Bollywood

અક્ષયે ‘કેસરી’ દુનિયાના તમામ લડવૈયાઓને સમર્પિત કરી

અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા તાજેતરમાં કેસરી ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. હોટલ the ummed ખાતે તેમણે પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી.

‘હું જ્યારે સ્કુલમાં ઈતિહાસ ભણતો ત્યારે અમને આના વિશે કંઈ ભણાવવામાં જ નથી આવ્યું. આટલી મહાન વાર્તા ઈતિહાસના પાનાઓમાં ખોવાઈ ચુકી છે. વક્રતા એ છે કે, યુકે અને લંડનમાં સારાગઢીની આ લડાઈ વિશે ભણાવવામાં આવે છે.’:અક્ષય કુમાર

 

53283803_131608497894031_5671687927936005638_n(1).jpg
અમદાવાદમાં ઉતરતા પહેલા અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકી હતી. તેમાં તેણે લખ્યું હતુંઃ Hello Ahmedabad, team #Kesari has dropped in for a quick hello 🙋🏻‍♂️🙋🏻‍♀️ @parineetichopra  (Photo : akshay kumar’s Instagram) 

‘બેટલ ઑફ સારાગઢી’ તરીકે ઓળખાતું યુદ્ધ સિખ રેજિમેન્ટ અને અફઘાન કબિલાઈઓ વચ્ચે વર્ષ ૧૮૯૭માં થયું હતું. જેમાં ૨૧ સિખો સામે દસ હજાર દુશ્મનો હતા. ‘કેસરી’ના પ્રમોશનાર્થે અમદાવાદના મહેમાન બનેલા અક્ષય કુમારે આ ભુલાઈ ગયેલી દાસ્તાં વિશે કહ્યું કે, ‘હું જ્યારે સ્કુલમાં ઈતિહાસ ભણતો ત્યારે અમને આના વિશે કંઈ ભણાવવામાં જ નથી આવ્યું. આટલી મહાન વાર્તા ઈતિહાસના પાનાઓમાં ખોવાઈ ચુકી છે. વક્રતા એ છે કે, યુકે અને લંડનમાં સારાગઢીની આ લડાઈ વિશે ભણાવવામાં આવે છે. માટે આપણે બધાએ આ વાર્તા વિશે જાણવું જોઈએ, દુનિયાને બતાવવું જોઈએ કે ભારતમાં આટલી મહાન લડાઈ થઈ હતી.’ અક્ષયે આ ફિલ્મ દુનિયાના તમામ લડવૈયાઓને સમર્પિત કરતા કહ્યું કે, આપણે એ લડવૈયાઓના કારણે જીવી રહ્યા છીએ જેમણે પોતાની જિંદગી યુદ્ધમાં હોમી દીધી છે. આ 21 સિખોને ખબર હતી કે તેમને દસ હજાર સામે લડવાનું છે, મૃત્યુ નિશ્ચિત છે, છતાંય તેઓ લડ્યા. આ મહાન શૌર્ય અને પરાક્રમની ગાથા હું તમામ લડવૈયાઓને સમર્પિત કરું છું.

pjimage-46.jpgબૅબી, એરલીફ્ટ, ટોઈલેટ એક પ્રેમકથા, પેડમેન, ગોલ્ડ, વગેરે ફિલ્મો પછી અક્ષય કુમારની ‘કેસરી’ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. આ તમામના વિષયો જુદા પણ છાંટ દેશભક્તિની છે. પોતાની ફિલ્મોની પસંદગી અંગે તેણે કહ્યું કે, ‘આમાંની અમુક ફિલ્મો મેં પસંદ કરી છે અને અમુક ફિલ્મોએ સામે ચાલીને મને પસંદ કર્યો છે. મને લોકો પૂછી રહ્યા છે કે તમે રાજકારણમાં જોડાશો? ના મારો કોઈ ઈરાદો નથી. હું કોઈ ઈમેજ ક્રિએટ કરવા નથી માંગતો, માત્ર સારી ફિલ્મો કરવા માગું છું.’

બાકી તો મરના-મારના હૈ ચલતા રહેગા..!

Image- 1.JPG
પોતાને એક્ટર પછી, પહેલા સ્ટન્ટ મૅન તરીકે ઓળખાવતા અક્ષયે પરિણીતીની સાથે ફોટોગ્રાફર્સ સામે પોઝ આપ્યા હતા.

અક્ષય કુમારે ‘કેસરી’ ફિલ્મમાં શીખો જે માર્શલ આર્ટ કરતા, જેને ‘ગટકા’ કહે છે, તેનો ઉપયોગ કર્યો છે. તેણે જણાવ્યું કે, ‘આમ તો ગટકા નહીં, કોઈપણ માર્શલ આર્ટ અઘરી છે. માર્શલ આર્ટનું કોઈપણ ફૉર્મ ક્યારેય સરળ નથી હોતું. જોકે, મારું બૅકગ્રાઉન્ડ માર્શલ આર્ટનું છે માટે મને ‘ગટકા’ શીખવવામાં વધારે મુશ્કેલી ન પડી.’Image- 8 (1) અક્ષય કુમારે આગળ જણાવ્યું કે, ‘ફિલ્મમાં મેં પાઘડી ઉપર જે રીંગ પહેરી છે તેને ચક્રમ કહે છે. તે પાઘડીને સેટ કરવા માટે અને જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ સ્વરક્ષણ માટે પણ થાય છે.’

અક્ષયે પરણીતીની ભૂલ સુધારી, કહ્યું કે ‘કેસરી’માં તારો રોલ પણ એટલો જ દમદાર છે!

10 હજાર અફઘાનો અને 21 બહાદૂર સિખો વચ્ચેનું બારાગઢીનું યુદ્ધ દર્શાવતી અનુરાગ  સિંહની ફિલ્મ ‘કેસરી’ 21મી માર્ચે રિલીઝ થઈ રહી છે. તેનું ટ્રેલર આ રહ્યુંઃ

0 comments on “અક્ષયે ‘કેસરી’ દુનિયાના તમામ લડવૈયાઓને સમર્પિત કરી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: