ગુજરાતી સિનેમા Movies

‘બૅક બેન્ચર’

DgsxQb7VAAINxWY-‘મધ્યાંતર’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

-ગુજરાતી ફિલ્મો વિષયલક્ષી બહુ ઓછી બને છે. મોટાભાગની ફિલ્મોમાં એ જ દોસ્તી, પ્રેમની વાતો કૉમિક વેમાં રજૂ થઈ રહી છે. એ વચ્ચે ગયા અઠવાડિયે ડિરેક્ટર કિર્તન પટેલની ‘બૅક બેન્ચર’ ફિલ્મ રિલીઝ થઈ. ફિલ્મનો વિષય વિદ્યાર્થીઓના ભણતર અને ગણતરની ઇર્દગિર્દ ફરે છે.

-ફિલ્મુમાં મુખ્ય પાત્ર ક્રિશ ચૌહાણે ભજવ્યું છે. તેના પિતાનું પાત્ર અફલાતૂન એક્ટર ધર્મેન્દ્ર ગોહિલ તથા એક્ટ્રેસ અમી ત્રિવેદીએ માતાનું પાત્ર ભજવ્યું છે.

-ઇન્ટરવલ સુધી ફિલ્મ વિદ્યાર્થીઓ પર શિક્ષણનો ભાર, શિક્ષકોનું પ્રેશર, એ બધાના કારણે વિદ્યાર્થીની થતી માનસિક હાલત, વગેરે બાબતો દર્શાવે છે. હાલના ભણતર ઉપર કટાક્ષ કરાયો છે.

-ફિલ્મમાં વીએફએક્સ(વિઝ્યુઅલ ઇફેક્ટ્સ)નો ખાસ્સો એવો ઉપયોગ કરવામાં આવ્યો છે. નિખિલ-શૈલેષ-પ્રણવ(ટ્રાયો), કેદાર ઉપાધ્યાય તથા ભાર્ગવ પુરોહિતે ફિલ્મનું મ્યૂઝિક આપ્યું છે. ડિરેક્ટર કિર્તન પટેલની આ બીજી ફિલ્મ છે. આ અગાઉ વર્ષ ૨૦૧૫માં તેમની ‘બસ એક ચાન્સ’ નામની અર્બન ગુજરાતી ફિલ્મ આવી ચૂકી છે.

-‘બૅક બેન્ચર’ કહ્યું એમ ઇન્ટરવલ સુધી સ્મુધલી જાય છે પરંતુ ત્યાર બાદ વાર્તા ફંટાય છે. થોડી નબળી પણ પડે છે, પરંતુ એકંદરે વિષય સારો છે. ધર્મેન્દ્ર ગોહિલનો અભિનય કાબિલે-દાદ છે. તેમને સ્ક્રિન પર જોવાની મજા પડે છે.

-ઇન્ટરવલની ઠીક પહેલાનો ધર્મેન્દ્ર ગોહિલ અને ક્રિશ ચૌહાણનો સિંગલ શૉટ સિન અદભૂત ફિલ્માવાયો છે. ડાયલૉગ સરસ છે એ સિનના.

-ફિલ્મના ડાયલૉગ તથા સ્ક્રિપ્ટ સુમીત વંજારી, પ્રયાગ દવે તથા રાજેશ રાજગોરે લખ્યા છે. ઘણી જગ્યાએ ડાયલૉગ્સ રિપિટ પણ થાય છે. પકડ છૂટે છે.

-કિર્તનભાઈને સ-રસ મજાના પ્રયાસ માટે અભિનંદન. ગુજરાતી સિને-મામાં આ પ્રકારના જૂદા-જૂદા વિષય પર ફિલ્મ બનતી રહેશે તો તેને જોનારો વર્ગ ટકશે અને વધશે.

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date: 27-07-2018

back bancher 27-07 Edited
“મધ્યાંતર”, જન્મભૂમિ ગ્રુપ-કચ્છમિત્ર, પાના નં. 6; તારિખઃ 27-07-2018

 

0 comments on “‘બૅક બેન્ચર’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: