Bollywood Uncategorized

અક્ષયે પરણીતીની ભૂલ સુધારી, કહ્યું કે ‘કેસરી’માં તારો રોલ પણ એટલો જ દમદાર છે!

કેસરીના પ્રમોશન માટે આપી રહેલી મોટાભાગના ઈન્ટરવ્યુમાં પરિણીતી ચોપરા કહી રહી હતી કે, મારો રોલ તો સાવ ટૂંકો છે, પણ 50 વર્ષ પછી પણ યાદ રહી જાય એવો છે. ઉલ્લેખનીય છે કે, કેસરીના ટ્રેલરમાં પણ પરિણીતીની માત્ર ઝલક છે. તે અક્ષય કુમારના પાત્ર ઈશર સિંહનો લવ-ઈન્ટરેસ્ટનું પાત્ર ભજવી રહી છે. 

કેસરીના પ્રમોશન માટે અમદાવાદ આવેલી પરિણીતીએ એ વાત ફરી કહી કે, મારો રોલ તો સાવ ટૂંકો છે. મારો રોલ બેટલ એટલે કે યુદ્ધ વેળાનો નથી. ત્યારે જ અક્ષય કુમારે તેની વાત કાપતા કહ્યું કે…

Image- 2
અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા અમદાવાદ-Hotel the ummed ખાતે

અક્ષય કુમાર સાથે અમદાવાદ આવેલી પરિણીતી ચોપરાને જ્યારે પૂછવામાં આવ્યું કે, ‘ટ્રેલરમાં તારો એકપણ ડાયલૉગ નથી, ઝલક માત્ર છે; તો તારા રોલ વિશે તું શું કહીશ?’ પરિણીતીએ કહ્યું કે, ‘આ ફિલ્મ લડાઈ અને બહાદુર જવાનો વિશેની છે; મારો રોલ આ લડાઈમાં ક્યાંય છે જ નહીં, મારો રોલ ઈશરસિંહ સાથેનો છે. એ જ્યારે લાગણીશીલ પળોમાં હોય છે ત્યારે મારું પાત્ર તેમની સાથે રહે છે.’ પરિણીતી આ કહી રહી હતી ત્યારે જ અક્ષયે વાત કાપતા કહ્યું કે, ‘હું પરિણીતીની ભૂલ સુધારવા માગું છું. તારો રોલ આ ફિલ્મમાં યુદ્ધ અંતર્ગત પણ છે! જો તારું પાત્ર ન હોત તો આ ફિલ્મ બની જ ન હોત. સરહદ પર બેઠેલા સોલ્જર્સ શું વિચારતા હોય છે? તેમના ઘરવાળાઓ અને તેમની પત્ની વિશે. જો એ વિચાર લઈને ન જાય તો તેઓ લડી જ ન શકે. પત્નિનો પ્રેમ તેમને લડવા માટે શક્તિ પૂરી પાડતો હોય છે. માટે હું કહેવા માગીશ કે તારો રોલ લડતા સૈનિક જેટલો જ દમદાર છે!’

બાકી તો મરના-મારના હૈ ચલતા રહેગા..!

 

 

140417.jpg
ફિલ્મ શૂટિંગ દરમ્યાન અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા   

અક્ષયે ‘કેસરી’ દુનિયાના તમામ લડવૈયાઓને સમર્પિત કરી 

53792548_10157354047010701_5768587342809923584_n
બે દિવસ પહેલા કેસરીનું નવું ગીત તેરી મિટ્ટી રિલીઝ કરવામાં આવ્યું. આવતાની સાથે જ ગીત યુ-ટ્યુબ પર ખુબ જ જોવાયું. બે દિવસમાં તેરી મિટ્ટી સૉન્ગે 11 મિલ્યન વ્યુઝ મેળવી લીધા છે. એ ગીત તમે અહીં જોઈ શકો છોઃ

0 comments on “અક્ષયે પરણીતીની ભૂલ સુધારી, કહ્યું કે ‘કેસરી’માં તારો રોલ પણ એટલો જ દમદાર છે!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: