ગુજરાતી સિનેમા Bollywood Play (theatre)

‘ફોટોગ્રાફ’માં ગુજરાતી અભિનેત્રી બ્રિંદા ત્રિવેદી

આજે રિલીઝ થઈ રહેલી રીતેશ બત્રાની ‘ફોટોગ્રાફ’ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રાની મોટી બહેનનું પાત્ર ભજવનાર ગુજરાતી અભિનેત્રી બ્રિંદા ત્રિવેદીએ નેશનલ સ્કુલ ઑફ ડ્રામા-દિલ્હીથી અભિનયની તાલીમ લીધી છે. 

મેં નેશનલ સ્કુલ ઑફ ડ્રામામાં અપ્લાય કર્યું હતું અને વર્ષ ૨૦૧૪માં મને તેમાં એડમિશન મળી ગયું. તેમાં મેં ઍક્ટિંગ ઈન થીએટર કર્યું. ૨૦૧૭માં પાસ થઈ અને મને તરત જ ‘ફોટોગ્રાફ’ ફિલ્મ મળી. એટલે કહી શકાય કે, એનએસડી કર્યા પછી-મહિનાની અંદર જ મને આ પહેલી ફિલ્મ મળી ગઈ!

WhatsApp Image 2019-03-12 at 6.48.25 PM
બ્રિંદા ત્રિવેદી

Written by Parth Dave

-‘મધ્યાંતર’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’, ‘ફૂલછાબ’, ‘જન્મભૂમી’)

૨૦ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ ભારતમાં ઈરફાન ખાન અને નિમ્રત કૌર અભિનિત હિન્દી ફિલ્મ ‘લંચબોક્સ’ રિલીઝ થઈ હતી, જેના ડિરેક્ટર હતા રીતેશ બત્રા. હલકી-ફૂલકી પ્રણય-વાર્તા રજુ કરતી ‘લંચબોક્સે’ ચોતરફથી પ્રશંસા ઉસેડી હતી. ક્રિટિક્સે એકીશ્વાસે વખાણ કર્યા અને દર્શકો પણ ધી-મે ધી-મે જોવા ગયા હતા. ફિલ્મની સહજતા MV5BMjMzNDMzMTU0NV5BMl5BanBnXkFtZTgwNDI5NTYyNzM@._V1_અને સરળતા લોકોને ગમી ગઈ હતી. અઢળક ફિલ્મ ફેસ્ટિવલ્સમાં નોમિનેશન મળ્યા અને એમાંથી ૧૯ જગ્યાએ લંચબૉક્સ એવોર્ડ જીતી! બ્રિટિશ એકેડમી ફિલ્મ એવોર્ડ્સમાં પણ ‘લંચબોક્સ’ને મુકવામાં આવી હતી. વેલ, લંચબોક્સને ઓસ્કાર એવોર્ડ્સ માટે મુકવામાં આવશે તેવી વાતો જોરશોરથી ચાલી રહી હતી, એવામાં ફિલ્મ ફેડરેશન ઑફ ઈન્ડિયા, જે ઓસ્કાર માટે મોકલાતી ભારતીય ફિલ્મોની પસંદગી કરે છે તેમણે ‘લંચબોક્સ’ને પડતી મુકીને ગુજરાતી ફિલ્મ ‘ધ ગુડ રોડ’ પર પસંદગી ઉતારી હતી. તેમના આ નિર્ણયને તજજ્ઞોએ એકીઅવાજે વખોડ્યો હતો. અનુરાગ કશ્યપે તો એ વખતે ધડાધડ ટ્વીટ્સ પણ કરી નાખી હતી!

તો એ લંચબોક્સ ફિલ્મના ડિરેક્ટર ૬ વર્ષ પછી એક ભારતીય ફિલ્મ લઈને આવી રહ્યા છે, ‘ફોટોગ્રાફ’. જેમાં મુખ્ય પાત્રમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને સાન્યા મલ્હોત્રા છે. આજે રિલીઝ થઈ રહેલી ‘ફોટોગ્રામ’માં સાન્યા ગુજરાતી યુવતી મિલોનીના પાત્રમાં છે અને તેની મોટી બહેનનું પાત્ર ભજવી રહી છે અમદાવાદની અભિનેત્રી બ્રિંદા ત્રિવેદી. ફિલ્મમાં પોતાના પાત્ર વિશે વાત કરતા બ્રિંદા કહે છે કે, ‘સાન્યા મલ્હોત્રા ફિલ્મમાં ગુજરાતી ફેમિલીમાંથી બિલોન્ગ કરે છે. તેનું નામ મિલોની છે અને મારું પાત્ર તેની મોટી બહેનનું છેઃ મિલોની!’ ફોટોગ્રાફના ઓડિશન વખતની વાત કરતા બ્રિંદા ત્રિવેદી કહે છે કે, ‘ફિલ્મ માટે કાસ્ટિંગ ડિરેક્ટરની ટીમ અમદાવાદ આવી હતી. તેમને મારું નામ કોઈએ સૂચવ્યું હતું. મને કાસ્ટિંગ ડિરેક્ટર હની ત્રેહાનનો ફોન આવ્યો અને હું ઓડિશન આપવા માટે ગઈ. ખરેખર તો સાન્યા મલ્હોત્રાના આખા પરિવાર માટેના પાત્રો શોધવા તેઓ ગુજરાત આવ્યા હતા. તેમને તમામ ગુજરાતી પાત્રો માટેના કલાકારો ગુજરાતી જ લેવા હતા, પરંતુ તેમા પસંદગી માત્ર મારી જ થઈ. પછી સાન્યાના પેરેન્ટ્સ તરીકે મુંબઈથી જાણીતા કલાકારોને લેવામાં આવ્યા. મારું ‘ફોટોગ્રાફ’નું મુંબઈમાં ૭ દિવસનું શિડ્યુલ હતું.’

brinda trivedi
ફોટોગ્રાફ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા સાથે બ્રિંદા ત્રિવેદી(ડાબેથી) (Photo from trailer)

બ્રિંદા ત્રિવેદી વર્ષ ૨૦૧૨-૧૩થી નાટ્ય-ક્ષેત્રે કાર્યરત છે. તેમણે તેમની શરૂઆત ‘દર્પણ એકેડમી’માં ઍક્ટિંગના વર્કશૉપ દ્વારા કરી હતી. એ વખતે ‘ચલતા ફિરતા બંબઈ’ નાટકમાં તેમણે કામ કર્યું હતું. ત્યાર પછી અદિતિ દેસાઈ અને ચિંતન પડ્યાના નાટકોમાં કામ કર્યું. બ્રિંદાએ અકૂપાર, કસ્તુરબા અને શુકનાદ જેવા નાટકો કર્યા છે. એ પછીની જર્ની વર્ણવતા બ્રિંદા કહે છે કે, ‘મેં નેશનલ સ્કુલ ઑફ ડ્રામામાં અપ્લાય કર્યું હતું અને વર્ષ ૨૦૧૪માં મને તેમાં એડમિશન મળી ગયું. તેમાં મેં ઍક્ટિંગ ઈન થીએટર કર્યું. ૨૦૧૭માં પાસ થઈ અને મને તરત જ ‘ફોટોગ્રાફ’ ફિલ્મ મળી. એટલે કહી શકાય કે, એનએસડી કર્યા પછી-મહિનાની અંદર જ મને આ પહેલી ફિલ્મ મળી ગઈ! રિતેષ બત્રાની ‘ફોટોગ્રાફ’ બની તેને બે વર્ષ થઈ ચૂક્યા છે. તે ૬૯માં બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી હતી. આ વર્ષે પહેલા મહિનામાં ‘સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલ’માં પણ તેનું પ્રદર્શન યોજાયું હતું. આખરે આજે તે ભારતમાં રિલીઝ થઈ રહી છે. બ્રિન્દા કહે છે કે, ‘અમને સૌને ખ્યાલ જ હતો કે રીતેશ સરનું કામ છે એટલે રિલીઝ થોડી મોડી થશે પણ સુંદર હશે. આપણી પાસે ‘લંચબોક્સ’નું અદભૂત ઉદાહરણ તો પડ્યુ  જ છે ને!’

બ્રિન્દા ત્રિવેદીએ અભિષેક શાહની આવનારી ગુજરાતી ફિલ્મ ‘હૈલ્લારો’માં કામ કર્યું છે. ઉપરાંત પ્રતિક ગાંધી સાથેની એક ફિલ્મ કરી છે જેનું શૂટિંગ સાસણ ગીરમાં થયું છે. તેનું હાલનું ટાઈટલ ‘હરણા’ છે. અત્યારે તેઓ આસામી ફોક થીએટર માટે કામ કરી રહ્યા છે.

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra & Phulchhab & Janmbhoomi Newspaper)

Date: 15-03-2019

WhatsApp Image 2019-03-15 at 1.32.49 PM (1)
“મધ્યાંતર”, જન્મભૂમિ ન્યુઝપેપર, પાના નં. -; તારિખઃ 15-03-2019
WhatsApp Image 2019-03-15 at 1.32.49 PM (2)
“મધ્યાંતર”, જન્મભૂમિ ગ્રુપ-કચ્છમિત્ર, પાના નં. 6; તારિખઃ 15-03-2019

 

WhatsApp Image 2019-03-15 at 1.32.49 PM
“મધ્યાંતર”, જન્મભૂમિ ગ્રુપ-ફૂલછાબ, પાના નં. -; તારિખઃ 15-03-2019

0 comments on “‘ફોટોગ્રાફ’માં ગુજરાતી અભિનેત્રી બ્રિંદા ત્રિવેદી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: