Bollywood

યશ જોહરનો ડ્રિમ પ્રોજેક્ટ કરણે પૂર્ણ કર્યો/આજે ‘કલંક’નું ટીઝર રિલીઝ

કરણ જોહરની એઝ અ પ્રોડ્યુસર તરીકેની મહત્વાકાંક્ષી ફિલ્મનું ટીઝર આજે રિલીઝ

મલ્ટિસ્ટારર ‘કલંક’ ફિલ્મનું ડિરેક્શન ટુ સ્ટેટ્સ ફૅમ અભિષેક વર્મને કર્યું છે.

 

53160746_144656149900231_890130760605930400_nઆ વર્ષની મલ્ટી-સ્ટારર ફિલ્મ ‘કલંક’ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તેનું ટીઝર આજે લોન્ચ થશે. આ ફિલ્મ કરણ જોહરના પિતા યશ જોહરનો ડ્રિમ પ્રોજેક્ટ હતો અને આખરે 15 વર્ષ પછી ‘કલંક’નું નિર્માણ થયું છે. કરણની આ મહત્વાકાંક્ષી ફિલ્મના ડિરેક્ટર અભિષેક વર્મન છે, જેમાં સંજય દત્ત, માધુરી દીક્ષિત, આલિયા ભટ્ટ, વરુણ ધવન, આદિત્ય રોય કપૂર, સોનાક્ષી સિંહા જેવા કલાકારોનો કાફલો છે.

Whole TEASER event of KALANK is here!

કોણ છે ડિરેક્ટર અભિષેક વર્મન?abhishek-varman-1043234-24-03-2017-16-09-48.jpg

અભિષેક વર્મને  જોધા અકબર(2008), માય નેમ ઈઝ(2010) અને સ્ટુડન્ટ ઑફ ધ યર(2012)માં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. તેના બે વર્ષ પછી આવેલી ફિલ્મ 2 સ્ટેટ્સના રાઈટર અને ડિરેક્ટર અભિષેક વર્મન હતા. કલંક ડિરેક્ટર તરીકેની તેમની સ્વતંત્ર બીજી ફિલ્મ છે.

કલંક ફિલ્મના દરેક કલાકારોએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટર તથા ટૂંકા વિડીયો પોસ્ટ કર્યા હતા. સોનાક્ષી સિન્હાએ પોસ્ટ કરેલો વિડીયો તમે જોઈ શકશો.

 

53378079_2049693595329511_4313167268994281998_nતાજેતરમાં જ રિલીઝ થયેલા ફિલ્મના પોસ્ટરે ખાસ્સી ચર્ચાઓ જગાવી છે. આ પહેલા દરેક કલાકારનું પાત્ર દર્શાવતા પોસ્ટર પણ રિલીઝ થયા હતા. ફિલ્મમાં માધુરી દીક્ષિત બહાર બેગમ તરીકે,  સોનાક્ષી સિન્હા સત્યા ચૌધરી તરીકે, આલિયા ભટ્ટ રુપ અને વરુણ ધવન ઝફર તરીકે દેખાશે. સામેની બાજુ આદિત્ય રોય કપૂર અને સંજય દત્ત દેવ અને બલરાજ ચૌધરીના પાત્રમાં છે.

madhuri kalank
બહાર બેગમના પાત્ર માટે પહેલા શ્રીદેવીની પસંદગી કરાઈ હતી પરંતુ તેમનું મૃત્યુ થતા ‘દેવદાસ’ ઍકટ્રેસ માધુરી પર પસંદગી ઉતારાઈ. 

તેમના ‘અનસીન’ ફોટોઝ પણ જોવા મળ્યા છે. ચેક ઈટ આઉટ!

sonakshi kalank

kalank

alia kalank

aditya roy kalank

‘કલંક’ 1940નો સમયગાળો દર્શાવતી એક એપિક ઈમોશનલ ઐતિહાસિક ડ્રામા ફિલ્મ છે જે સરહદ પાર જાય છે. એક વખતે કરણના પિતા યશ જોહર આ પ્રોજેક્ટ પર રિસર્ચ કરતા હતા અને રિપોર્ટ્સ મુજબ તેઓ 1940ના સમયનું પાકિસ્તાન દર્શાવવા માટે લાહોર પણ જવાના હતા. આટલી મોટી સ્ટાર કાસ્ટ અને રસપ્રદ વાર્તા છે ત્યારે ફિલ્મ કેવી બને છે તે જોવાનું રહેશે. કલંક 19 એપ્રિલે રિલીઝ થવાની હતી પરંતુ હવે, તેના બે દિવસ પહેલા, 17 એપ્રિલે રિલીઝ થશે.

કલંકના ટીઝર માટે  Watch this space! 😉 😀

52634059_2301132293474925_5051064768724049390_n
All the best Abhishek varman!

 

‘કલંક’નું ટીઝર આઉટ, Now we are waiting for trailer!

‘કલંક’ની ટીઝર લોન્ચ ઈવેન્ટનું કવરેજ: કરણે યાદ કર્યા પિતાને, વરુણે ઊંચકી લીધી આલિયાને!

0 comments on “યશ જોહરનો ડ્રિમ પ્રોજેક્ટ કરણે પૂર્ણ કર્યો/આજે ‘કલંક’નું ટીઝર રિલીઝ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: