Bollywood

‘ફોટોગ્રાફ’માં સાન્યા મલ્હોત્રા ગુજરાતી છોકરીના પાત્રમાં, આ શુક્રવારે રિલીઝ

નવાઝ અને સાન્યાની ફોટોગ્રાફ આ શુક્રવારે રિલીઝ

MV5BMjMzNDMzMTU0NV5BMl5BanBnXkFtZTgwNDI5NTYyNzM@._V1_.jpg ‘ફોટોગ્રાફ’માં એક ગુજરાતી છોકરીની ભૂમિકા ભજવી રહી છે ‘દંગલ’ ફેઈમ સાન્યા મલ્હોત્રા

૨૦૧૩માં જેમણે ઈરફાન ખાન, નિમરત કૌર અને નવાઝુદ્દીન સિદ્દીકી જેવા અભિનયના ખેરખાંઓને લઈને ‘ધ લંચ બોક્સ’ ફિલ્મ બનાવેલી તે રિતેશ બત્રા હવે ફરીથી એક વખત હલકી-ફૂલકી રોમાન્ટિક કૉમેડી ફિલ્મ ‘ફોટોગ્રાફ’ લઈને હાજર થયા છે. ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને ‘દંગલ’માં બબીતા ફોગાટનો કાબિલેતારીફ રોલ નિભાવનાર સાન્યા મલ્હોત્રા મુખ્ય પાત્રો છે.

53582135_829331234072248_7816419756608585728_n‘ફોટોગ્રાફ’માં સાન્યા મલ્હોત્રાના પાત્ર વિશે બહાર આવેલી જાણકારી અનુસાર જણાવીએ તો આ ફિલ્મમાં તે એક ગુજરાતી છોકરીનું પાત્ર ભજવી રહી છે. આ માટે તેણે ખૂબ મહેનત કરી હતી, કારણ કે તે મૂળ દિલ્હીમાં ઉછરી છે, અને પંજાબી ખાનદાનથી છે, આથી સ્વાભાવિક છે કે તેણે એક ગુજરાતી યુવતીનું પાત્ર આત્મસાત કરવા સખત મહેનત કરવી પડી હશે. આ માટે તેણે ગુજરાતી બોલછા અને લઢણ માટેની ટ્રેઇનિંગ લીધી છે, જેથી ફિલ્મમાં તે પોતાનાથી બનતું સારું આપવાની કોશિશ કરી શકે. તેની ગુજરાતી ભાષા પરની પક્કડ કેવીક થઈ છે એ તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડવાની છે.

53833634_818168911866320_6499793391671312384_nફિલ્મની પૃષ્ઠભૂમિ મુંબઈની વિખ્યાત ધારાવીની આસપાસ છે. આ ઉપરાંત બર્લિન જેવા વિદેશી લોકેશન્સ પર પણ તેનું શૂટિંગ થયું છે. ‘ધ લંચ બોક્સ’ પછી ફરી એક વખત દિગ્દર્શક રિતેશ બત્રાએ નવાઝુદ્દીન સિદ્દીકી સાથે કામ કર્યું છે. નવાઝુદ્દીનની છેલ્લી ફિલ્મ ‘ઠાકરે’એ દર્શકોમાં ખાસ્સો રસ જગાવ્યો હતો. તેમાં તેમના અભિનયનાં વખાણ થયાં છે, આથી હવે તેમની આવનારી ફિલ્મ ‘ફોટોગ્રાફ’માં પણ તેઓ અભિનયનો જલવો દેખાડશે એવી ફિલ્મરસિયાઓમાં મજબૂત આશા સેવાઈ રહી છે. તો સામે સાન્યા મલ્હોત્રાએ પણ ગઈ ફિલ્મ ‘બધાઈ હો’થી ખાસ્સી લોકપ્રિયતા મેળવી લીધી છે. એટલે તેની પાસેથી પણ દર્શકોને આશા રહેશે. આ ફિલ્મથી નવાઝુદ્દીન અને સાન્યાની જોડી સૌપ્રથમ વખત ફિલ્મી પરદે એકસાથે આવી રહી છે.

રિતેશ બત્રા દ્વારા લિખિત અને નિર્મિત ‘ફોટોગ્રાફ’ એમેઝોન સ્ટુડિયોઝ અને ધ મેચ ફેકટરીએ પ્રસ્તુત કરી છે, અને આ શુક્રવાર તારીખ 15 માર્ચના રોજ ‘ફોટોગ્રાફ’ રિલીઝ થવા તૈયાર છે.

તમે ટ્રેલર અહીં જોઈ શકો છોઃ

રીતેશ બત્રાની ‘ફોટોગ્રાફ’ ફિલ્મના ટ્રેલરના ખુબ જ વખાણ થયા છે. તેમની ‘લંચબોક્સ’ બહુબધા ફેસ્ટિવલમાં પ્રદર્શિત થઈ ચૂકી છે. ‘ફોટોગ્રાફ’ ફિલ્મનું ટ્રેલર 5.5 મિલિયન લોકોએ જોયું છે. આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રાની બહેનના પાત્રમાં ગુજરાતી અભિનેત્રી બ્રિંદા ત્રિવેદીએ કામ કર્યું છે.

53632198_2281749368776897_3920157465856966656_n
ફોટોગ્રાફ ફિલ્મ દરમ્યાનનો ફોટો
Photograph-teaser_d
ફોટોગ્રાફ ફિલ્મ બર્લિન ફિલ્મ ફેસ્ટિવલ તથા સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થઈ ચૂકી છે. 

0 comments on “‘ફોટોગ્રાફ’માં સાન્યા મલ્હોત્રા ગુજરાતી છોકરીના પાત્રમાં, આ શુક્રવારે રિલીઝ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: