Literature

સ્કુલ, કૉલેજ, નોકરી અને દોસ્તી

મિત્રોની આદતો બદલાઈ ચૂકી છે. તેમની રહેણીકરણી, સમાજને જોવાની નજર બદલાઈ ચૂકી છે. તમારી નજર અને એમની નજર હવે મેચ નથી થતી. પણ એક બૉન્ડિગ છે, જૂનું, નાનપણનું, તે હજુય સાબુત છે.

 

dosti 4
વચ્ચે જેણે પહેર્યો છે કોટ અને કર્યો છે ચાંદલો તે સૌથી ઊંચો, સૌથી મોટો, અમારો ધ વન એન્ડ ઓન્લી દોસ્તઃયદીપ સોરઠીયા. ધોરણ 4થી શરૂ થયેલી ભાઈબંધી. આ ફોટો તેના લગ્નના દિવસનો છે. જયલો ને હું ભેગા એક બેન્ચ પર બેઠેલા છીએ. આમ બહુ જ શાંત, સરળ, ડાહ્યો પણ ભેગો હોય એટલે આપણે કોઈની બીક નહીં! <3 બાકીના બધાય ચોથા ધોરણવાળા જ છે! 😀

-‘અક્ષરત્વ’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

સવારે સાત વાગ્યે પરાણે ઉઠવાનું. બ્રશ-જીભી કરી, ફટાફટ નાહીને તૈયાર થઈ, ચા પીને સ્કુલ-રીક્ષા માટે રાહ જોવાની. પોતાના નામની રાડો સંભળાય એટલે બહાર જવાનું, રીક્ષામાં બેસીને થોડી બેચેની સાથે સ્કુલમાં એન્ટ્રી. સ્કુલ ખતમ કરીને બપોરે જમવાનું; આરામ, ટ્યુશન અને રખડપટ્ટી. ક્યારેક તો બપોરે જ શેરી ક્રિકેટ, ગીલી દંડો, પકડાપકડી, વગેરાહ વગેરાહ ટીંચી નાખવાનું! ત્યારે કદાચ ગામ અથવા શહેરોમાં રમવા માટે જગ્યા હતી, મકાનો ઓછા હતા! હવે ખાસ મેદાનમાં વહેલી સવારે યુવાનો રમવા જાય છે!

સ્કુલના મિત્રને પહેલી વખત એના ઘરે અથવા બીજે ક્યાંક મળતા ત્યારે થોડું આશ્ચર્ય થતું! તેને અત્યાર સુધી સ્કુલ-ડ્રેસમાં જ જોયો હોય ને! બિનજરૂરી વાતો, મસ્તી, જૉક્સ, સાઈકલ ફેરવવી, ટાયર ફેરવવા, પાણો ફેંકીને ક્રિકેટના ટોસ કરવા, વગેરે જીવનનો મહત્વનો ભાગ હતો. નહીં કોઈ રોક, નહીં કોઈ ટોક. ક્યારેક લેશન કરવાનું કહેવામાં આવતું; એમાંય હોશિયાર અને ‘સમજુ’ હોય એ કરીને જ બહાર નીકળતું, બાકીના વઢ ખાતા.

IMG_8411
ડાબેથી ફાલ્ગુની એટલે કે મિસિસ કંદર્પ પટેલ, પછી નિરાલી એટલે કે મિસિસ પાર્થ દવે, પછી હું પોતે, પછી કંદર્પ પોતે અને પછી જય. જય ગઢવી. માસ્ટર શૅફ જય ગઢવી! પોઝિટીવીટીનો પાવર હાઉસ જય ગઢવી. કોણપણ જાતના ટેન્શન દૂર કરવાનું સરનામુંઃ જય ગઢવી. પણ હવે સાલો બિઝી થઈ ગયો છે..! 

ક્યારેક સમી સાંજે કે રાતના લકાવ-લકાવ રમતા. એક દાવ લે અને બાકીના લકાઈ જાય. માટલી ચુરાય અને ફૂટેએ ખરી એમાં! ઉંમર વધતી ગઈ, પ્રાયોરિટીઝ બદલાતી ગઈ. પ્રાથમિકમાંથી હાઈસ્કુલ, હોર્મોન્સમાં ફેરફારો; અને હાઈસ્કુલમાંથી કોલેજ, પરિપક્તવાની શરૂઆત. ‘રંગે દે બંસતી’માં એક પાત્ર કહે છે એમ, કોલેજના ગેટની એક બાજું આપણે જિંદગીને નચાવીએ છીએ અને ગેટની બીજી તરફ જિંદગી આપણને નચાવે છે; ઢિમ ઢિમ લક લક ઢિમ ઢિમ લક લક..!

હવે….હવે કાંઈ નહીં! નાચવાનું શરૂ. મિત્રો એક પછી એક નોકરી શોધવામાં લાગતા ગયા. એવું લાગવા માંડ્યું કે હું હજુય દાવ લઉં છુ અને મિત્રો લકાઈ રહ્યા છે! શોધવા અઘરા પડે છે. બહુ વિચારવાવાળો સ્વભાવ હોય તો તમે ખુદને શોધવામાં લાગી જાઓ છો! નોકરી, છોકરી, લગ્ન, પ્રેમ, વાસના, કુટુંબ, વ્યવહાર, દુનિયાદારી, ભૌતિકતા આ બધાનું ગમતું કે ન-ગમતું ચક્ર શરૂ થઈ જાય છે.

 

dosti
ડાબેથી હું પોતે, દિંગત કોટક અને કલ્પેશભાઈ. દિંગતભાઈ વિશે આવા આખા હજારો ઉપર આર્ટિકલ લખવા પડે તોય પૂરું ન થાય! અમારી વાતો અનંત સુધી ચાલી શકે એમ છે..! <3

આ બધા વચ્ચે એક દિવસ કોઈએ જોરદાર તમાચો માર્યો હોય એમ મિત્રો દૂર થઈ જાય છે! એ ત્યારે ખબર પડે જ્યારે બીજા શહેરથી તમે એમાંના કોઈ એકના લગ્નમાં જાઓ, ત્યાં જૂના-સ્કુલ-કૉલેજના મિત્રો દેખાય અને થાય કે સાલું, આ તો મોટો લાગે છે! આ કુશ, અજય કે રાજેન કે વસીમ કે અસરફઃઆ બધા મોટા થઈ ગયા. આનો તો છોકરો આપણે જે સ્કુલમાં ભણતા ત્યાં જાય છે! આ જિંદગીનું સાતત્ય છે જે ક્યારેય અટકવાનું નથી… જે દરેકને ગમે પણ છે અને ક્યારેક કનડે પણ છે. મિત્રોની આદતો બદલાઈ ચૂકી છે. તેમની રહેણીકરણી, સમાજને જોવાની નજર બદલાઈ ચૂકી છે. તમારી નજર અને એમની નજર હવે મેચ નથી થતી. પણ એક બૉન્ડિગ છે, જૂનું, નાનપણનું, તે હજુય સાબુત છે. આ પણ અજીબ સંબંધ છે!

dosti 6
હળવદના ગોટા ખાતા હું અને ગોટાખોર સૌમ્ય ભટ્ટ. વેરી કુલ પર્સન ઑફ ધ વર્લ્ડ. સૌમ્યમાં છે એમાંથી 10 ટકા પણ ધીરજ અને અને કુલનેસ મારામાં હોત તો હું ક્યાંય પહોંચી ગયો હોત! 😉 😀 lolz..  જબરો સહનશીલ માણસ. અને ફિલ્મો બાબતે અકરાંતિયો <3  બે દિવસમાં ત્રણેક વેબ-સિરીઝ ઠોકી નાખે એવો! 😀

એક સમયે તમે ભાઈબંધના ઘરની બહાર સાઈકલ પર ઊભીને તેની સાથે વાતો કરતા, આજે ઘરની અંદર તેના પિતા સાથે કલાકોની કલાકો વાતો કરો છો. આટલી સમજણ તમને આવી ગઈ છે? તમને દરેક વસ્તુ અને વ્યક્તિ વિશેની ભાન પડવા લાગી છે! આ ‘ભાન પડવી’ જેવીતેવી વાત નથી. મહામહેનતે અને કો’કને જ તે પડે છે! કાફકાનું એક કંપાવી નાખે એવું ક્વૉટ છેઃ ‘તમને મરવાની ઈચ્છા થાય ત્યારે સમજવું કે તમે હવે સમજણા થઈ ગયા છો.’ તો.. તમે થઈ ગયા છો સમજણા?

વેલ, નેગેટિવીટીની અહીં વાત નથી પણ પચ્ચીસ-સત્યાવીસ-ત્રીસની ઉંમર પછી આવતા વિચારોની, લાગણીની ઉથલપાથલની વાત છે. દરેક છોકરો પોતાની વાત વ્યક્ત ન કરી શકે. તેની આંખોમાં, ન કહેવાયેલા શબ્દોમાં એ દેખાય છે. વંચાય છે, સંભળાય છે. ભાઈબંધો માટે જાન કુરબાન કરી આપનારાઓ હજુય છે. વફાદારી અને પ્રમાણિકતા તો ખરાબ આદતોવાળા-વ્યસની મિત્રો પણ બડી સિદ્દતથી નિભાવતા હોય છે. કર્ણ મિત્રતાનું શ્રેષ્ઠ ઉદાહરણ લાગ્યો છે, હંમેશ. કોણપણ હાલમાં એ દુર્યોધનને છોડવા તૈયાર ન હતો.

dosti 2
આ ફોટો કચ્છના પાલારધુના ધોધનો છે. હાંલા કી, ધોધ આ ફોટા પાડનારની પાછળ છે! હાંલા કી ફોટો પાડ્યો ત્યારે ધોધ વહેતો જ ન હતો પણ ધોધના કારણે મરોડદાર થઈ ગયેલા કાળમીંઢ પત્થરો અમને જોતા હતા! ફોટામાં સૌથી ડાબી બાજુ જેઓ ધુંવાળાને જોઈ રહ્યા છે તે છેઃ ધ જય પોકાર. આ માણસની ક્ષમતા મારી સોચની બહાર છે. વેરી કુલ અને એટલા જ એ જ સમયે ગંભીર માણસ. મોટાભાગના પ્રોબ્લેમનું સોલ્યુશન તેમના મગજવગું. એની બાજુંમા પૂજન જાની. અદભૂત માણહ. પછી પાછો સૌમ્ય અને પછી અપના બેસ્ટ ફ્રેન્ડઃ રિયાઝ ખત્રી <3 આપણી સંકટ સમયની ચાવી 😉

મિત્રતામાં અદ્રશ્ય તિરાળ કદાચ ત્યારે પડે છે જ્યારે બાકીનાને લાગવા માંડે છે કે, આ તો આગળ નીકળી ગયો. વર્ષો પછી સ્કુલના મિત્રને મળો અને તમને ‘તમે’ કહીને સંબોધવા માંડે છે. આ ‘તમે’માં એક પ્રકારની ખાઈ છે. આ ‘આગળ નીકળી ગયો ’ની વ્યાખ્યા પણ બધાની પોતીકી બની ચૂકી હોય છે ત્યાર સુધીમાં. કેટલાક દોસ્તોએ બેશુમાર તકલીફો જોઈ લીધી છે અને કેટલાકને પ્રૉબ્લેમ શું છે તે જ ખબર નથી, તે કારમાં નાનો-સરખો ઘસરકો જોઈને પણ હેબતાઈ જાય છે! આ અતિ ફાસ્ટ-આધુનિક-ડિજિટલ સમયમાં પચ્ચીસ-ત્રીસ-પાંત્રીસ વર્ષ પછી બધા કયા મુકામ પર હશે, ખબર નથી. ટેક્નોલોજીના અતિકરણમાં વિચારો ટૂંકા થતા જાય છે. દરેક દોસ્તના હાથમાં સ્માર્ટફોન છે, ઝટ દઈને વૉટ્સએપ થાય છે પણ લાગણીનું ઊંડાણ ક્યાંક મિસિંગ છે. એમા કેટલાય એવા પણ મિત્રો છે જે અચાનક આધ્યાત્મના માર્ગે વળ્યા છે, તો કોઈ દર છ મહિને વિપશ્યનાના ચક્કર મારે છે!

IMG_5567
મોડા મળેલા મજાના મિત્રોઃશોભા એટલે કે મિસિસ આદિત્ય શર્મા પછી નિરાલી પછી હું અને આદિત્ય પોતે. હાઈટ જેટલા જ ઉમદા માણસ. હોશિયાર-ક્લેવર-દાદુ વ્યક્તિત્વ.

કહ્યું એમ શહેર બદલાય એમ દોસ્તો દૂર થાય. ફિઝિકલ અંતરથી મક્કમ દોસ્તી પણ થોડી તો નરમ પડે જ. પણ ત્યારે નવા શહેરના નવા દોસ્તો મળે. ઑફિસમાં સાથે કામ કરનારામાંથી કોઈ દોસ્ત બને. સોશિયલ મીડિયામાંથી કોઈ અચ્છો મિત્ર મળે. જૂનો યાર જાય ત્યારે એનું સ્થાન આપોઆપ નવો યાર લઈ જ લે! સમયની સાથે માણસ બુઢો થાય, તેના શરીરનો ક્ષય થાય પણ દોસ્તીનો ક્ષય નથી થતો. દોસ્તો આપણા ઘડિયાળના કાંટા ઊલટા ફેરવવા સક્ષમ છે! પોતાના માંહ્યલાને મળવાનું સાચું સરનામું ઘણી વખત તમારા નજદીકી દોસ્તમાં હોય છે! માટે એક મિત્ર કોઈપણ કારણથી દૂર ગયો હોય, અન્ય સ્પેરમાં રાખવા જ! અમારા સાહેબ કહેતા કે, પાક્કો ભાઈબંધ તો એક જ હોય, કદાચ વાત સાચી માની પણ લઈએ, પણ નજીકના મિત્રો તો ઘણા હોઈ શકે ને?! અમુક માણસનો સ્વભાવ એવો હોય જેના ‘પાક્કા ભાઈબંધ’ બની જ ન શકાય. તેના નજિક રહી શકો, નિકટ નહીં!

IMG_5163 - Copy
અગેઈન, રિયાઝ, દિંગતભાઈ અને હું અને રાજન. રાજન સદાણી. ટૉપર છોકરો. ચોથા ધોરણમાં સૌથી પહેલા હું આ રાજનની બાજુમાં બેઠેલો. ત્યારથી એનો હાથ મારા ઉપર! ત્યારે અધૂરી નોટબુકું ને લેશનમાં ભેગા રહેતો આજે અધૂરા રીટર્ન ને પીએફમાં ભેગો રે’ છે! 😀 એનું મગજ ચોવીસ કલાક આઉટપુટ આપે છે…

જે બાત!

દોસ્ત નવા બનાવો કિંતુ ના વિસરો જૂનાને;

પેલાને જો ચાંદી કહો તો સોનું ગણજો આને.

નવી મિત્રતા નવી શરાબના જેવી જ છે અલબત્તા,

વયની સાથે વધુ ખીલે ને વધે સતત ગુણવત્તા.

 

ભાઈબંધી જે સમય અને પરિવર્તનની એરણ પર

ટકી શકી છે એ જ બધામાં છે સાચે સર્વોપર;

 

પડે કરચલી માથે, પળિયા ધોળા થાય ખચિત,

મૈત્રી ક્યારેય સડે નહીં ને થાય નહીં જર્જરિત.

કારણ કે જૂના ને જાણીતા યારોની વચ્ચે,

dosti 5
જયદીપીયાના લગ્ન વખતનો ફોટો છે. નિખલો ખોળામાં બેઠો છે, પછી હું, પછી મીત સોરઠિયા અને પછી કુશ પરમાર. કુશીયો અને હું બહુ ભેગા રહ્યા, ફિલ્મો જોઈ… આ યાર છે તો જિંદગી છે! <3

ફરી એકવાર તાજી થઈને એ જ યુવાની મળશે.

પણ અફસોસ! કે જૂના યારો એક દિવસ તો મરશે;

સ્થાન એમનું નવા નવા ભેરુએ જ ભરવું પડશે.

 

જૂની યારીનું જતન કરીને રાખો એ અંતરતમ-

નવી તો સારી જ છે પરંતુ જૂની છે સર્વોત્તમ.

દોસ્ત નવા બનાવો કિંતુ ના વિસરો જૂનાને;

પેલાને જો ચાંદી કહો તો સોનું ગણજો આને.

– જોસેફ પેરી

(અનુ. વિવેક મનહર ટેલર)

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date: 13-03-2019

1F23FDD.jpg

1ce3529.jpg
“અક્ષરત્વ”, જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’; પાના નં. 6,  તા. 13-03-2019

6 comments on “સ્કુલ, કૉલેજ, નોકરી અને દોસ્તી

 1. “દોસ્તીનો ક્ષય ના થાય…” વાહ વાહ…

 2. ધર્મેન

  આપણા દોસ્તો આપણું વીઝીટીંગ કાર્ડ હોય છે. તમે ગણાવશો એવી એની ખામીઓ અને ખૂબીઓ એના વિષે તો કહેશે જ , તમારાં વિષે પણ કહેશે !

  છેક પ્રાથમિક શાળા માં સાથે ભણતા હતા એ દોસ્તો હજુ તમારાં જીવન સાથે નજીક થી જોડાયેલા હોય તો તમે બહુ નસીબદાર માણસ કહેવાવ.

  તમે સાચું કીધું કે ભૌતિક અંતર વધે ત્યારે ગમે તેવી ગાઢ દોસ્તી માં પણ જીવંતતા તો ઘટશે જ . સાથે એ પણ સાચું કીધું કે જીવન જેમ જેમ નવા નવા સ્ટેશન પર આગળ વધે છે તેમ તેમ નવા નવા અંતરંગ દોસ્તો બનતા જ જાય છે.

  તમે ” એ આગળ નીકળી ગયો ” એવી લાગણી વિષે કહ્યું, પણ આપણા જીવન , જીવનશૈલી , અભિપ્રાયો , પ્રાથમિકતાઓ અને પ્રકૃતિ બદલાતાં જાય એમ એમ અગાઉ જે આપણી મિત્ર હતી એવી વ્યક્તિ હવે આપણા હાલના મિત્રોમાંની એક થઇ શકે એમ છે કે નહિ, એનો તરત અંદાજ આવી જતો હોય છે, અને એના આધારે જ એ સંબંધ નું વર્તમાન સ્વરૂપ આકાર લે છે !

 3. બાપુ, “વિપશ્યન” અર્થાત્?

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: