Movies Review

ઠાકરે

 ઠાકરેને નવાઝતી ફિલ્મ

Rating: 1.5 Star

બાળ ઠાકરેના કાર્ટૂનીસ્ટથી કરીને શિવસેનાના સ્થાપક અને મરાઠી માણૂસના મસીહા બનવા સુધીની સફર ફિલ્મ ‘ઠાકરે’માં દર્શાવાઈ છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ પ્રમાણમાં સ-રસ અભિનય કર્યો છે. મ્યુઝિક લાઉડ છે. ઠાકરેસાહેબને પેટભરીને ગ્લૉરિફાય કરાયા છે. ગુંડાગર્દી, હીરોઈઝમ, ઍન્ટીહિરો પ્રકારની ફિલ્મો ગમતી હોય તો ટ્રાય કરી શકાય..    

mv5bzmi3yzzlyzetnzfiny00zmnllwjkntytnwzmowe2zjc5yjfjxkeyxkfqcgdeqxvymjm1njkwmdi@._v1_ux182_cr0,0,182,268_al_આજકાલ બૉલીવુડમાં બાયોગ્રાફી ફિલ્મોનો ધોધ વહી રહ્યો છે. કાલના એક જ દિવસે એક ‘મણિકર્ણિકા’ અને બીજી આઃ ‘ઠાકરે’ રિલીઝ થઈ. ‘ઠાકરે’, 19 જુન 1966ના રોજ અસ્તિત્વમાં આવેલા પ્રાદેશિય રાજકીય પક્ષ શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેના જીવન પર આધારિત છે. ફિલ્મના પ્રોડ્યુસર અને લેખક રાજ્ય સભામાં શિવસેનાનું પ્રતિનિધિત્વ કરતા સંસદ સંજય રાઉત છે. ફિલ્મના ડિરેક્ટર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા અભિજિત ફણસે છે. MNSની સ્થાપના બાળ ઠાકરેના ભત્રીજા અને નેતા રાજ ઠાકરેએ કરી છે! તો આ ઈન્ટ્રોડક્શન પરથી તમે સમજી શકો છો કે, બાળ ઠાકરેના જીવન  પર બનેલી ફિલ્મ ‘ઠાકરે’ કેટલી ‘પ્રમાણિકતા’થી બનાવવામાં આવી હશે!

ફિલ્મમાં ઠાકરેનું મુખ્ય પાત્ર સૌ જાણે છે તેમ કાબેલ અભિનેતા નવાઝુદ્દિન સિદ્દીકી ભજવે છે. ફિલ્મની વાર્તા કોર્ટરૂમથી શરૂ થાય છે, જ્યાં બાળ ઠાકરે(નવાઝુદ્દીન સીદ્દીકી)ને બોલાવવામાં આવ્યા છે. વકીલ તેની પૂછપરછ આદરે છે અને સ્ક્રિન તબદીલ થાય છે સીધો 1960માં, જ્યારે બાળ ઠાકરે અંગ્રેજી અખબાર ‘ફ્રી પ્રેસ જનરલ’માં કાર્ટૂનીસ્ટ હતા. સાઠ પછી સિત્તેર અને એંશીનો દાયકો આપણને બ્લૅક એન્ડ વાઈટમાં દર્શાવવામાં આવ્યો છે. ત્યાર પછી બાળ ઠાકરેનો મરાઠી માણૂસ માટેનો પ્રેમ, શિવસેનાની સ્થાપના, તેમના પ્રવચનો, દંગા, મોરરાજી દેસાઈ સાથેનો બનાવ, ઈંદિરા ગાંધી અને જાવેદ મિયાંદાદ સાથેની મિટિંગ, વગેરે તમામ મહત્વની ઘટનાઓને પોલોરાઈઝ્ડ ગ્લાસ ચડાવીને એક પછી એક બતાવવામાં આવી છે.

નવાઝુદ્દીન સિદ્દીકીએ બાળ ઠાકરેનું મૅનરિઝમ પકડ્યું છે. તેણે નકલી નાક ચડાવીને અવાજ પોતાનો જ રાખ્યો છે પરંતુ તેમની બોલવાની લાક્ષણિક અદા કૅપ્ચર કરવાનો પ્રયત્ન કર્યો છે. તેના પિતા કેશવ ઠાકરે ભજવનાર ઍક્ટર પરફેક્ટ કાસ્ટિંગ છે. ઠાકરેની પત્ની મીનાતાઈના પાત્રમાં અમૃતા રાવ છે. જોકે, તેના ફાળે અહીં બહું કામ નથી આવ્યું. શરદ પવાર, જ્યૉર્જ ફર્નાન્ડિઝ સહિતના રિઅલ-લાઈફ નેતાઓ અહીં મૂળ નામ સાથે દેખાય છે. આ દિવસોમાં આવેલી ફિલ્મોમાં સાલું નેતાઓ જ દેખાય છે! ફિલ્મના પહેલા જ દ્રશ્યમાં આપણને ગુજરાતી નાટ્યકાર મનોજ શાહ ટીવી-રિપોર્ટરના પાત્રમાં દેખાય છે.

ફિલ્મની શરૂઆત થતા જ તમને રામ ગોપાલ વર્માની ‘સરકાર’ જરૂર યાદ આવે. તેના જેવી જ આછા પીળા રંગની ઈફેક્ટ્સ અહીં પણ આપવામાં આવી છે. જોકે, રામુની ફિલ્મો જેવી સટલ્ટી અહીં જોવા નથી મળતી. ફિલ્મના મોટાભાગના દ્રશ્યો કહ્યું એમ બ્લૅક એન્ડ વાઈટ છે. તેનો ફાયદો લઈને ફિલ્મમાં એક મેટાફોર સીન છે. બાળ ઠાકરે કહે છે કે, લાલ બંદર વિશ કંઈક કરવાનો સમય આવી ગયો છે. અને પછીના દ્રશ્યામાં કમ્યુનિસ્ટ નેતા ક્રિશ્ના દેસાઈની હસ્યા થાય છે. આ પછી બાળ ઠાકરે ખુશમિજાજ ચહેરા સાથે ફુલઝાડને જોઈ રહ્યા છે. આખું સ્ક્રીન બ્લૅક ઍન્ડ વાઈટ છે અને તેની વચ્ચે એક ગલગોટું ધીમે ધીમે પીળું થાય છે અને પીળામાંથી કેસરી રંગથી રંગાઈ જાય છે.

ઍની વે, ફિલ્મમાં આ પ્રકારના ઉઘાડછોગ સ્વીકાર કરતા દ્રશ્યો ઘણા છે. બાળ ઠાકરે લોકશાહી નહીં, પણ ઠોકશાહીમાં માનતા. પોતાને હિટલર કહેતા એ પ્રકારના ડાયલૉગ્સ છે. ફિલ્મના મોટાભાગના ડાયલૉગ્સ પૉલિશ વિનાના, ઊભડક લખાયેલા છે. મુખ્ય નાયકને એક પછી એક ડાયલૉગ ઍન્ટીહિરો ચીતરવા લખાયા હોય તેવા છે. તે દર બીજી મિનિટે યુદ્ધનું એલાન કરતા હોય એ રીતે સંવાદ બોલે છે. બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ખાસુ લાઉડ છે. વારંવાર, જ્યાં જ્યાં બાળ ઠાકરે દેખાય ત્યાં બૅકગ્રાઉન્ડમાં વાઘની ગર્જના સંભળાયા કરે છે! ટાઈગર અભી ઝિંદા હૈ!

તો કહ્યું તેમ આ ભેગા મળીને, ‘સંપીને’ બનાવેલી ફિલ્મ હોઈ અમુક ઘટનાઓ સિફતપૂર્વક દુર કરી દેવાઈ છે. ઉગ્રવાદ, વિવાદાસ્પદ નિવેદનો, ગુંડાગર્દી, રાજકારણ આ બધું આપણે અગાઉ પણ જોયું છે. અહીં બાયૉગ્રાફીમાં રિયલ નામ સાથે જોવા મળે છે, એટલું જ. તો.. ટ્રેઈલર જોઈને ફિલ્મ જોવાની ઈચ્છા થઈ હોય, ઉપર વાત કરી એ પ્રકારનું મનોરંજન લેવું ગમતું હોય તો ટ્રાય કરી શકો છો.(હા, આ પણ એક પ્રકારનું મનોરંજન જ છે!)

છેલ્લી વાત:આખી ફિલ્મમાં મરાઠી માણૂસ માટે લડતી, એ માટે બાકીના પંજાબી-ગુજરાતી-તમિલ દરેક વિસ્તાર, દરેક ધર્મના લોકોને ગાળો દેતી વ્યક્તિનું પાત્ર નવાઝુદ્દીન સિદ્દીકી ભજવે છે. યે હી તો હૈ અસલી ભારત(કદાચ)!

ચેતવણીઃ ડિરેક્ટરે કહ્યું છે કે, ટુ બી કન્ટિન્યુડ. તો, બની શકે કે આવતી ચૂંટણી ટાણે અથવા ગમે ત્યારે આનો બીજો ભાગ પણ આવે!

@Parth Dave

(Review for Mid-day, Mumbai:  26 January 2019)

thackeray review p.n 26
Mid-day, Mumbai. Page No. 26, Date: 26-01-2019

 

0 comments on “ઠાકરે

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: