Movies Review

દમ મારો દમ

અભિષેક બચ્ચન, અલગ રજૂઆત, સસ્પેન્સ એલિમેન્ટ અને ગોઆ!

રમેશ સિપ્પીના દીકરા રોહન સિપ્પી દ્વારા દિર્ગ્દર્શિત ‘દમ મારો દમ’ અભિષેક બચ્ચનની જૂજ સારી ફિલ્મો પૈકીની એક છે. મિસ્ટ્રી તત્વ છેવટ સુધી જકડી રાખે છે. બાકી રહી ગઈ હોય તો આ લેખ વાંચીને જોવાય!  

-‘મધ્યાંતર’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ- ‘ફૂલછાબ’)

3અમુક ફિલ્મો તમને ગમી જતી હોય છે, એમ જ. તે કોઈ મહાન કૃતિ કે હટ-કે નથી હોતી પણ તમને યાદ રહી જાય છે. વારંવાર જોવાની ઈચ્છા થાય છે. સાતેક વર્ષ પહેલા એપ્રિલ મહિનાની ૨૨મી તારિખે ‘શોલે’વાળા રમેશ સિપ્પીના પુત્ર રોહન સિપ્પીની ‘દમ મારો દમ’ નામની એક ફિલ્મ આવી હતી. તેમાં અભિષેક બચ્ચન મુખ્ય પાત્રમાં હતો. ‘દમ મારો દમ’ એ આર.ડી.બર્મનની માસ્ટરપીસ ટ્યુન ને ગીત આધારિત ટાઈટલ હતું અને ફિલ્મમાં તેનું એક રિમિક્સ વર્ઝન પણ હતું, જેના પર દીપિકા પાદુકોણે આઈટમ સૉન્ગ-ડાન્સ કર્યો હતો. ગીત થોડું જાણીતું થયું હતું એ વખતે.

ફિલ્મ ગોવાની અંદર ડ્રગ્સની હેરફેર, તેના કારણે થતા મૃત્યુ, પ્રોસ્ટિટ્યુશન, ગંદા ધંધા, વગેરેની ઈર્દગીર્દ ફરે છે. ફટાફટ વાર્તા જોઈએ તો લોર્સા બિસ્કુટા(આદિત્ય પંચોલી) નામનો બિઝનેસમેન આ ડ્રગ્સનું માર્કેટ ચલાવતો હોય છે. તેની પાસે ઝોઈ(બિપાશા બાપુ) નામની એક છોકરી કામ કરે છે. ઝોઈનો ભૂતપૂર્વ પ્રેમી જોકી ફર્નાન્ડિઝ(‘બાહુબલી’નો ભલ્લાલ દેવ- રાણા દગ્ગુબત્તી) છે. જોકી ડીજે છે, ફંકશન્સમાં ગાય છે. જોકીનો એક ૧૮ વર્ષથી નાનો-માઈનર મિત્ર છે લોરી(પ્રતિક બબ્બર), જેને પોતાની પ્રેમિકાની સાથે અમેરિકાની કૉલેજમાં એડમિશન લેવું છે. એ માટે પૈસા ભેગા કરવા તે ડ્રગની હેરફેર કરે છે અને એ દરમિયાન આ તમામ પાત્રો એકબીજાના પરિચયમાં આવે છે. વેલ, આ ફિલ્મનું મહત્વનું પાત્ર છે એસીપી કામથ(અભિષેક બચ્ચન), જે ડ્રગ્સના કારોબારને ખતમ કરવા માટે ખાસ ગોવા આવ્યો છે.

1ફિલ્મનો મસમોટો પ્લસ પૉઈન્ટ આ વાર્તાની રજૂઆત છે. ઈન્ટરવલ સુધી અદભૂત રીતે ત્રણ અલગ-અલગ વાર્તા એક પૉઈન્ટ પર ભેગી થાય છે. એ વખતે, ૨૦૧૧માં આ ફિલ્મ જોઈને વધુ આનંદ આવ્યો હતો. મણીરત્નમની ‘યુવા’

yog_3581-279x300_0
શ્રીધર રાઘવન

ફિલ્મમાં પણ ત્રણ વ્યક્તિઓની જિંદગી-ત્રણ વાર્તાઓ એક જગ્યાએ એકમેક સાથે ટકરાય છે. ઇત્તફાકન એમાં પણ ત્રણ પૈકી એક અભિષેક બચ્ચન હતો! ઈન્ટરવલ પછી અહીં તે વાર્તા આગળ વધે છે. તાજેતરમાં આવેલી અફલાતૂન ફિલ્મ ‘અંધાધુન’ના ડિરેક્ટર શ્રીરામ રાઘવનના સગા ભાઈ શ્રીધર રાધવને આ ફિલ્મની વાર્તા લખી છે. એટલે થોડી થોડી વારે એમના ભાઈની ફિલ્મો જેવી થ્રિલ મોમેન્ટ્સ અહીં જોવા મળે છે. બેશક, શ્રીરામ રાઘવનની એકપણ ફિલ્મ જેટલી આ સારી નથી, સિવાય ‘એજન્ટ વિનોદ’!

અભિષેક બચ્ચન સાથે રોહન સિપ્પીએ ‘કુછ ના કહો’, ‘બ્લફમાસ્ટર’ અને આ- ‘દમ મારો દમ’ કરી. ‘બ્લફમાસ્ટર’ અને ‘દમ મારો દમ’ પ્રમાણમાં સારી બની છે. અભિષેક બચ્ચનનું પાત્ર પહેલી ‘ધુમ’ ફિલ્મ પ્રકારનું છે. તે એન્ગ્રી છે, પણ શાંત છે. તેની સાથે અહીં સ્પેશિયલ અપિરિયન્સમાં વિદ્યા બાલન પણ છે. તેમને સ્ક્રિન(હવે લેપટોપના સ્ક્રિન) પર સાથે જોતા ‘પા’ ફિલ્મ યાદ આવી જાય!

 

2‘દમ મારો દમ’માં બહુ ઓછી વાર બેકગ્રાઉન્ડમાં આર.ડી બર્મનની પેલી ટ્યુન વાગે છે, સાંભળવી ગમે છે. દ્રશ્યોમાં તેનાથી ઉઠાવ આવે છે. ફિલ્મમાં ટ્વિસ્ટ એન્ટ ટર્ન્સ બેશુમાર છે. નરેશન ઈમ્પેક્ટફૂલ છે. અમુક સિન માસ લખાયા છે પણ કન્ટ્રોલ્ડ છે. લોર્સા બિસ્કુટાના ધંધામાં કંઈપણ રુકાવટ આવે ત્યારે તે તમામ ડ્રગ્સ માઈકલ બારબોસા નામની કોઈ અજાણી વ્યક્તિને સોંપી દે છે. કોણ છે આ માઈકલ બાર્બોસા? તે અભિષેક બચ્ચન અને તમે આખી ફિલ્મ દરમ્યાન ધાર્યા ને શોધ્યા કરો છો…

***

      4અમુક ફિલ્મ અને કલાકારો અન્ડરેરેટ રહી જતા હોય છે. તે ફિલ્મ આવી જાય, ખરેખર સ-રસ બની હોય પણ બહુ ઓછા લોકો જૂએ. ‘દમ મારો દમ’માં તો કોમર્શિયલ વેલ્યુ પણ હતી ને છે. તેમાં વાયલોન્સ અને બોલ્ડનેસ પણ છે. છતાંય જે સિનેમા રસિયાઓની બાકી હોય અને જોવાની ઈચ્છા હોય તો યુ-ટ્યુબ પર અવેલેબલ છે. બે કલાકની છે, ગીતો એ વખતે લોકોની જીભે ચડ્યા હતા, આજે કદાચ ન પણ ગમે. એના પછી રાણા દગ્ગુબત્તીની બાહુબલી ૧ અને ૨ આવી ગઈ એટલે તેને સરળ-સીધા-સાદા માણસ તરીકે જોવો થોડો વિચિત્ર લાસ્ગી શકે! તેમ છતાં હિન્દી ઈન્ડસ્ટ્રીના થોડા, બહુ નહીં પણ થોડા અલગ ફિલ્મમેકિંગ માટે આ ફિલ્મ જોઈ શકાય.

Crop_GOA0542.jpgપેક અપ:  ગોઆમાં યોજાયેલા ‘ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા’માં નવ દિવસ લટાર મારતી વખતે માર્ક કર્યું કે, ‘દમ મારો દમ’ ફિલ્મમાં આખા ગોઆને સિફતપૂર્વક કવર કરવામાં આવ્યું છે. રોહન સિપ્પી એન્ટ ટીમે ગોઆના ચર્ચ, બીચ, ત્યાં થતી ડ્રગ્સની હેરફેરને નામો સાથે દર્શાવ્યું છે.

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra & Phulchhab)

Date: 18-01-2019

abhishek bachchan 18-01-2019 Phoolchhab
“મધ્યાંતર”, જન્મભૂમિ ગ્રુપ-ફૂલછાબ, પાના નં. 3; તારિખઃ 18-01-2019

0 comments on “દમ મારો દમ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: