવ્યા છે કે હવે શ્રદ્ધા કપૂરને સ્થાને પરિણીતી ચોપરાને સાયનાના રોલ માટે સાઈન કરી લેવામાં આવી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પણ ટ્વિટ કરીને આ અંગેના સમાચાર જણાવ્યા છે. આ સમાચારથી શ્રદ્ધાના ફેન્સને આંચકો લાગ્યો છે અને પરિણીતીના ચાહકો ખુશ થયા છે.

714806-pari4જો કે, શ્રદ્ધા કપૂરે ફિલ્મ છોડવાના કારણ બાબતે કશું જણાવ્યું નથી, પણ એવું લાગી રહ્યું છે કે તેના અતિ વ્યસ્ત ફિલ્મ શૅડ્યુલને કારણે સાયનાની બાયોપિક  છોડવી પડી હશે. ફિલ્મના પ્રોડ્યુસર ભૂષણ કુમારે આજે આ જાહેરાત કરી હતી. તેમની ટ્વિટને શેર કરતાં પરિણીતીએ લખ્યું હતું કે, હું ખરેખર ખૂબ આભારી છું.

shraddha-parineetiગત સપ્ટેમ્બર મહિનામાં શ્રદ્ધા કપૂરે ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું હતું. તેણે તે માટે કેટલાક મહિનાની તાલીમ પણ લીધી હતી, પરંતુ ત્યાર બાદ તેને ડેન્ગ્યૂ થઈ જતાં ડૉક્ટર્સે તેને આરામ કરવાની સલાહ આપી હતી. શ્રદ્ધા આ એપ્રિલથી ફરી શૂટિંગ શરૂ કરે તેવું લાગી રહ્યું હતું, પરંતુ તેના આગામી પ્રોજેક્ટ્સના ભારના કારણે તેને ફિલ્મ છોડવાની ફરજ પડી હતી. હવે પરિણીતીને લઈને ટૂંક સમયમાં ડિરેક્ટર અમોલ ગુપ્તે ફિલ્મનું રી શૂટ શરૂ કરશે.

0 comments on “શ્રદ્ધા કપૂરને સ્થાને હવે સાયના નહેવાલનું પાત્ર ભજવશે પરિણીતી ચોપરા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: