Bollywood

YASH Roars! KGF 2નું શુટિંગ શરૂ…

kgf yash4.jpg

કન્નડ સુપરસ્ટાર યશની કેજીએફ ૨ તરફ આગેકૂચ, ફિલ્મનું શુટિંગ શરુ કર્યું

કેજીએફ ૨ને અસીમ સફળતા મળી છે ત્યારે કન્નડ સુપરસ્ટાર યશે તેના બીજા ભાગનું શુટિંગ આજે(13 માર્ચે) શરુ કર્યું હતું. અગાઉ આ ફિલ્મનું શુટિંગ એપ્રિલમાં શરુ થવાનું હતું. તેની ઓફિશિયલ લોન્ચ સેરેમની બેંગ્લોર ખાતે યોજાઈ જેમાં ડિરેક્ટર પ્રશાંત નીલ, પ્રોડ્યુસર વિજય કીરગંદુર અને કલાકારો યશ અને શ્રીનીધી શેટ્ટી હાજર રહ્યા હતા.

kgf yash3

યશની ફિલ્મ કેજીએફ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી કન્નડ ફિલ્મ સાબિત થઇ હતી. આ ફિલ્મના kgf yash2પ્રોડ્યુસર રીતેશ સિધવાની કે જેમણે પોતાના એક્સેલ એન્ટરટેનમેન્ટ પાર્ટનર ફરહાન અખ્તર સાથે ફિલ્મ પ્રોડ્યુસ કરી છે તેમને આશા છે કે બીજા ભાગમાં પણ વાર્તાને નેક્સ્ટ લેવલ સુધી લઈ જવામાં આવશે.

આ ફિલ્મની ખાસિયત તેની વિઝ્યુઅલ ઈફેક્ટસ હતી જે બાહુબલી લેવલની હતી. આ ફિલ્મના હિન્દી તેમજ કન્નડ પાવરફુલ ડાયલોગ્સને લીધે ક્લાસ અને માસ બન્નેને ફિલ્મ આકર્ષ્યા હતા.

kgf yash1
કેજીએફ 2ના મૂહુર્ત શૉટ પ્રસંગે

હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમમાં રીલીઝ થયેલી આ કન્નડ ફિલ્મની સફળતાએ સાબિત કરી દીધું છે કે ઓડિયન્સને કંઈક નવું ગમે છે. કેજીએફના બીજા ચેપ્ટરની જાહેરાતથી આ ફિલ્મની અપેક્ષાઓ પણ વધી ગઈ છે.

આ ફિલ્મને આખા ભારતમાં ૨૪૬૦ સ્ક્રીન ફાળવવામાં આવ્યા હતા જેમાં ૧૫૦૦ હિન્દી, ૪૦૦ કન્નડ, ૪૦૦ તેલુગુ, ૧૦૦ તમિલ અને મલયાલમ ૬૦ છે.

kgf yash5

કેજીએફ ચેપ્ટર વન રીતેશ સિધવાની અને ફરહાન અખ્તરના એક્સેલ એન્ટરટેન્મેન્ટનું પહેલું કન્નડા વેન્ચર હતું અને હવે આ જ પ્રોડક્શન હાઉસ તેનાથી પણ મોટું પ્રોડક્શન કેજીએફ 2માં કરવા જઈ રહ્યા છે. સુત્રો અનુસાર કેજીએફ 2માં સંજય દત્ત તથા રવિના ટંડનને પણ કાસ્ટ કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા જ સોની મેક્સ પર કેજીએફનું વર્લ્ડ ટીવી પ્રિમિયર યોજાયું હતુંઃ

 

વધુ સમાચાર માટે Follow કરો Cinema-साहित्य

 

0 comments on “YASH Roars! KGF 2નું શુટિંગ શરૂ…

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: