ગુજરાતી સિનેમા

 ગુજરાતમાં ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન

૧લી, ૨જી અને ૩જી ફેબ્રુઆરીએ અમદાવાદ ખાતે ‘ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ-વિદેશની ચિલ્ડ્રન ફિલ્મ્સનું સ્ક્રીનિંગ રાખવામાં આવશે.

-‘મધ્યાંતર’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

AICFF logo (1)

 

ગયા અઠવાડિયે આપણે ૪૯માં ‘ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા’ અંતર્ગત યોજાયેલા અનિલ કપૂરના તેની દીકરી રેહા કપૂર સાથેના સેશન વિશે વાત કરી. આ વખતે-૨૦૧૯માં ગુજરાતમાં ફિલ્મ ફિસ્ટવલનું આયોજન થઈ રહ્યું છે. તારિખ ૧લી, ૨જી અને ૩જી ફેબ્રુઆરીએ  ‘અમદાવાદ ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ-વિદેશની ચિલ્ડ્રન ફિલ્મ્સનું સ્ક્રિનિંગ રાખવામાં આવશે, ઉપરાંત સ્ક્રિપ્ટ રાઈટિંગ, સ્ટોરી ટેલિંગ, એક્ટિંગ તથા સંપૂર્ણ ફિલ્મ મેકિંગ પ્રોસેસ જેવા વિષયો પર વર્કશોપ પણ યોજવામાં આવશે. સિનેમાના વિદ્યાર્થીઓને લેક્ચર અને માર્ગદર્શન આપવામાં આવશે. આ ફેસ્ટિવલ મુખ્યત્વે બાળકોને નજરમાં રાખીને યોજાશે.

ફેસ્ટિવલમાં એન્ટ્રી કઈ રીતે?

ફેસ્ટિવલમાં સ્ક્રિનિંગ તથા હરિફાઈ માટે કુલ ૪ કેટેગરી છે. જેમાં ચિલ્ડ્રન ફિચર ફિલ્મ(૪૧ મિનિટ અથવા તેનાથી વધારે), શૉર્ટ ફિલ્મ(૪૦ મિનિટ અને તેનાથી ઓછી), ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ(૧૦થી ૪૦ મિનિટ) અને સ્ટુડન્ટ ફિલ્મ કેટેગરી(૫થી ૪૦ મિનિટ)ની રહેશે. એન્ટ્રી માટે કોઈપણ ભાષાની ફિલ્મ માન્ય રહેશે. ફિલ્મનું સ્ક્રિનિંગ તથા સ્પર્ધા માટે મોકલેલી ફિલ્મો ૨૦ જાન્યુઆરી ૨૦૧૯ સુધીમાં બનેલી હોવી જોઈએ. ફિલ્મની એન્ટ્રી ફિલ્મફ્રીવેhttp://filmfreeway.com/aicff વેબસાઈટ પર સબમીટ કરવાની રહેશે.

વિવિધ એવૉર્ડ્સ

બેસ્ટ ડિરેક્ટર ફિચર ફિલ્મ

બેસ્ટ એક્ટર/એક્ટ્રેસ ફિચર ફિલ્મ

બેસ્ટ ચાઈલ્ડ એક્ટર ફિચર ફિલ્મ

બેસ્ટ સ્ટોરી ફિચર ફિલ્મ

બેસ્ટ સ્ક્રિનપ્લે ફિચર ફિલ્મ

બેસ્ટ શૉર્ટ ફિલ્મ

બેસ્ટ ડિરેક્ટર શૉર્ટ ફિલ્મ

બેસ્ટ ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ

બેસ્ટ ડિરેક્ટર ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ

બેસ્ટ સ્ટુડન્ટ ફિલ્મ

ફિલ્મોનું આખર લિસ્ટ આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં જાહેર કરવામાં આવશે. બાળકો માટે આ ફેસ્ટિવલ સંપૂર્ણ નિઃશુલ્ક રહેશે. આ ફેસ્ટિવલમાં બાળકો દ્વારા વ્યક્તિગત રીતે બનેલી ફિલ્મો તથા સ્કુલ દ્વારા બનેલી ફિલ્મો પણ માન્ય ગણાશે.

ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ શરૂ કરવા પાછળનું કારણ આપતા ફાઉન્ડર ચેતન ચૌહાણે જણાવ્યું હતું કે, ‘હું વર્ષોથી એન્ટરટેન્મેન્ટ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું. ભારત આખામાં વિવિદ ભાષાની વર્ષે 1500થી વધારે ફિલ્મો બનતી હશે, એમાંથી એક ટકો પણબાળકોની ફિલ્મ નથી બનતી. માટે બાળકોને વર્લ્ડ સિનેમાથી પરિચિત કરાવવા, તેમજ અન્ય લોકોને ભારતીય વિચારધારાની ઓળખ કરવવા આ ફેસ્ટિવલ કરવાનો નિર્ણય લીધો. એક એવો પ્રયાસ કર્યો છે જેમાં એક જગ્યાએ ત્રણ દિવસ સુધી ચિલ્ડ્રન ફિલ્મમેકર ભેગા થાય અને તેઓ જ બાળકોને ગાઈડન્સ આપે. અને આજના ફાસ્ટ ડિજિટલ યુગમાં એ જરૂરી નથી કે 35 કે 50 વર્ષે જ ડિરેક્ટર બની શકાય. આજે સ્કુલમાં ભણતું બાળક પણ ડિરેક્ટર હોઈ શકે. અને આ પ્રકારના ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ બહુ ઓછા થાય છે માટે અમે આ આયોજન કર્યું છે.’

ફિલ્મ ફેસ્ટિવલના ડિરેક્ટર વિનોદ ગણાત્રા છે તથા જ્યુરીમાં આરતી પટેલ, મનીષ સૈની, રાજેન્દ્ર મહાપાત્ર, એ. એસ. કાનલ તથા દર્શન ત્રિવેદી છે.

 

IMG_20181217_163918_1 (1)
ડાબેથી મનીષ સૈની, વિનોદ ગણાત્રા, ચેતન ચૌહાણ, આરતી પટેલ

ફિલ્મ ફેસ્ટિવલના ડિરેક્ટર વિનોદ ગણાત્રા કહે છે કે, ‘ચિલ્ડ્રન ફિલ્મ્સ એ માત્ર બાળકો માટે નથી, બધા માટે છે.’

‘અમદાવાદ ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ’ના ડિરેક્ટર છે મૂળ કચ્છના એવા વિનોદ ગણાત્રા. જેમણે ‘હરુન-અરુણ’ અને ‘હેડા હોડા’ જેવી સ-રસ મેસેજ આપતી ચિલ્ડ્રન ફિલ્મો બનાવી છે. આ ફિલ્મોને અઢળક એવૉર્ડ્સ અને આંતરરાષ્ટ્રીય સન્માન મળી ચૂક્યા છે. ફિલ્મ ફેસ્ટિવલની પત્રકાર પરિષદ વખતે વિનોદ ગણાત્રાએ કચ્છમિત્ર સાથે ખાસ વાતચીતમાં કહ્યું હતું કે, ‘બાળકોની ફિલ્મ(ચિલ્ડ્રન ફિલ્મ) અને બાળકો સાથે કામ કરવું (વર્કિંગ વિથ ચિલ્ડ્રન) એ મારો શોખ છે. કહો કે મારું જીવન જ આ છે! આજે ચિલ્ડ્રન ફિલ્મ્સને અછૂતની જેમ ટ્રિટ કરવામાં આવે છે. ખરેખર તો ચિલ્ડ્રન્સ ફિલ્મ એ માત્ર બાળકો માટે નહીં, બધા માટે છે. હું વર્ષ ૧૯૮૦થી બાળકો સાથે કામ કરું છું. મારી પહેલી ટીવી સિરીયલ ‘બેંગર રાજા’ હતી જે દૂરદર્શન પર ટેલિકાસ્ટ થઈ હતી. મને બાળકો સાથે કામ કરવાની બહુ જ મજા આવે. તેમના કોઈ નખરા ન હોય! મારે ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલમાં કંઈક જૂદું કરવું હતું. મેં જે હરુન-અરુણ અને હેડા હોડા કરી તે  બેઉ ફિલ્મો કચ્છમાં જ કરી.’

ઉપર ઉલ્લેખ કર્યો તે ગોવામાં યોજાયેલા ‘ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા’ના ઈન્ડિયન પેનોરામા સેક્શનના ચેરમેન પદે વિનોદ ગણાત્રા હતા. તેઓ ૨૦૧૬ના નેશનલ એવોર્ડ્સમાં નોન-ફિચર ફિલ્મ જ્યુરીના ચેરમેન હતા. વિનોદ ગણાત્રા કુલ ૭૪ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં એઝ અ જ્યુરી રહી ચૂક્યા છે. તેમાંથી ૮ વખત તેમણે ચેરમેન તરીકેની ફરજ નિભાવી છે. વિનોદ ગણાત્રા કહે છે કે, ‘મેં આટલા ફિલ્મ ફેસ્ટિવલ એટેન્ડ કર્યા. મને હંમેશ થતું કે આપણા બાળકોને આવી ફિલ્મો જોવા ક્યારે મળશે? આ ફેસ્ટિવલ તેનો જવાબ છે!’

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date: 28-12-2018

international children film festival
“મધ્યાંતર”, જન્મભૂમિ ગ્રુપ-કચ્છમિત્ર, પાના નં. 6; તારિખઃ 28-12-2018

 

 

 

   

0 comments on “ ગુજરાતમાં ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: