Bollywood

‘કલંક’ની ટીઝર લોન્ચ ઈવેન્ટનું કવરેજ: કરણે યાદ કર્યા પિતાને, વરુણે ઊંચકી લીધી આલિયાને!

‘કલંક’ના ટીઝર લોન્ચમાં કરણ જોહરે પિતાને યાદ કર્યા: યશ જોહર વર્ષો પહેલા આ ફિલ્મ માટે રિસર્ચ કરવા ગયા હતા…

‘કોઈની નજરે કલંક ‘કલંક’ હોય છે, તો કોઈની નજરે મહોબ્બત !’ ‘કલંક’ના ટીઝર લોન્ચ કાર્યક્રમમાં કરણ જોહરે કહી ફિલોસોફીકલ વાત
53160746_144656149900231_890130760605930400_n

‘ધર્મા પ્રોડક્શન્સે’ અને ‘ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝે’ તાજેતરમાં આવનારી પીરિયડ ફિલ્મ ‘કલંક’ના ફોટોઝ શેર કરેલા ત્યારે ફિલ્મરસિયાઓમાં જબરું આકર્ષણ ફેલાઈ ગયું હતું. હવે આજે બપોરે જ ધર્મા પ્રોડક્શન્સના કર્તાહર્તા કરણ જોહરે તેનું ટીઝર લોન્ચ કર્યું છે ત્યારે ફિલ્મચાહકોનો ઉત્સાહ બેવડાયો છે.

 

‘કલંક’ એક પીરીયડ ડ્રામા ફિલ્મ છે, જે ભારતની આઝાદી પૂર્વેના સમયમાં લઈ જાય છે. એક પ્રતિષ્ઠિત પરિવારની આ કહાણી છે, જેમાં ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે ઉદ્દભવેલી કોમી તંગદીલી વચ્ચે તેમનાં કેટલાંક છૂપા સત્યો ઉજાગર થવાની કથા છે.

52913929_265414310849626_971700711016673987_nમુંબઈમાં યોજાયેલા  ટીઝર લોન્ચ પ્રસંગે ફિલ્મના પ્રોડ્યુસર કરણ જોહરે કહ્યું હતું કે,  ‘કલંક એક્ચ્યુઅલી દોઢ દાયકા પહેલાં બનવાની હતી, પરંતુ કેટલાક કારણોસર ન બની શકી. પરંતુ હું ખુશ છું કે તે આજે બની ચૂકી છે અને ઓફ કોર્સ, યોગ્ય અને કાબેલ હાથોમાં છે.’

શિવાની બતીજા લિખિત ‘કલંક’ને આકર્ષક અને મંત્રમુગ્ધ કરતો સ્ક્રીનપ્લેનો ઓપ આપ્યો છે ‘2 સ્ટેટ્સ’ ફેઇમ દિગ્દર્શક અભિષેક બર્મને, અને સાથે જ તેઓ આ ફિલ્મના પણ દિગ્દર્શક છે.

52634059_2301132293474925_5051064768724049390_n

ફિલ્મ વિશે વધુમાં જણાવતાં કરણે કહ્યું હતું, ‘કલંકની મલ્ટી સ્ટારકાસ્ટને એકસાથે લઈને કામ કરવું એ એક સપનું હતું, જે સુયોગે સુપેરે પાર પડ્યું છે. ‘કલંક’ના ઘણાં અર્થઘટનો થઈ શકે. કોઈ કહેશે કે કલંક ધબ્બો છે તમારા પર, તમારી જિંદગી પર, તમારા વાતાવરણ પર, ઘર-પરિવાર પર, પરંતુ હું કહીશ કે ‘કિસી કી નઝરોં સે કલંક ‘કલંક’ હોતા હૈ, તો કિસી કી નઝરોં સે મહોબ્બત.’ આ ફિલ્મમાં દૃષ્ટિકોણની વાત છે, ઈશ્ક છે કે કલંક એ ફૈસલો તમારે કરવાનો છે.’

WhatsApp_Image_2019-03-12_at_13_1552380030__rend_16_9.jpeg
ટીઝર લોન્ચ પ્રસંગે હાજર તમામ કલાકાર-કસબીઓ

૨૦૦૩માં કરણને ‘કલંક’ની કહાણીનો આઈડિયા સૂઝ્યો હતો, જે તેમણે તેમના પિતા યશ જોહરને જણાવ્યો હતો. યશ જોહરને વાર્તામાં રસ પડ્યો હતો. ફિલ્મનું વાતાવરણ જેવું છે, તેનું નોલેજ તેમને હતું. તેઓ રિસર્ચ કરવા વિવિધ સ્થળોએ પણ ગયા હતા. વ્યવસાયે તેઓ ફોટોગ્રાફર એટલે તેમણે એવી કેટલીક સુંદર તસ્વીરો લીધી હતી, જે ફિલ્મમાં ઉપયોગી બને. જુન ૨૦૦૪માં તેમનું અવસાન થયું એ પછી તે વર્ષાન્તે કરણ શુટિંગ શરૂ કરવા જઈ રહ્યા હતા, પણ ન થઈ શક્યું. ઘણાં વર્ષ નીકળી ગયાં. તેમણે એક વખત અભિષેકને વાર્તા કહી હતી, અને એમ કરતાં ફિલ્મ સંપૂર્ણ થઈ હતી. ‘આ ફિલ્મ મારા માટે બોક્સ ઓફિસની હરીફાઈવાળી નથી, કેમ કે પપ્પાનું અધૂરું સપનું પૂરું કર્યું છે એનો જ આનંદ છે.’ કરણે જણાવ્યું હતું.

801072-kalankteaserlaunch-mainimageમાધુરીનું પાત્ર પહેલાં સ્વ. શ્રીદેવીને ઓફર થયું હતું, પરંતુ તેમનાં અકાળે મૃત્યુ બાદ માધુરીને મળ્યું. ‘કલંક’ દ્વારા સંજય દત્ત – માધુરી દિક્ષિતની જોડી લગભગ ૨૧ વર્ષ પછી ફરી પરદે જોવા મળશે.

૧૭ એપ્રિલે વર્લ્ડવાઇડ રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ ‘કલંક’ને કરણ સહિત સાજિદ નડિયાદવાલા અને અપૂર્વ મહેતાએ પ્રોડ્યુસ કરી છે.

FotoJet-2019-03-12T142631.517
ટીઝર લોન્ચમાં ફોટોગ્રાફર્સની માગણી પર વરુણ ધવને આલિયા ભટ્ટને ઊંચકી લીધી હતી! <3 

 

(by Param Desai)

0 comments on “‘કલંક’ની ટીઝર લોન્ચ ઈવેન્ટનું કવરેજ: કરણે યાદ કર્યા પિતાને, વરુણે ઊંચકી લીધી આલિયાને!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: