Play (theatre)

રમણ કુમાર દિગ્દર્શિત નાટક ‘હેલો જિંદગી’ કેવું છે?

ફેલિસીટી થીએટર દ્વારા નિર્મિત રમણ કુમાર દિગ્દર્શિત અને સ્મિતા બંસલ લિખિત નાટક હેલો જિંદગી તાજેતરમાં અમદાવાદના દિનદયાલ ઑડિટોરીયમ ખાતે ભજવાયું હતું.

media-desktop-hello-zindagi-2019-2-13-t-16-11-21પાંચ અલગ અલગ પ્રદેશમાંથી આવેલી સ્ત્રીઓ એક ઘરમાં સાથે રહે છે. પાંચેયની ભાષાઓ જૂદી જૂદી છે. એક ગુજરાતી(ડેલનાઝ ઈરાની) છે, એક બંગાળી(ગુડ્ડુ મારુતી) છે તો એક હરિયાણા(ચિત્રાશી રાવતવાળી)થી આવેલી છે. ગુજરાતી સાસુ બકુલાની વહુ પમ્મી સિંહ પંજાબી(મિનિષા લાંબા) છે. તેનો વર એટલે કે બકુલાનો દિકરો તેની સાથે નથી રહેતો પણ તેમ છતાં બેઉ સાસુ-વહુનું બહુ જ સ-રસ બને છે. બંગાળી બિજોયા દી નોકરાણી છે તે પણ ઘરમાં સાથે રહે છે. એક દિવસ પમ્મી સિંહની સ્કુલની મિત્ર શીના( કિશ્વર મર્ચન્ટ) તેના ઘરે આવે છે. તેના લગ્ન થયા હતા પણ તેની સાથે દુર્વ્યવહાર તથા સતામણી થઈ છે, તે ભાગીને બહેનપણીના ઘરે આશરા માટે આવી છે. હરિયાણાની શિવાની(ચિત્રાશી) તેમના એપાર્ટમેન્ટમાં જ રહે છે.

 

Director---Raman-Kumar-1545312167.jpg
ડિરેક્ટર રમણ કુમાર

હવે આ ચારેય કઈ રીતે શીના સાથે થયેલા અત્યાચારને હેન્ડલ કરે છે તે ‘હેલ્લો જિંદગી’ નાટકમાં દર્શાવાયું છે. નાટકની મુખ્ય થીમ છે કે, કુદરતે જિંદગીને ખુબ જ સુંદર બનાવી છે, પરંતુ આપણે જ ખુદ પોતાના માટે સમસ્યા ઊભી કરીએ છીએ. જિંદગીમાં કોઈ શૉર્ટકટ હોતા નથી, તેના માટે મહેનત જરૂરી છે. ‘હેલ્લો જિંદગી’ના દિગ્દર્શક છે ‘સાથ સાથ’ અને ‘રાહી’ જેવી ફિલ્મો તથા ‘મિલી’ જેવી સિરિયલો બનાવી ચુકેલા રમણ કુમાર. ટેલીવીઝન ઍક્ટ્રેસ સ્મિતા બંસલે આ નાટક લખ્યું છે. સમગ્ર નાટકનો માઈનસ પૉઈન્ટ એ લાગ્યો કે તે ઓલ્ડ-સ્કુલ ટેકનિકથી બનેલું છે. વર્ષો પહેલા વિલુપ્ત થઈ ચૂકેલી વાતો, જોક્સ તેમાં રજુ કરાયા છે. કહ્યું એમ મુખ્ય વાત ઉમદા છે પણ તેનું એક્ઝિક્યુશન ખુબ જ નબળું છે. અમુક દ્રશ્યો અતિશય છીછરા અને નબળા છે. પાંચેય અભિનેત્રીઓમાં ગુડ્ડુ મારુતિનું કામ સ-રસ છે. હરિયાણાની છોકરી બનેલી અભિનેત્રી ચિત્રાશી રાવતવાળીને આપણે ‘ચક દે ઈન્ડિયા’માં કોમલ ચૌટાલા તરીકે જોઈ હતી. તે એ કેરેક્ટરમાંથી આટલા વર્ષેય બહાર ન આવી હોય એવું લાગે છે! બાકીના તમામનો અભિનય એવરેજ છે.

Image- 4       મહાનગર કે નગરોમાં પણ નાટકોની ટિકિટો ખાસ્સીએવી હોય છે. એમાં લાર્જ સ્કેલ અને સુંદર વિષયવાળા તથા જાણીતા ચહેરાથી છલોછલ નાટકની પ્રસ્તૃતિ આટલી નબળી જોતા ખેદ થાય છે. ગુજરાતમાં ચાર શોઝ થયા છે, હજુ ક્યાંય થાય અને તમને કોઈપણ કાળે નાટક જોવું જ હોય તો ‘હેલ્લો જિંદગી’ જોવાય! બાકી, તાજેતરમાં આવેલી ગુજરાતી ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’ અને હિન્દી ફિલ્મ ‘૧૦૨ નોટ આઉટ’ ફરી જોઈ લેવાય! ન જોઈ હોય તો વિનય પાઠકની ‘દસવિદાનીયા’ પણ જોઈ શકાય.

0 comments on “રમણ કુમાર દિગ્દર્શિત નાટક ‘હેલો જિંદગી’ કેવું છે?

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: